________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उदानजयाज्जलपंककण्टकादिष्वसंग
૩mત્તિ / રૂ . સૂત્રાર્થ - યોગી (8ાનનયાત) કંઠસ્થ + ઉદાન નામના વાયુ પર વિજય પ્રાપ્ત કરવાથી નિત્ત-પં-Tટ૬િ ) પાણી, કીચડ અને કાંટા વગેરેવાળા સ્થાનોમાં (અ) સંગ રહિત રહે છે (૨) અને (૩ન્તિ :) ઉદાનજયથી મૃત્યુના સમયમાં ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. ભાપ્ય અનુવાદ - બધી જ ઈદ્રિયોની વૃત્તિ (વ્યાપાર) પ્રાણ વગેરે લક્ષણવાળી છે અર્થાતુ પ્રાણોના આશ્રયથી થાય છે અને એ પ્રાણોનો વ્યાપાર જ જીવન છે. તે પ્રાણની ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) મુખ અને નાસિકાથી હૃદય પર્યત સંચાર કરનારો વાયુ “પ્રાણી છે. (ર) ખાધેલા પીધેલા આહાર (ભોજન) ને સમ= સમાનરૂપથી લઈ જવાના કારણે હૃદયથી લઈને નાભિ પર્યત કાર્ય કરનારો વાયુ “સમાન' છે. (૩) મળમૂત્ર વગેરેને અપનયન = નીચે લઈ જવાના કારણે નાભિથી લઈને પગના તળિયા સુધી કાર્ય કરનારો વાયુ “અપાન' છે. (૪) (કંઠથી) ઉપર લઈ જવાના કારણે માથા સુધી કાર્ય કરનારો વાયુ ઉદાન' છે, (પ) અને સમસ્ત શરીરમાં વ્યાપક થઈને કાર્ય કરનારો વાયુ વ્યાન છે. આ બધામાં પ્રાણ પ્રધાન = મુખ્ય છે.
યોગી ‘ઉદાન” નામના પ્રાણ પર સંયમ કરીને) જય કરવાથી પાણી, કીચડ, કાંટા વગેરેના સંગથી રહિત થઈ જાય છે અને તેની પ્રથાળતિ = મૃત્યુના સમયે
ત્તિ = ઉર્ધ્વગતિ થાય છે. અને યોગી એ ઉત્ક્રાન્તિ–ઉર્ધ્વગતિને પોતાને આધીન કરી લે છે. અનુવાદ-આ ભૌતિકશરીરના જીવનનો આધાર પ્રાણ છે. પ્રાણોના આશ્રયથી જ બધી ઈદ્રિયોનો વ્યાપાર થાય છે. પ્રાણના ભેદતથા તેમનાં કાર્ય કરવાનાં સ્થાન વ્યાસ-ભાયમાં બતાવ્યાં છે અર્થાત પ્રાણ, સમાન, અપાન, ઉદાન અને વ્યાન એ કાર્યભેદથી પ્રાણના પાંચ ભેદ છે. તેમનામાં પ્રાણ મુખથી તથા નાસિકાથી લઈને હૃદય સુધી કાર્ય કરે છે. સમાનવાયુ હૃદયથી લઈને નાભિ સુધી કાર્ય કરે છે. તેનું કાર્ય ખાધેલા પીધેલા પદાર્થોના રસને સમાનરૂપે સંપૂર્ણ શરીરમાં પહોંચાડવાનું છે. અપાનવાયુ નાભિથી લઈને પગના તળિયા સુધી કાર્ય કરે છે. તેનું વિશેષ કાર્ય મળ મૂત્ર આદિને નીચેની તરફ લઈ જવાનું છે. ઉદાનવાયુ કંઠથી ઉપર માથા સુધી કાર્ય કરે છે અને તેનું કાર્ય ઉર્ધ્વગતિ કરવાનું છે. યોગી એમાં જ સંયમ કરીને મૃત્યુના સમયે ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે અને વ્યાન-વાયુ આખા શરીરમાં વ્યાપક થઈને ગતિ કરે છે, તેના આશ્રયથી લોહીનું ભ્રમણ વગેરે શરીરમાં થાય છે. તે બધામાં પ્રાણવાયુ બધાનો આધાર હોવાથી મુખ્ય છે.
અહીં ઉદાન વાયુમાં સંયમ કરવાનાં બે ફળ બતાવ્યાં છે – એક જળ, કીચડ અને કાંટા વગેરેમાં ન ફસાવું અર્થાત્ યોગીનું શરીર એટલું હલકું થઈ જાય છે કે જેના કારણે ૨૮૨
યોગદર્શન
For Private and Personal Use Only