________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ કરવાથી પુરુષવિષયક પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિનિષ્ઠ પુરુષવિષયક જ્ઞાનથી પુરુષ (ચેતન આત્મા)નું જ્ઞાન નથી થતું. પુરુપ સ્વયં જ તે શુદ્ધ પુરુપના જ્ઞાન જે સ્વાત્મામાં આશ્રિત જુએ છે. કેમ કે બુદ્ધિ તો તે જ્ઞાન સુધી પહોંચાડીને નિવૃત્ત થઈ જાય છે, એવું કહ્યું પણ છે – અરે તે વિજ્ઞાતા = જ્ઞાનના કર્તાને કયા સાધનથી જાણી શકાય છે. ભાવાર્થ - અહીં “સત્ત્વ' શબ્દનો આશય ચિત્તની સત્ત્વગુણ પ્રધાન બુદ્ધિવૃત્તિથી છે. વ્યાસ-ભાષ્યમાં તેને હજી વધુ સ્પષ્ટ કરતાં લખ્યું છે કે – જો કે ચિત્ત ત્રિગુણાત્મક છે, પરંતુ જયારે રજોગુણ તથા તમોગુણને દબાવીને સત્ત્વ ગુણની મુખ્યતા થાય છે, તો તે ચિત્ત પ્રખ્યાશીલ પ્રકાશશીલ હોવાથી ‘સત્ત્વ' કહેવાય છે. આ સર્વ’ પુરુષથી તદ્દન જૂદું છે. પુરુપ ચેતન છે તો સત્ત્વ અચેતન (જડ) છે, પુરુષ અપરિણામી છે, તો સત્ત્વ પરિણામી અને પુરુપ શુદ્ધ છે, તો સત્ત્વ રજોગુણ વગેરેથી યુક્ત હોવાથી શુદ્ધ નથી. પરંતુ પુરુષને બાહ્ય સુખ-દુ:ખનો ભોગ, સત્ત્વના આશ્રયથી જ થાય છે. નેત્ર આદિ ઈદ્રિયોથી ગૃહીત બાહ્ય વિષય જેવું સત્ત્વ (બુદ્ધિ)માં ભાસિત થાય છે, પુરુષને તેવી જ પ્રતીતિ થાય છે. બાહ્ય-વિષયોના આશ્રયથી સત્ત્વની જેવી શાન્ત, ઘોર અથવા મૂઢ વૃત્તિ થાય છે, પુરુષ પણ તેવો જ અનુભવ કરે છે, આ સત્ત્વ અને પુરપની પ્રત્યયાવિશેષ બંનેની એકાકાર (એક જેવી) પ્રતીતિ જ ભોગ કહેવાય છે. આ પ્રતીતિમાં ભોગનાં સાધન સત્ત્વ વગેરે છે, ભોગ્ય વિષય છે અને ભોક્તા પુરુપ છે. પુરુપને ભોગ કરાવવામાં સત્ત્વવૃત્તિ સાધન હોવાથી “પાર્થ” કહેવાય છે.
આ સત્ત્વથી સર્વથા ભિન્ન પુરુષમાં જયારે સત્ત્વવૃત્તિમાં ભાસિત કોઈ બાહ્ય વિષય પ્રતિભાસિત નથી હોતો, ત્યારે પુરુષ શુદ્ધ ચેતનસ્વરૂપ હોય છે (થાય છે). તે પોતાના સ્વરૂપમાં સંયમ કરવાથી યોગીને પોતાના પુરુ૫ = આત્મતત્ત્વનો બોધ અથવા સાક્ષાત્કાર થાય છે. તે સમયે સત્ત્વવૃત્તિ પણ સર્વથા નિવૃત્ત થઈ જાય છે, કેમ કે સત્ત્વ વૃત્તિથી સંબદ્ધ રહેતાં પુરુષનો બોધ નથી થઈ શકતો. [ * = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૩પ છે હવે આત્મ તત્ત્વના બોધનું ફળ – तत: प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता
ગાયત્તે / રૂદ્દ .. સૂત્રાર્થ – (તત) કે તે પુરુષજ્ઞાન=આત્મતત્ત્વના બોધથી યોગીને પ્રતિમ-શ્રવણવેના સ્વાદવ ) પ્રાતિજ, શ્રાવણ, વેદન, આદર્શ, આસ્વાદ અને વાર્તા એ છે સિદ્ધિઓ (ગાયત્તે પ્રકટ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ-પ્રતિભસિદ્ધિથી સૂક્ષ્મ, વ્યવધાનયુક્ત (ઢંકાયેલા) દૂરસ્થ, અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. શ્રાવણસિદ્ધિથી દિવ્ય શબ્દોનું શ્રવણ, વેદના-સિદ્ધિથી દિવ્ય ૨૭૮
યોગદર્શન
For Private and Personal Use Only