________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩Mાતા = દાહક ગુણવાળો છે, વાયુ પ્રાણી = પ્રણમનશીલ = વહનશીલ અને આકાશ સર્વતોતિ = સર્વત્રવ્યાપ્ત છે. આ બધાં “સ્વરૂપ” શબ્દથી કહેવામાં આવે છે. આ સામાન્ય સ્વરૂપના જ શબ્દ આદિ વિશેષ છે. તેવું કહ્યું પણ છે કે એક જાતિ (સામાન્ય) માં અંતર્ગત રહેનારા આ પૃથ્વી વગેરેના શબ્દ, સ્પર્શ આદિ ધર્મ માત્ર ભેદક છે.
આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમૂહને દ્રવ્ય કહેવામાં આવ્યાં છે. સમૂહ બે પ્રકારના હોય છે (૧) જેમનો ભેદ (શબ્દોથી) પ્રકટ નથી, એવા અવયવોથી યુક્ત સમૂહ જેવાં કે શરીર,વૃક્ષ, પૂથ = ઝૂંડ તથા વન. (૨) જેમનો ભેદ શબ્દોથી પ્રકટ છે, એવા અવયવોથી યુક્ત બીજો સમૂહ હોય છે. જેમ કે ૩ વમનુષ્ય – એમાં દેવ અને મનુષ્ય બંને તેનાં ઉદાહરણ છે. સમૂહનો એક ભાગ દેવ છે, અને બીજો ભાગ છે એ મનુષ્ય છે, તે બંનેથી જ સમૂહ કહેવાય છે. અને તે સમૂહ વિવક્ષિત ભેદ તથા અવિવક્ષિત ભેટવાળા છે. જેમ કે માત્રા વનમૂ= આંબાનું વન, બ્રાહિમનાં સંપ: = બ્રાહ્મણોનો સંઘ, એ વિવક્ષિત ભેદનાં ઉદાહરણો છે. અને મામ્રવન તથા બ્રાહળસંપ એ અવિવક્ષિત ભેદનાં ઉદાહરણ છે.
એ સમૂહ ફરી પાછા બે પ્રકારના છે, જેમ કે (૧) યુ દ્ધવિયવ તથા અયુતસિદ્ધાવયવ યુત સિદ્ધાવયવોના સમૂહનું ઉદાહરણ છે - વન અને સંઘ. અને અયુતસિદ્ધાવયવોવાળા સમૂહનાં ઉદાહરણ છે – શરીર, વૃક્ષ, પરમાણુ. પરંતુ મહર્ષિ પતંજલિનો પોતાનો મત એ છે કે મયુત સિદ્ધ = પૃથફ ન કરી શકાય તેવા અવયવોના ભેદથી યુક્ત સમૂહને દ્રવ્ય કહે છે. એ પંચ મહાભૂતોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
આ પૃથ્વી વગેરે ભૂતોનું સૂક્ષ્મરૂપ શું છે? સ્થૂળ ભૂતોનું કારણ તન્માત્રી જ સૂક્ષ્મરૂપ છે. તન્માત્રાનો એક અવયવ પરમાણુ છે કે જે સામાન્ય વિશેષાત્મક તથા અયુક્તસિદ્ધ અવયવોના ભેદથી યુક્ત સમૂહ છે. આ પ્રકારે બધી તન્માત્રાઓ ભૂતોનું ત્રીજું રૂપ છે.
હવે ભૂતોનું ચોથું રૂપ હતિ = પ્રકાશ, ક્રિયા = પ્રગતિ સ્થિતિ = જડતાના સ્વભાવવાળા ક્રમશઃ સત્ત્વ, રજસ તથા તમોગુણ છે, કે જે પોતાનાં કાર્યોના સ્વભાવનું અનુસરણ કરવાના કારણે સૂત્રમાં “અન્વય' શબ્દથી કહેવામાં આવ્યા છે અને આ ભૂતોનું પાંચમું રૂપ – “અર્થવત્ત્વ છે અર્થાત્ પુરુષનો ભોગ અપવર્ગના સંપાદનની સાર્થતા = સામર્થવિશેષ ગુણોમાં જ મવયિની અનુગત (સંગત) થાય છે. કેમ કે સત્ત્વવગેરે ગુણ તન્માત્રાઓમાં, મૂત=સ્થૂળભૂતોમાં તથા ભૌતિક પદાર્થોમાં છે. એટલા માટે બધા જ પદાર્થ અર્થવત્ = સાર્થક છે.
હવે એ ઉપર્યુક્ત પાંચ રૂપોમાં સંયમ કરવાથી યોગીને તે તે રૂપનું સ્વરૂપઃર્શન = સાક્ષાત્કાર અને તેમની પર વિજય પ્રાપ્ત થાય છે. તે પાંચ ભૂતોનાં સ્વરૂપોને જીતીને યોગી ભૂતજયી થઈ જાય છે અને ભૂતોના ભયથી ભૂતોની પ્રકૃતિઓ (તન્માત્રાઓ) આ યોગીના સંકલ્પોનું એવું જ અનુસરણ કરે છે, જેમ ગાય વાછરડાનું અનુસરણ કરે છે. ભાવાર્થ - આ શાસ્ત્રમાં પરિણમત્ર સંયમ (યો. ૩/૧૬) એ સૂત્રથી લઈને ૨૮૮
યોગદર્શન
For Private and Personal Use Only