________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવત્ પ્રયત્ન કરે, કેમ કે તેમનો નાશ કર્યા વિના મોક્ષ ક્યારેય પણ નથી થઈ શકતો.”
(ઋ. ભૂ. મુક્તિવિષય) ભાપ્ય અનુવાદ – તિવૈરાષfT) ક્લેશ અને ર્ષ = કર્ભાશયના ક્ષીણ થઈ જતાં જયારે એ યોગીને એવું જ્ઞાન થઈ જાય છે કે એ વિવેકજ જ્ઞાન (વિવેકખ્યાતિ) પણ સત્ત્વગુણનો જ ધર્મ છે, અને સત્ત્વ ગુણ તો રે= ત્યાજ્ય કોટિમાં રાખવામાં આવ્યો છે. અને પુરુષ અપરિણામી, શુદ્ધ સ્વરૂપ અને સત્ત્વ ગુણથી સર્વથા જુદો છે. રોપવીનક્ષ) ત્યારે આ પ્રકારે તે (સત્ત્વગુણજન્ય વિવેકખ્યાતિ)થી વિરક્ત થતાં યોગીનાં જેટલાં ક્લેશબીજ રહે છે, કે જે બળેલા ધાનનાં બીજના સમાન ફળ ઉત્પત્તિમાં સમર્થ નથી, તેઓ મનની સાથે કારણમાં લીન થઈ જાય છે. તે (ક્લેશ)ના પ્રલીન થતાં પુરુષ પછી ત્રણેય તાપોને નથી ભોગવતો. વિત્યમ) ત્યારે મનમાં કર્મ, કલેશ અને તેમના ફળરૂપે અભિવ્યક્ત થનારાં, પરંતુ વરિતાર્થ = પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન પૂર્ણ કરવાથી કૃતકૃત્ય થયેલા ગુણોનો પ્રતિપ્રવિ= (મનની સાથે) પોતાના કારણમાં લીન થઈ જતાં જે પુરુષના ગુણોથી આત્યન્તિક વિયોગ થાય છે, તે શૈવન્ય = મોક્ષ કહેવાય છે. તે સમયે પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત ચૈતન્ય માત્ર જ રહે છે. ભાવાર્થ - સૂત્ર (૩/૪૯)માં સાત્ત્વિક ચિત્ત તથા પુરુપની ભિન્નતાનું જ્ઞાન થતાં સર્વભાવાધિષ્ઠાતૃત્વ તથા સર્વજ્ઞાતૃત્વ નામની સિદ્ધિઓને વિશીકા' નામથી કહી છે. આ સ્થિતિમાં યોગી જે વિવેકજ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે પણ સતોગુણ-પ્રધાન ચિત્તનો ધર્મ છે અને ચિત્ત ત્રિગુણાત્મક પ્રકૃતિનો વિકાર હોવાથી મોક્ષ-પ્રાપ્તિ માટે ત્યાજ્ય છે. એટલા માટે આ વિવેકજ જ્ઞાનથી વિશોકા સિદ્ધિથી ઊંચા ઊઠવા માટે યોગીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે પુરુષઃચેતન આત્મ તત્ત્વ પરિણામી ચિત્તથી ભિન્ન અપરિણામી તત્ત્વ છે. આ વૈરાગ્યને પર-વૈરાગ્ય પણ કહેવાય છે. કેમ કે યોગીનું આ દશામાં પ્રકૃતિથી આત્યન્તિક વિયોગ થઈ જાય છે. પછી યોગીની યોગભ્રષ્ટ થવાની સંભાવના ક્ષીણ જ થઈ જાય છે અને તેને કોઈપણ પ્રકારનું તાપ-દુ:ખ નથી સતાવતું.
આદશામાંચિત્ત પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજનનાસિદ્ધ થવાથી સ્વકારણમાં (પોતાના કારણમાં) લીન થઈ જાય છે અને અનાદિકાલીન ચિત્તસ્થ અવિદ્યા આદિ ક્લેશોના બીજ=કારણભૂત વાસનાઓ દગ્ધબીજની માફક ફળ આપવામાં સર્વથા અસમર્થ થઈ જાય છે અને ચિત્તની સાથે જ કારણમાં લીન થઈ જાય છે. આ સ્થિતિ (ગુણોથી આત્યંતિક વિયોગ)માં યોગી પુરુપ ફક્ત પોતાના સ્વરૂપમાં જ સ્થિત હોવાથી કૈવલ્ય=મોક્ષમાં સ્થિત થઈ જાય છે.
અને અહીં ભૌતિક મનનો પોતાના કારણમાં લય માનીને વ્યાસમુનિએ સ્પષ્ટ કર્યું છે કે મોલમાં ભૌતિક મન નથી રહેતું. આ જ તથ્યને મહર્ષિ દયાનંદે માન્યું છે -
(ક) “પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મભૂત અને મન તથા બુદ્ધિ આ સત્તર
૨૯૮
યોગદર્શન
For Private and Personal Use Only