________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
પ્રકૃતિઓ ભૂતજયી યોગીના સંકલ્પનું અનુસરણ કરવા લાગે છે. [* યોગીનાં સંકલ્પનું અનુસરણ કરવાનો અર્થ છે – એમનો ઉચિત પ્રયોગ કરવો, માટે આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૫ ૪૪૫
હવે – ભૂતો પર જયનું ફળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
ततोऽणिमादिप्रादुर्भाव : कायसंपत्
तद्धर्मानभिघातश्च ।। ४५ ।।
સૂત્રાર્થ - (સત :) તે ભૂતોના જયથી (અખિમટિપ્રાદુર્ભાવ :) યોગીને અણિમા આદિ સિદ્ધિઓ પ્રકટ થાય છે (યો. ૩/૪૬)(લાયસમ્પત્) સૂત્રમાં કહેલી કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે. (વ) અને (તન્દ્વર્ગામિવાત) પાંચભૂતોના કઠોરતા વગેરે ધર્મોથી અભિઘાત=રુકાવટ નથી થતી.
ભાષ્ય અનુવાદ - (અણિમાવિપ્રાદુર્ભાવ :) તેમનામાં ખિમ = અણુ = સૂક્ષ્મ થાય છે, તમિ=લઘુ=હલકાપણું થાય છે, મહિમા = મહાન થાય છે, પ્રાપ્તિ જેનાથી આંગળીના અગ્રભાગથી પણ ચંદ્રમાને અડકે છે, પ્રાન્તમ્ય= ઇચ્છાનું નિર્બાધ પુરું થવું, જેનાથી યોગી પાણીમાં ડૂબકી મારવા તથા બહાર આવવા સમાન ભૂમિમાં અંદર ચાલી જાય છે અને બહાર, આવી છે, શિત્વ = એ પાંચ ભૂતો તથા ભૌતિક પદાર્થોને વશમાં કરી લે છે, અને પોતે બીજાના વશમાં નથી થતો, શિતૃત્વ – એ પંચભૌતિક પદાર્થોના પ્રમવ=ઉત્પત્તિ, અવ્યય = વિનાશ તથા વ્યૂહ = સ્થિતિક્રમને ક૨વામાં સમર્થ થઈ જાય છે, યત્ર જામાવસાયિત્વ = સત્યસંકલ્પતા જેનાથી જેવો સંકલ્પ હોય તેવી જ પાંચભૂતો તથા ભૂતોની પ્રકૃતિઓ = તન્માત્રાઓની સ્થિતિ થઈ જાય છે. પરંતુ યોગી સમર્થ હોવા છતાં પદાર્થોને ઊલટા કરી નથી શકતો. કારણ એ છે કે પૂર્વસિદ્ધ કામાવસાયી સત્ય સંકલ્પવાળા (ઈશ્વર)નો ભૂતોમાં એવો સંકલ્પ હોય છે. આ અણિમા વગેરે આઠ ઐશ્વર્યો છે.
For Private and Personal Use Only
=
-
(ાયસમ્પત્) કાય-સંપત્તિના વિષયમાં આગળ (યો. ૩/૪૬)માં કહેવામાં આવશે. (તક્રર્નાનમિયત :) એ પાંચ ભૂતોના ધર્મ (યોગીના કાર્યોમાં) બાષા = રુકાવટ નથી કરતા. પૃથ્વી પોતાના મૂર્તિ= કઠોર ધર્મથી યોગીની શારીરિક ક્રિયાને નથી રોકતી. એટલા માટે યોગી શિલા (પત્થર)માં પણ પ્રવેશ કરી શકે છે. સ્નિગ્ધ જળ યોગીને ઓગાળવા અથવા પલાળવામાં સમર્થ નથી થતું, અગ્નિની ઉષ્ણતા યોગીને નથી બાળતી, વહનશીલ વાયુ યોગીને નથી ઉડાડતો અને આવરણ રહિત આકાશમાં પણ યોગી ઢાંકેલા શરીરવાળો થઈ જાય છે અર્થાત્ ગુપ્ત શરીરવાળો થઈ જાય છે અને તે યોગી સિદ્ધોથી પણ અદૃશ્ય થઈ જાય છે.
ભાવાર્થ - ગત સૂત્રમાં પૃથ્વી આદિ પાંચ ભૂતોનાં સ્થૂળ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાનું ફળ ભૂતજય=પાંચભૂતોનો વશીકાર કહેવામાં આવ્યોછે. તે ભૂતજયથી યોગીને અણિમા
વિભૂતિપાદ
૨૯૧