________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજાના શરીરમાં પ્રવેશ કરે છે અને તે ધારણાથી (સત્ત્વગુણ પ્રધાન હોવાથી) પ્રકાશસ્વરૂપ બુદ્ધિસત્ત્વનું જે નાવરણ = (રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા અવિદ્યાદિ ક્લેશ, કર્ભાશય તથા તેના ફળ રૂપ)નો ક્ષય થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં ચિત્તવૃત્તિના બે ભેદ માન્યા છે - એક “કલ્પિતા' જેને “વિદેહ ધારણા' કહે છે. બીજી “અકલ્પિતા', જેને “મહાવિદેહા' કહે છે. અહીં કલ્પિતા શબ્દનો અર્થ સંકલ્પ કરેલી વૃત્તિ છે. જે શરીર-સાપેક્ષ હોય છે. અને અકલ્પિતા વૃત્તિ શરીર નિરપેક્ષ સંકલ્પ-રહિત હોય છે. શરીર વિષયક અહંકારનો પરિત્યાગ કરીને જયારે ચિત્ત સ્વતંત્રતાથી પોતાનો વ્યાપાર બહાર-અંદર વ્યાપક પરમાત્મામાં લગાવી રાખે છે, તે ધારણા અકલ્પિતા છે, તેને જ મહાવિદેહા કહે છે. યોગી યોગસાધનારત પ્રથમ #ઉત્પતી = સંકલ્પપૂર્વક વૃત્તિથી પોતાની સાધનાનો પ્રારંભ કરે છે, તેમાં સફળતા પ્રાપ્ત કરીને અકલ્પિતા ધારણામાં નિરંતર અભ્યાસ કરે છે. તેમાં સંયમ કરવાથી યોગીને જયારે સફળતા મળે છે, ત્યારે તેના સાત્ત્વિક ચિત્તના આવરણભૂત અવિદ્યા આદિ ક્લેશ, કર્ભાશય તથા તેનાં ફળોનો ક્ષય થઈ જાય છે. એ ચિત્તનું આવરણ રજોગુણ તથા તમોગુણ મૂલક હોય છે. તેમના દ્વારા ચિત્તને ઢાંકવાથી અવિદ્યા આદિ ક્લેશોની ઉત્પત્તિ થાય છે અને કર્માશય ફલોન્મુખ થાય છે. યોગાભ્યાસ કરતાં-કરતાં જ્યારે સત્ત્વગુણ પ્રધાન ચિત્ત થઈ જાય છે, ત્યારે સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણનો અભિભવ કરી દે છે, જેથી આ ગુણોથી પ્રકટ થનારા આવરણનો નાશ થઈ જાય છે. આ સિદ્ધિ દ્વારા યોગી ઈચ્છા અનુસાર વિચરણ કરતો પરશરીરોમાં પ્રવેશ કરી શકે છે.
તેનો આશય એ છે કે જ્યાં સુધી ચિત્તવૃત્તિ રજોગુણ તથા તમોગુણના કારણે મલિન રહે છે, ત્યાં સુધી પરમાત્માની ઉપાસનામાં લાગી નથી શકતી. જયારે સત્ત્વગુણની પ્રધાનતા યોગસાધનાથી થઈ જાય છે અને બીજા રજોગુણ વગેરેનો અભિભવ થઈ જાય છે, ત્યારે ચિત્તવૃત્તિ પ્રકાશસ્વરૂપ તથા શુદ્ધ હોવાથી પરમાત્મા સ્થિર થવા લાગે છે તે વખતે સંકલ્પપૂર્વક ચિત્તવૃત્તિને પરમાત્મામાં લગાવવામાં આવે, તો તેનું નામ વિદેહ ધારણા છે અને તેના જ ફરી ફરીને સુદઢ અભ્યાસથી જયારે સંકલ્પ વિના ચિત્તવૃત્તિ પરમાત્મામાં સ્થિર થાય છે તેને “મહાવિદેહ ધારણા' કહે છે.
આ સૂત્ર તથા ભાષ્યના વ્યાખ્યાકારોને ‘હજુ શબ્દને સમજવામાં મોટી ભ્રાન્તિ થઈ છે. તેઓ એનો અર્થ બાહ્ય દેશ અથવા બાહ્ય વિષયમાં ચિત્તવૃત્તિને લગાવવી એવો કરે છે, પરંતુ તેમણે સૂત્ર તથા ભાષ્યમાં કહેલાં પરિણામ પર ધ્યાન નથી આપ્યું. શું પ્રકાશ આવરણનો ક્ષય બહિદશમાં ચિત્ત લગાવવાથી થઈ શકે ખરો? આ ફળ પર જો તેઓ વિચાર કરતે તો તેમને પોતાની વ્યાખ્યા અસંગત જ લાગત. આ સૂત્ર તથા ભાષ્યને સમજવા માટે બીજા આધ્યાત્મિક શાસ્ત્રોનું પણ અવલોકન પરમ આવશ્યક છે. મુંડકોપનિષદ ૨/૨/૮ માં લખ્યું છે કે –
૨૮૬
યોગદર્શન
For Private and Personal Use Only