________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશા=અસ્થિર ચિત્તની દશામાં (સિદ્ધય:) સિદ્ધિઓ છે. ભાષ્ય અનુવાદ - તે પૂર્વ સૂત્રોક્ત પ્રાતિજ, શ્રાવણ વગેરે સિદ્ધિઓ સહિત = સ્થિર ચિત્તવાળા યોગીને માટે સમાધિ માર્ગમાં તો ઉત્પન્ન થનારા ૩પસ= વિપ્ન (અંતરાય) છે. કેમ કે એ દૃર્શન = વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં હર્ષ, ગૌરવ, આશ્ચર્ય વગેરે કરવાથી પ્રત્યનીવ=વિરોધી છે. અને જે વ્યસ્થિત ચિત્તવાળા=અસ્થિર ચિત્તવાળા છે, તેમને માટે ઉત્પન્ન પ્રાતિભ આદિ સિદ્ધિઓ છે. ભાવાર્થ- યોગાભ્યાસી પુરુપની બે દશાઓ હોય છે એક સમાધિ = ચિત્તવૃત્તિના નિરોધની દશા અને બીજી વ્યુત્થાન દશા. યોગાભ્યાસમાં - રત પુરપ અનવરત સમાધિ - દશામાં જ નથી રહેતો, આ ભૌતિક શરીરના નિર્વાહ માટે સાંસારિક કાર્ય પણ કરે છે, ભોજન વગેરે કાર્યોમાં પણ રત રહે છે અથવા પોતાના ઈષ્ટમિત્રો સાથે પણ વ્યવહાર કરે છે. પ્રાતિભ આદિ સિદ્ધિઓનું સામર્થ્યસમાધિ=ચિત્તવૃત્તિનિરોધ કાળમાં ચિત્તવૃત્તિના દિવ્યગંધ આદિ તરફ આકૃષ્ટ કરવાના કારણે બાધક બને છે. અને સમાધિથી ભિન્ન દશામાં પ્રતિભ આદિ સિદ્ધિઓથી જયાં પોતે વિપયોથી આકૃષ્ટ થઈ શકે છે, ત્યાં તેના આ યોગ જ ચમત્કાર – પ્રદર્શનથી બીજા સામાન્ય પુરુપ પ્રભાવિત થઈને પાછળ લાગી જાય છે અને તે યોગાભ્યાસી પુરુષ જાદૂગરની માફક બની જાય છે. એ સ્થિતિ યોગીને માટે સૌથી વધુ ભયાનક હોય છે. લોકોમાં થનારી પ્રતિષ્ઠા તથા બીજી વ્યક્તિઓની તેના પ્રત્યે શ્રદ્ધા યોગાભ્યાસી પુરુષને સમાધિથી શ્રુત કરવા માટે પ્રબળ વિન્ન થઈ જાય છે. માટે સમાહિત ચિત્તવાળો યોગાભ્યાસી પૂર્ણતઃ આ વિનોથી સજાગ તથા અપ્રમત્ત રહીને જ પોતાનું રક્ષણ કરી શકે છે. ફલતઃ યોગાભ્યાસીને માટે એકાન્ત પર્વત, ગુફા વગેરે સ્થાન જ યોગ્ય રહે છે. . ૩૭ હવે - યોગીના ચિત્તનો પરશરીરમાં પ્રવેશ - बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य
પરણારરર : | 0 | સૂત્રાર્થ - (ચિત્તચ) ચિત્તના વિશ્વાળથત્યાત) બંધનના કારણભૂત, કર્ભાશયનું શિથિલ=સમાધિથી ક્ષીણ થવાથી (વ) અને પ્રવીરત્વેની) ચિત્તના પ્રચાર=પ્રવૃત્તિ માર્ગોના જાણવાથી શરીરવેશ :) યોગીનું ચિત્ત બીજા શરીરોમાં આવેશ=પ્રવેશ કરે છે. ભાપ્ય અનુવાદ – વિશ્વા૨ાશથચાત) ચંચળ સ્વભાવ હોવાથી પ્રતિષ્ઠિત = અસ્થિર મનનું કર્ભાશયવશ શરીરમાં બંધન અને સ્થિતિ હોય છે. તે બંધનના કારણરૂપ કર્મ (કર્ભાશય)ની શિથિલતા સમાધિના બળથી થાય છે. (પ્રવાજેદ્રનાQ) અને ચિત્તની પ્રવાસંવેદ્દન = ગમનાગમનરૂપ ગતિનું જ્ઞાન પણ સમાધિથી જ થાય છે. ચિત્તના કર્મરૂપ બંધનનો ક્ષય = શિથિલ થવાથી તથા તેની ગતિનું જ્ઞાન થવાથી યોગી ૨૮૦
યોગદર્શન
For Private and Personal Use Only