________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અસ્મિતા - ઈદ્રિયો સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થાય છે. માટે ઈદ્રિયોનું કારણ અહંકાર છે. આ જ ઉપાદાનકારણને અહીં “અસ્મિતા' કહી છે. (૪) અન્વય - ઈદ્રિયો અહંકારનું, અહંકાર મહત્તત્વનું અને મહતત્ત્વ પ્રકૃત્તિનું કાર્ય છે અને RUTTUપૂર્વ : +ાર્યTI : નિયમ પ્રમાણે કારણના ગુણ કાર્યમાં આવે છે. માટે ઈદ્રિયોમાં પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણ અનુગત છે. આ અન્વયીભાવને અહીં ઈદ્રિયોનું ચોથું રૂપ કહ્યું છે. (૫) અર્થવત્વ - આ શબ્દનો અર્થ છે – પ્રયોજનવાળું. ઈદ્રિયોનું પણ એ જ પ્રયોજન છે કે જે પ્રકૃતિનું છે. માટે પુરુપના ભોગ તથા અપવર્ગને સંપન્ન કરવાનું એ ઈદ્રિયોનું પાંચમું અર્થવત્વ રૂપ છે.
આ ઈદ્રિયોના સ્વરૂપ આદિમાં સંયમ કરવાથી યોગીને ઈદ્રિયોનાં યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે અને યથાર્થબોધ થવાથી યોગી ઈદ્રિયોના વશમાં ન થતાં તેમને પોતાને અધીન કરી લે છે. જેથી ઈદ્રિયોના વિષય-પ્રવણ-સ્વભાવ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. ઈદ્રિયો અંતર્મુખી થઈને યોગીની ઈચ્છાથી કાર્યરત થાય છે. એ જ યોગીનો ઈદ્રિયજય કહેવાય છે. કિ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૪૭ | હવે - ઈદ્રિયજયનાં ત્રણ ફળ - ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥४८॥ સૂત્રાર્થ-તિત) તે ઈદ્રિયજય થવાથી (નોનવત્વમ) મનની સમાન શરીરસ્થ ઈદ્રિયોના વેગવાળા થવું (વિરમાવ!) શરીરની અપેક્ષા વિના સૂક્ષ્મ, દૂરસ્થ વગેરે વિષયોનું ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું (૨) અને પ્રધાન :) પ્રકૃતિના વિકારોને વશમાં કરવા, એ ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - મનોજ્ઞવર્તમ) શરીરની અતિ ઉત્તમ ગતિ પ્રાપ્ત થવી એ જ મનોજવિત્વ છે. (વિરમાવ :) વિવેદ = દેહની અપેક્ષા વિના ઈદ્રિયોનું અભિષ્ટ (ઇચ્છિત) દેશમાં, અભિષ્ટ સમયમાં અને અભિષ્ટ વિષયને અનુકૂળ વૃત્તિ = ઈદ્રિયોનું વ્યાપારમાં લાગવું ‘વિકરણભાવ' છે. પ્રધાનના) પ્રકૃતિના બધા જ વિકારોને વશમાં થઈ જવું પ્રધાનજય છે. એ ત્રણેય સિદ્ધિઓ “મધુ પ્રતીક' કહેવાય છે. અને એ સિદ્ધિઓ કરી = ઈદ્રિયોના પાંચ રૂપોના જયથી પ્રાપ્ત થાય છે. ભાવાર્થ - ઈદ્રિયો પર જય કરવાથી ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૂત્ર (૩૪૭)માં ઈદ્રિયોનાં ગ્રહણ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાથી ઈદ્રિયજય બતાવ્યો છે, તેમનામાં ઈદ્રિયોનું ગ્રહણ (વિષયગ્રહણવૃત્તિ)માં સંયમ કરવાથી પહેલી મનોજવિત્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં વ્યાસ ભાષ્યમાં મનોજવિત્વનો અર્થ શરીરની અત્યંત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવી લખ્યું છે. અહીં શરીરથી અભિપ્રાય શરીરસ્થ બાહ્ય ઈદ્રિયો જ છે. કેમ કે મનના સમાન શરીરની ગતિ સંભવ નથી. મન પ્રમાણે ઈદ્રિયોની પ્રવૃત્તિ થાય છે. ઈદ્રિયોનું વિભૂતિપાદ
૨૯૫
For Private and Personal Use Only