________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનામાં અવાન્તર ભેદક શબ્દ બોલવામાં નથી આવતો. શરીર, હાથ-પગ વગેરે અવયવોનો, વૃક્ષ શાખા વગેરેનો, વન વૃક્ષ વગેરેનો, અને ઝૂંડ (ટાળું) બકરી વગેરેના અયવયોનો સમૂહ હોય છે. પરંતુ અવયવ બોધક શબ્દ બોલવામાં નથી આવતો એટલા માટે તેમાં અવયવોનો ભેદ છૂપો રહે છે (૨) બીજો સમૂહ એ છે કે જેમાં શબ્દો દ્વારા અવયવોનો ભેદ પ્રકટ કરે છે. જેમ કે ‘મ ટેવમનુષ્ય દેવતા અને મનુષ્ય બંને છે. સમૂહના એક ભાગને દેવ શબ્દથી અને બીજા ભાગને મનુષ્ય શબ્દથી પ્રકટ કર્યો છે. એ સમૂહ ભેદ- વિચક્ષા અને અભેદ-વિવક્ષાના ભેદથી બે પ્રકારના છે. જેમ કે મામ્રાળ વન-આંબાનું વન, દ્રાક્ષનાં સંપ = બ્રાહ્મણોનો સંઘ. અહીં છઠ્ઠી વિભક્તિ ભેદ વિવક્ષામાં છે અને મમ્રવન અને વ્રીહી સં૫: તેમનામાંથી આંબા છે એ જ વન છે. તે જ રીતે જે બ્રાહ્મણો છે એ જ સંઘ છે, અહીં અભેદ વિવલા છે. આ સમૂહયુતસિદ્ધાવયવ અને અયુતસિદ્ધાવયવ ભેદથી બે પ્રકારના છે. અયુતસિદ્ધાવયવનું તાત્પર્ય છે કે જેના અવયવ જુદી પ્રતીતિથી રહિત મળીને સમૂહ બન્યા છે. જેમ કે શરીર, વૃક્ષ પરમાણુ વગેરે. એમાં શરીર વગેરેના અવયવ પરસ્પર મળેલા હોય છે અને યુતસિદ્ધાવયવજેના અવયવ જુદા જુદા હોય. જેમ કે આંબાના વનમાં આંબાનાં ઝાડ જુદાં જુદાં હોય છે, એક બીજાનાં આશ્રિત નથી હોતાં. એ જ પ્રકારે ગાયનો સંઘ વગેરેનાં ઉદાહરણ જાણવા જોઈએ. આચાર્ય પતંજલિના મતમાં અયુતસિદ્ધાવય-સમૂહને જ દ્રવ્ય માન્યું છે. પૃથ્વી વગેરે ભૂતોનું એવું મળેલું જ બીજું રૂપ છે. (૩) સૂક્ષ્મ – પૃથ્વી આદિ પાંચ સ્થૂળ ભૂતોનું કારણ પંચસૂક્ષ્મ ભૂત છે. જેમને પાંચ તન્માત્રા પણ કહેવામાં આવે છે. એ તન્માત્રાઓ પણ સૂક્ષ્મ કારણ અહંકારના અવયવોના અયુતસિદ્ધાવયવ સમૂહરૂપ હોય છે. એ પૃથ્વી વગેરે ભૂતોનું સૂક્ષ્મરૂપ ત્રીજું છે. (૪) અન્વય - પાંચ ભૂત પૃથ્વી આદિ પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મકા છે. ઉપાદાન કારણનો ગુણ કાર્યમાં અનુગત થાય છે. એટલા માટે પ્રકૃતિના સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણ જે ક્રમશઃ પ્રકાશ-ક્રિયા-સ્થિતિશીલ છે, એ પાંચેય ભૂતોમાં અનુગત થાય છે એ ભૂતોનું ચોથુ રૂપ છે. (૫) અર્થવત્વ - અહીં “અર્થશબ્દનો અર્થ “પ્રયોજન છે. એટલા માટે અર્થવત્વનો અર્થ પ્રયોજનવાળું છે. પ્રકૃતિ પુરુષના ભોગ–અપવર્ગરૂપ પ્રયોજનને સિદ્ધ કરે છે. માટે પ્રકૃતિથી બનેલા સમસ્ત ત્રિગુણાત્મક વિશ્વનું એ જ પ્રયોજન છે. એ ભૂતોનું પાંચમું રૂપ છે.
આ પ્રકારે પાંચભૂતોના આ પૂર્વોક્ત પાંચ રૂપોમાંથી યોગી જે રૂપમાં સંયમ કરે છે. તેના પર યોગીનો, સ્વરૂપજ્ઞાન થવાથી જય થાય છે. સ્થૂળ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાથી પાંચભૂતોના પાંચરૂપોનો સાક્ષાત્કાર યોગીને થઈ જાય છે, અને યોગી ભૂતજથી થઈ જાય છે. * વાછરડાની પાછળ ચાલનારી ગાયોની માફક પાંચભૂતોની ૨૯૦
યોગદર્શન
For Private and Personal Use Only