________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્તને પોતાના શરીરમાંથી કાઢીને બીજા શરીરોમાં પ્રવેશ કરાવે છે અને પ્રવિષ્ઠ ચિત્તની સાથે યોગીની ઈદ્રિયો ઈદ્રિયશક્તિઓ પણ અનુસરણ કરે છે. જેમ મધમાખીઓ ઊડતાં મધમાખી રાજાની પાછળ ઊડે છે અને તેના બેસવાથી = (પ્રવિષ્ટ થતાં) બેસી જાય છે. (પ્રવિષ્ટ થઈ જાય છે, તે જ રીતે ઈદ્રિય-શક્તિઓ ચિત્તના પરશરીરમાં પ્રવિષ્ટ થતાં તેનું અનુસરણ કરે છે. ભાવાર્થ - આ સૂત્રને સમજાવવાને માટે પાઠકોને જીવાત્માનો શરીરસંયોગ થવાના કારણો તથા જીવાત્માની સાથે જન્મ-જન્માંતરોમાં સાથે જનારા સૂક્ષ્મ શરીરને જાણવું ઘણું જ જરૂરી છે. જીવાત્મા પોતાના શુભ અશુભ કર્મોના કારણે ઈશ્વરીય વ્યવસ્થાથી જુદી જુદી યોનિઓમાં ગમનાગમન કરતો રહે છે. માટે બંધનનું કારણ શુભ-અશુભ કર્મજન્ય કર્ભાશય છે અને પરમેશ્વર સૂક્ષ્મ શરીરને જીવાત્માની સાથે સૃષ્ટિની શરૂઆતમાં સંયુક્ત કરે છે. તેનું જ મુખ્ય ઘટક ચિત્ત છે. જીવના બંધનનું કારણ પણ એ ચિત્તસ્થ કર્ભાશય જ છે. જયારે યોગી યોગબળથી કર્ભાશયને શિથિલ કરી દે છે, ક્ષીણપ્રાય કરી દે છે, તેથી કર્ભાશય ચિત્તને બાંધવામાં અસમર્થ થઈ જાય છે અને ચિત્તનો સંચારમાર્ગ=ગતિના માર્ગોને યોગી જાણી લે છે, ત્યારે યોગી પોતાના ચિત્તને પોતાના વર્તમાન શરીરમાંથી કાઢીને બીજા શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. ચિત્તનો ગતિમાર્ગ સૂક્ષ્મ નાડીઓ તથા બાહ્ય-ઈદ્રિયો જ છે જેનાથી ચિત્ત ગમનાગમન કરી શકે છે. અને ચિત્ત પણ શરીરમાં એકલુંજનથી જતું, બલ્ક ઈદ્રિયો પણ મધમાખી રાણીનું અનુસરણ કરનારી મધમાખીઓની જેમ જાય છે.
* જો કે આ ચિત્તના પરશરીર પ્રવેશની વાત ઘણી જ આશ્ચર્યજનક જણાય છે. પરંતુ સૂત્રકાર તથા ભાગ્યકાર બંનેએ આ યોગજ-સિદ્ધિને માની છે, માટે શંકાને સ્થાન નથી રહેતું. તેમ છતાં એ બધા જ વિષય યોગીગમ્ય જ છે. આ વિષય પર યોગાભ્યાસ દ્વારા બીજી સિદ્ધિઓની જેમ અનુભૂતિ કરીને વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ અવશ્ય કરવું જોઈએ. (યો. ૩/૪૩) સૂત્રમાંના ભાગ્યમાં પણ ‘અથાપ૨શરીરવિત્તિ યોનિ:', લખીને વ્યાસ મુનિએ પરશરીર પ્રવેશની વાત માની છે. પરંતુ પરશરીરનો આશય બીજાનાં શરીરોમાં પ્રવેશ ન માનતાં જન્માંતર માની શકાય છે. કેમ કે ઈદ્રિયોનું અનુગમન પણ આ વાતની જ પુષ્ટિ કરે છે. વર્તમાન શરીરમાં જીવાત્માની સ્થિતિ કર્ભાશયવશ (પ્રારબ્ધ કર્મને આધીન) છે. જયારે યોગી આ કર્ભાશયના બંધનને શિથિલ કરી દે છે અને ચિત્તના ગમન માર્ગને જાણી લે છે, ત્યારે એક શરીરથી બીજા નવીન શરીરમાં પ્રવેશ કરવામાં કર્ભાશયનું બંધન પ્રતિબંધક નથી થતું. જેનાથી યોગી નિર્વિઘ્નતાપૂર્વક સ્વેચ્છાથી બીજા શરીરમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ બીજા મનુષ્યો એવું સ્વેચ્છાથી નથી કરી શકતા. [+= અહીં બીજાનાં શરીરમાં પ્રવેશ કરવાનો અર્થ એ લેવો જોઈએ કે બીજાનાં માનસિક વિચારોને સારી રીતે જાણી લે છે. અન્યથા આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં આવે છે.] [ ૩૮ છે હવે - ઉદાનના જયનું ફળ –
વિભૂતિપાદ
૨૮૧
For Private and Personal Use Only