________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્પર્શની પ્રાપ્તિ, આદર્શ સિદ્ધિથી દિવ્યરૂપ અનુભૂતિ, આસ્વાદ – સિદ્ધિથી દિવ્યરસની અનુભૂતિ અને વાર્તા-સિદ્ધિથી દિવ્યગંધનું વિજ્ઞાન થાય છે. આ દિવ્ય અનુભૂતિઓ યોગીને નિત્ય થવા લાગે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - આનાથી પ્રથમ સૂત્રમાં સ્વાર્થ-સંયમથી પુરુષ જ્ઞાન=આત્મ-તત્ત્વનો બોધ બતાવ્યો છે. આ સૂત્રમાં પુરુષ જ્ઞાનથી પ્રાતિભ આદિ બીજી સિદ્ધિઓ બતાવવામાં આવી છે. (યો. ૩/૩૭) સૂત્રથી સ્પષ્ટ છે કે એ સિદ્ધિઓ સમાધિમાં વિઘ્ન છે અને વ્યુત્થાનકાળ (સાધારણ દશા)માં જ એમને સિદ્ધિઓ કહેવાય છે. આ સિદ્ધિઓનું સ્વરૂપ વ્યાસભાપ્ય પ્રમાણે આ પ્રકારે છે -
(૧) પ્રાતિભ - મનમાં સૂક્ષ્મ=અતીન્દ્રિય વ્યવહિત=કોઈક વ્યવધાનથી છુપાયેલી, વિપ્રકૃષ્ટ=દૂર રહેલી, અતીત–વીતેલા સમયની અને અનાગત=ભવિષ્યમાં થનારી વસ્તુઓને જાણવાનું સામર્થ્ય ઉત્પન્ન થઈ જાય છે.
(૨) શ્રાવણ - શ્રવણેન્દ્રિયમાં દિવ્યશ્રવણનું સામર્થ્ય પ્રકટ થવું અર્થાત્ સૂક્ષ્મ, દૂરસ્થાદિ ધ્વનિઓને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે.
(૩) વેદન - ત્વચા ઇંદ્રિયમાં દિવ્યસ્પર્શની પ્રાપ્તિ થવી અર્થાત્ સૂક્ષ્મ વ્યવહિત આદિ સ્પર્શનો અનુભવ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. વેદ્યતેતિ વૈવનમ, જેનાથી સ્પર્શ પ્રતીતિ કરી શકાય તેને વેદન કહે છે.
(૪) આદર્શ - ‘આ સમન્તાદ્ દૃશ્યને નુમૂત્તે રૂપમનેન આ વ્યુત્પત્તિ અનુસાર નેત્ર ઇંદ્રિયમાં દિવ્યરૂપને જોવાની શક્તિ પ્રાપ્ત કરવી અર્થાત્ સૂક્ષ્મ વ્યવહિત અથવા દૂરસ્થ રૂપને જોવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે.
-
(૫) આસ્વાદ – રસેન્દ્રિયમાં દિવ્યરસનું જ્ઞાન પ્રકટ થવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત વગેરે રસના આસ્વાદનનું સામર્થ્ય પ્રાપ્ત કરવું.
(૬) વાર્તા – ઘ્રાણેન્દ્રિય (નાસિકા)માં દિવ્યગંધ જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત તથા દૂરસ્થ આદિ ગંધોને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે.
યોગાભ્યાસી પુરુષને આ સિદ્ધિઓ દ૨૨ોજ થતી રહે છે. માટે યોગીએ તેમનાથી પ્રતિક્ષણ સાવધાન તથા અપ્રમત્ત રહેવું જોઈએ. કેમ કે એ યોગીના પતનનું કારણ પણ બની શકે છે. વિષયોની એ પ્રબળ અનુભૂતિ વિષયોમાં આસક્તિનું કારણ પણ બની શકે છે. આ વિષયમાં મનુ ભગવાને સ્પષ્ટ કહ્યું છે વત્તવનિન્દ્રિયગ્રામો વિદ્યાસમપિ યંતિ અર્થાત્ બળવાન ઇંદ્રિયો વિદ્વાન પુરુષને પણ આકૃષ્ટ કરી લે છે. [ * = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ॥ ૩૬ શા
હવે – એ સિદ્ધિઓ કયારે, શું થાય છે?
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥ ३७ ॥
સૂત્રાર્થ - (તે) તે પ્રાતિભાદિ સિદ્ધિઓ (સમાધૌ) સ્થિર ચિત્તવાળા પુરુષની ચિત્ત વૃત્તિ નિરોધ દશામાં (૩પસf :) = વિઘ્ન બાધક છે અને (વ્યસ્થાને) વ્યુત્થાન
વિભૂતિપાદ
૨૦૯
=
For Private and Personal Use Only