________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષ શક્તિસંપન્ન થવું જ મનોજવિત્વસિદ્ધિ પ્રાપ્ત કરવી છે. બીજી સિદ્ધિ વિકરણભાવ છે, જે પ્રાપ્ત થવાથી ઈદ્રિયો શરીરની અપેક્ષા વિના સૂક્ષ્મ, વ્યવહિત અથવા દૂરસ્થ વિષયોનું પણ ગ્રહણ કરવા લાગે છે. એ ઈદ્રિયોના સ્વરૂપમાં સંયમ કરવાનું ફળ છે. ત્રીજી સિદ્ધિ પ્રધાનજયછે. જેનું તાત્પર્ય પ્રકૃતિના વિકારોને વશમાં કરવાનું છે. જેના પરિણામસ્વરૂપયોગીનિબંધરૂપે અભિપ્રેત કાર્ય કરી શકે છે. એ ઈદ્રિયોનાકારણ અસ્મિતા અહંકાર વગેરેમાં સંયમ કરવાનું પરિણામ છે. યોગશાસ્ત્રમાં એ ત્રણેય સિદ્ધિઓ “મધુપ્રતીકા' કહેવાય છે. આ ગ્રાહ્ય તથા ગ્રહણના સ્વરૂપ-બોધથી થનારી સિદ્ધિઓને મધુપ્રતીકા કહેવાનો ભાવ એ છે કે એ મધુ=મોક્ષ આનંદનું પ્રતીક=ચિહ્ન હોય છે. કેમ કે તેમના પછી ગ્રહીતાના સ્વરૂપનો બોધ થવાથી “વિવેકગ્રાતિ' પ્રાપ્ત થઈ જાય છે. ૪૮ હવે - ચિત્ત અને પુરુપનો ભેદ જાણવાનું ફળ - सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं
सर्वज्ञातृत्वं च ॥४९॥ સૂત્રાર્થ- સર્વ-પુરુષાચતારતિમાત્રચો ચિત્ત અને પુરુષના ભેદને જાણનારાયોગી (સર્વમવધષ્ઠાતૃત્વમ) બધા જ ભાવ સત્તાત્મક ત્રિગુણમય પદાર્થોનું સ્વામિત્વ (૨) અને સર્વજ્ઞાતૃત્વ૬) સત્ત્વાદિ ગુણોનાં શાન્ત વગેરે સમસ્ત રૂપોને જાણવાથી વિવેકજ જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન મળોથી શૂન્ય સત્ત્વગુણપ્રધાન બુદ્ધિના અત્યંત નિર્મળ થઈ જતાં અને ઉત્કૃષ્ટ વારસજ્ઞા = વૈરાગ્યમાં રહેલા તથા સર્વ= બુદ્ધિ અને પુરુષની ભિન્નતાની દર્શનસ્થિતિમાં પ્રતિષ્ઠિત (ચિત્તવાળા) યોગીને સર્વમાવાધિષ્ઠાતૃત્વ = બધા જ ભાવો (વસ્તુઓનું) સ્વામિત્વ પ્રાપ્ત થઈ જાય છે. સર્વભાવાધિષ્ઠાતૃત્વનો ભાવ એ છે કે વ્યવસાય= જ્ઞાનાત્મક તથા વ્યવસેય= શેયાત્મક બધાં જ રૂપોવાળા સત્ત્વ, રજસ, તથા તમસ ગુણો પોતાના સ્વામી ક્ષેત્રીય = જીવાત્મા પ્રત્યે સંપૂર્ણ દૃશ્યાત્મક રૂપમાં = સમસ્ત ભોગ્ય પદાર્થોના રૂપે ઉપસ્થિત થઈ જાય છે. (સર્વજ્ઞાતૃત્વમ) અને યોગીને સર્વજ્ઞ પ્રાપ્ત થાય છે અર્થાત્ શાન = ભૂત, ત = વર્તમાન, તથા ચશ્ય = ભવિષ્ય, ધર્મભાવના રૂપે રહેલાં બધાં જ રૂપોવાળા સત્ત્વ આદિ ગુણોનું કોઈપણ જાતના ક્રમ વિના (એક સાથે) વિવેકજન્ય જ્ઞાન થાય છે. આ વિશોકા' નામની સિદ્ધિ છે જેને પ્રાપ્ત કરીને યોગી સર્વજ્ઞ (વિવેકજજ્ઞાનથી સંપન્ન). ક્લેશના બંધનોથી ક્ષીપા =દગ્ધફ્લેશબંધનવાળો અને વંશી= બધાંનો અધિષ્ઠાતા થઈને વિદતિ = વિચરણ કરે છે. ભાવાર્થ - ગ્રાહ્ય તથા ગ્રહણમાં સંયમ કરવાથી થતી સિદ્ધિઓનું કથન કરીને આ સૂત્રમાં ગ્રહીતામાં સંયમ કરવાના ફળનું કથન કરે છે. આ સૂત્રમાં “સત્ત્વ' શબ્દથી ચિત્ત (અંતઃકરણ)નું ગ્રહણ છે. વિવેકખ્યાતિના સમયે ચિત્ત સત્ત્વગુણપ્રધાન હોવાથી “સત્ત્વ”
યોગદર્શન
For Private and Personal Use Only