________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તત્ત્વોનો બીજો સમુદાય ‘સૂક્ષ્મ શરીર’ કહેવાય છે. એ સૂક્ષ્મ શરીર જન્મ-મ૨ણ આદિમાં પણ જીવની સાથે રહે છે. તેના બે ભેદ છે. એક ભૌતિક અર્થાત્ જે સૂક્ષ્મ ભૂતોના અંશોથી બન્યું છે, બીજાં સ્વાભાવિક કે જે જીવના સ્વાભાવિક ગુણરૂપ છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) (ખ) “મોક્ષમાં ભૌતિક શરીર તથા ઇંદ્રિયોના ગોલક જીવાત્માની સાથે નથી રહેતાં. પરંતુ પોતાના સ્વાભાવિક શુદ્ધ ગુણ રહે છે. . જેમ શરીરના આધારે રહીને ઇંદ્રિયોના ગોલક દ્વારા જીવ પોતાનું કાર્ય કરે છે, તે જ રીતે પોતાની શક્તિથી મુક્તિમાં બધો આનંદ ભોગવી લે છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) ૫ ૫૦ ૫ - હવે – યોગીને સન્માન મળતાં અનિષ્ટની આશંકાથી શું ન કરવું જોઈએ. - स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं પુનરનિષ્ટપ્રજ્ઞાત્ ।। ૧ ।।
સૂત્રાર્થ - યોગી પુરુષને (સ્થાન્યુપનિમત્રને) માનવસમાજમાં વિશેષ સ્થાન રાખનારા સંપન્ન તથા વિદ્વાન પુરુષો દ્વારા સાદર (આદર સહિત) નિમંત્રિત કરાતાં (પુન:) ફરીથી (અનિષ્ટપ્રલક્ત) યોગીને અનિષ્ટ=યોગમાર્ગથી ભ્રષ્ટ કરનારા પ્રસંગ=આસક્તિ આદિના ભયથી (સંગ-આયાળમ) વિષય-આસક્તિ તથા અભિમાન ન કરવું જોઈએ.
ભાષ્ય અનુવાદ - તે યોગી ચાર પ્રકારના હોય છે. (૧) પ્રાથમકલ્પિક (૨) મધુભૂમિક (૩) પ્રજ્ઞાજ્યોતિ (૪) અતિક્રાન્તભાવનીય. તેમનામાં પહેલા (પ્રકારનો) યોગી પ્રવૃત્તમાત્રજ્યોતિ = જેને પદાર્થોને પ્રકાશિત કરનારી જ્યોતિ પ્રાપ્ત થવા લાગે છે, એવો યોગાભ્યાસી પ્રાથમકલ્પિક છે. ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી બીજી કોટિનો હોય છે, જેને ‘મધુભૂમિક’ કહે છે. પાંચભૂતો તથા ઇંદ્રિયો પર વિજય કરનારો યોગી ‘પ્રજ્ઞાજ્યોતિ’ કહેવાય છે. એ યોગી બધા જ સાક્ષાત્કૃત વિષયોમાં ધૃતરક્ષાબંધ = આસક્ત ન થવાને માટે આત્મરક્ષણ વગેરેને માટે દૃઢ-અભ્યાસ વગેરે કરી લે છે અને અસાક્ષાત્કૃષ્કૃત = જે હજી સાક્ષાત્ કરવાનું છે, તે વિષયોમાં કરણીય સાધન-અનુષ્ઠાનોને કરનારો હોય છે અને ચોથો યોગી જે ‘અતિક્રાન્ત ભાવનીય' હોય છે, તેને માટે વિત્ત પ્રતિર્ન = ચિત્તનું પોતાના કારણમાં લીન કરવાનું જ એક પ્રયોજન રહી જાયછે. આ યોગીનીસાત પ્રકારની પ્રાન્તમૂમિ પ્રજ્ઞા = અંતિમ (છેલ્લા) સ્તરની પ્રજ્ઞા થઈ જાય છે.
=
એ ચારેય યોગીઓમાં મધુમતી ભૂમિને સાક્ષાત્ કરનારા બ્રાહ્મળ = બ્રહ્મને જાણનારા યોગીને સ્થાનીય (ભૂમિ વગેરેના) સ્વામી ટેવ = વિદ્વાન લોક સત્ત્વશુદ્ધિને જોતા વિભિન્ન સ્થાનોથી સત્કારપૂર્વક નિમંત્રણ આપે છે – ભગવાન ! અહીં બેસો, આ સ્થાન પ૨ ૨મણ કરો, આ પોળ = ભોગ્યપદાર્થ મનીય = સ્પૃહા કરવા યોગ્ય છે, આ કન્યા મનીય = સુંદર છે, આ રસાયન = આયુષ્યવર્ધક ઔષધિ (દવા) છે કે જે ઘડપણ
વિભૂતિપાદ
૨૯૯
For Private and Personal Use Only