________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥
અર્થાત્ – “જયારે જીવના હૃદયની અવિદ્યા અજ્ઞાનરૂપી ગાંઠ કપાઈ જાય છે, ત્યારે બધાં સંશય છિન્ન થઈ જાય છે અને ખરાબ કર્મ ક્ષયને પ્રાપ્ત થાય છે, ત્યારે તે પરમાત્મા કે જે પોતાના આત્માની અંદર અને બહાર વ્યાપી રહ્યા છે, તેમાં નિવાસ કરે છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) આ જ વાત આ સૂત્રમાં કહી છે, માટે અહીં ‘બહિર્' શબ્દથી બહાર – સમસ્ત બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપક પરમાત્માનું ગ્રહણ કરવું જ સંગત છે. કેમ કે તેમના સાક્ષાત્કારથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. અહીં ‘બિહ' શબ્દને ઉપલક્ષણ તથા સાપેક્ષ માનીને અંદર-બહાર વ્યાપક પરમાત્માનો વાચક માનવો જ સર્વથા સંગત છે. કેમ કે શાસ્ત્રકારો એ પરમાત્માને બહાર-અંદર સર્વત્ર પરિપૂર્ણ માન્યા છે.
આજે ‘બહિર્’ શબ્દની માફક (યો. ૩/૧) સૂત્રના ભાષ્યમાં બાહ્ય વાવિષયે પાઠ મળે છે. તેની પણ વ્યાખ્યા ટીકાકારોએ અસંગત કરી છે. મહર્ષિ દયાનંદે ત્યાં ‘બાહ્ય’ શબ્દથી ૫૨માત્માનું મુખ્ય નામ ‘રૂમ અથવા ગાયત્રી મંત્રનો જપ તથા તેમના વાચ્ય પરમેશ્વરનો હૃદયમાં વિચાર કરવો એ અર્થ ગ્રહણ કરતાં લખ્યું છે કે – “બાહ્ય વિષય જેવો કે કાર અથવા ગાયત્રી મંત્ર તેમાં ચિત્ત લગાવે,..અને તેના અર્થ કે જે ઈશ્વર છે તેને હૃદયમાં વિચારે......ઓંકારનો વાચ્ય ઈશ્વર છે અને તેનો વાચક ઓંકાર છે. બાહ્ય વિષયથી તેમને જ લેવાં, અન્ય કોઈ નહીં. (શાસ્રાર્થ સંગ્રહ) માટે આ ‘બાહ્ય’ શબ્દની જેમ આ સૂત્રમાં પણ ‘વ્રુત્તિ :’ શબ્દથી પરમેશ્વર તથા ઓંકાર ઉપાસનાનું જ ગ્રહણ કરવું ઉચિત છે. તેનાથી જ પ્રકાશાવરણનો ક્ષય સંભવ છે, નહીંતર નહીં. [* આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે.] ૫ ૪૩ ॥ હવે – પંચભૂતોના સ્વરૂપોમાં સંયમ કરવાનું ફળ – स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः ॥ ४४ ॥
=
-
સૂત્રાર્થ - (સ્ક્રૂત સ્વરૂપ સૂક્ષ્મ અન્વયે અર્થતત્ત્વ સંયમાતા) પૃથ્વી વગેરે પાંચભૂતોનું સ્થૂળ રૂપ, સામાન્યસ્વરૂપ, ભૂતોની તન્માત્રા વગેરે સૂક્ષ્મરૂપ, અન્વય=પૃથ્વી વગેરેમાં કારણરૂપથી ગુણત્રયનું અન્વયી ભાવથી મળેલા રહેવું, અને અર્થવત્ત્વ=પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિને માટે પંચભૂતોનું કાર્યરત રહેવું, યોગી તેમના સ્વરૂપોમાં સંયમ કરવાથી (મૂતનય :) પૃથ્વી વગેરે પાંચ ભૂતો પર વિજય પ્રાપ્ત કરી લે છે. ભાપ્ય અનુવાદ - તેમનામાં પાર્થિવારિ = પૃથ્વી વગેરે પાંચમહાભૂતોમાં રહેનારા શવ્પતિ = શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ વિશેષ ધર્મો આકારાદિ ધર્મોની સાથે સ્થૂળ શબ્દથી કહેવામાં આવ્યા છે. એ ભૂતોનું પહેલું સ્વરૂપ છે. ભૂતોનું બીજું રૂપ તેમનું સામાન્ય છે. જેમ કે ભૂમિ મૂર્તિ= પિંડરૂપ અથવા કઠણરૂપ છે, જળ સ્નેહરૂપ છે, અગ્નિ
વિભૂતિપાદ
For Private and Personal Use Only
૨૮૭