________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગતિ ધર્મ, અને આકાશનો અનાવરણતા ધર્મ યોગીના પ્રતિબંધક નથી થતા. અર્થાત્ ભૂતજયી યોગીના ભૂતોનો ઉપયોગ લેવા રૂપ કાર્યોમાં આ કઠિનતા આદિ ધર્મ પ્રતિબંધ નથી કરતા. પ્રતિબંધ ન હોવાથી યોગી બધાં જ કાર્યોને નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન કરી લે છે. આ વિષયમાં પણ વ્યાસ ભાષ્યમાં કહ્યું છે - પત્થરમાં પ્રવેશ કરવો, અગ્નિનું ન બાળવું વગેરે વાતો પર યોગી પુરુષોએ વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. [* = સૃષ્ટિ-ક્રમને અનુકૂળ અર્થ કરવામાં આવે તો સંભવ કોટિ માં અન્યથા અસંભવ કોટિ માં આવશે. માટે આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે.] ૫ ૪૫ ૫ હવે – ભૂતજયની ફળ વ્યાખ્યા – रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् ।। ४६ । સૂત્રાર્થ - (રૂપ-તાવન્ય-વલ-વપ્રસંહનનત્વનિ) ભૂતોના વશીકારથી * યોગીને રૂપ=દર્શનીયરૂપ, લાવણ્ય=અનુપમ કાન્તિ, બળ=અતિશય બળ, અને વજ્રસંહનનત્વ વજ્રના જેવી અંગોની દૃઢતા એ (ાયસંવત) શારીરિક સંપદા (ઐશ્વર્ય) પ્રાપ્ત થાય છે.
+]
ભાપ્ય અનુવાદ – (યોગીના ભૂતજયથી ‘કાયસંપત્' નામનું ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય છે) અર્થાત્ યોગી વર્શનીય = રૂપવાન, શક્તિમાન = તેજસ્વી, અતિશયબલ = અત્યંત બળવાન અને વજ્રસંહનન વજ્રની સમાન સુદૃઢ તથા પુષ્ટ શરીર અવયવોવાળો થઈ જાય છે. ભાવાર્થ - પૃથ્વી આદિ પાંચ ભૂતોને વશ કરવાથી યોગીને જે કાયસંપત્ = શારીરિક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તેની વ્યાખ્યા આ સૂત્રમાં કરી છે. * અર્થાત્ ભૂતજયી યોગીનું શરીર દર્શનીય, તેજસ્વી, બળવાન તથા વજ્ર જેવું સદૃઢ થઈ જાય છે. આ ચાર ગુણોને જ ‘કાયસંપત્’ નામથી અહીં કહેવામાં આવ્યાં છે.
આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૫ ૪૬ ૫
=
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
હવે – ઇંદ્રિયોના પાંચ રૂપોમાં સંયમ કરવાનું ફળ –
ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः ।।४७।।
સૂત્રાર્થ - (પ્રદળ-સ્વરૂપ-અસ્મિતા-અન્વય-અર્થવત્વ-સંયપાત્) ગ્રહણ=નેત્ર વગેરે ઇંદ્રિયોનું રૂપ આદિ વિષયાભિમુખી વૃત્તિ-સ્વરૂપ=સાત્ત્વિક અહંકારનું કાર્ય હોવાથી ઇંદ્રિયોનું પ્રકાશકત્વ. અસ્મિતા=ઇંદ્રિયોનું કારણ અહંકાર, અન્વય=સત્ત્વ આદિ ગુણોનો પોતાનો પ્રકાશ, તથા સ્થિતિરૂપ ધર્મોથી ઈંદ્રિયોમાં અનુગત હોવું, અર્થવત્ત્વ=પુરુષના ભોગ અપવર્ગને સંપન્ન કરવા ઇંદ્રિયોનું પ્રયોજન છે. ઇંદ્રિયોના આ પાંચ રૂપોમાં સંયમ કરવાથી (ન્દ્રિયનય :) યોગી ઇંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. ભાષ્ય અનુવાદ - (પ્રદળ) પાંચભૂતોનું સામાન્ય તથા વિશેષાત્મક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, તથા ગંધ વિષય ગ્રાહ્ય છે. એ વિષયોમાં નેત્ર વગેરે ઇંદ્રિયોની વૃત્તિ = વર્તનશક્તિ
વિભૂતિપાદ
૨૯૩
For Private and Personal Use Only