________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ આઠ પ્રકારના ઐશ્વર્ય કાયસંપત તથા ભૂતોના ધર્મોથી અભિઘાત ન થવું એ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અણિમા, મહિમા, લઘિમા, વગેરે સિદ્ધિઓમાં ગરિમાનું નામ નથી. સંભવ છે કે વ્યાસ ભાગ્યમાં મહિમાની અંતર્ગત જ ગરિમાને માની હોય. કેટલાક વ્યાખ્યાકાર આ સિદ્ધિઓને શારીરિક માનીને જ વ્યાખ્યા કરે છે. પરંતુ એ માન્યતા અસંભવ તથા અસંગત જ જણાય છે કે યોગી શરીરને એટલુ બધું મહાન બનાવી લે કે આંગળીથી ચંદ્રમાને અડી શકે, ભૂમિમાં પાણીની જેમ ડૂબકી લગાવી શકે વગેરે. પરંતુ એ વાતો વ્યાસભાષ્યમાં લખી છે, એટલા માટે તેમને એકદમ મિથ્યા કહી દેવી પણ યોગ્ય નથી. આ વિષયમાં યોગીઓએ અવશ્ય જ સત્ય-અસત્યનો નિર્ણય કરવામાં સહાયક બનવું જોઈએ. વર્તમાન યુગના મહાન યોગીરાજ મહર્ષિ દયાનંદે આ સિદ્ધિઓના વિષયમાં આ પ્રકારે કહ્યું છે. -
(ક) “અણિમા વગેરે વિભૂતિઓ છે તે યોગીના ચિત્તમાં પેદા થાય છે. સંસારિક લોકો જે એમ માને છે કે એ યોગીના શરીરમાં પેદા થાય છે, એ યોગ્ય નથી. અણિમાનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને વિશેષ સૂક્ષ્મ કરીને માપનારું થાય છે. તે જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેપત૨ મોટું કરીને યોગીનું મન તેને ઘેરી લે છે, તેને ‘ગરિમા’ કહે છે. એ મનના ધર્મ છે. શરીરમાં તેમની શક્તિ નથી”
"
(ઉપદેશ મંજરી ૧૧મો ઉપદેશ) (ખ) “એટલે હૃદયમાં જ પરમાણુ પર્યંત જેટલા પદાર્થ છે, તેમને યોગ જ્ઞાનથી યોગી જાણે છે. બહારના પદાર્થોથી થોડો ઘણો પણ ધ્યાનમાં સંબંધ યોગી નથી રાખતો, પરંતુ આત્માથી જ ધ્યાનનો સંબંધ છે બીજાથી નહીં. (શાસ્ત્રાર્થ) (ગ) “તેનાથી નિર્મળ પ્રકાશ સ્વરૂપ ચિત્ત થાય છે. જેવું સૂક્ષ્મ વિભુ આકાશ છે, તેવી જ યોગીની બુદ્ધિ થાય છે. ત્યાં પોતાના હૃદયમાં વિશાળ સ્થિતિ થવાથી બુદ્ધિની જે શુદ્ધ પ્રવૃત્તિ, તે જ બુદ્ધિ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિ તેમના જેવી જ પ્રભા તેવી જ યોગીની બુદ્ધિ સમાધિમાં થાય છે.” (શાસ્ત્રાર્થ) આ ઉદાહરણોથી સ્પષ્ટ છે કે અણિમા આદિ સિદ્ધિઓ માનસિક છે, શારીરિક નથી અને એ સિદ્ધિઓમાં કામાવસાયિત્વ=સત્યસંકલ્પ હોવો, તેના વિષયમાં વ્યાસ-ભાષ્યમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યોગી ન તો ઈશ્વરની તુલ્ય થઈ શકે છે કે ન તો ઈશ્વર-રચિત પદાર્થોમાં વિપર્યય કરી શકે છે. યોગી ચંદ્રને સૂર્ય અથવા સૂર્યને ચંદ્ર વગેરે ઈશ્વરીય-સૃષ્ટિમાં વિપર્યય કદાપિ કરી નથી શકતો, કેમ કે પદાર્થોને વિપરીત કરવાનું સામર્થ્ય યોગીમાં નથી હોતું અને એવું કરવું એ ઈશ્વરના સંકલ્પની વિરુદ્ધ છે.
આ સિદ્ધિઓ ઉપરાંત ‘હ્રાયસમ્પત્ ની વ્યાખ્યા આગળના સૂત્રમાં કરવામાં આવી છે. માટે ત્યાં જ દ્રષ્ટવ્ય છે. સૂત્રમાં કહેલી ત્રીજી સિદ્ધિ તત્વમાંનમિષાત નું તાત્પર્ય એ છે કે * પૃથ્વીનો કઠિનતા ધર્મ, જળનો સ્નેહ ધર્મ, અગ્નિનો બાળવાનો ધર્મ, વાયુનો
૨૯૨
યોગદર્શન
For Private and Personal Use Only