________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूर्धज्योतिषि सिद्धदर्शनम् ॥३२॥ સૂત્રાર્થ (મૂર્ધન્યોતિષ) મૂર્ધા મસ્તિષ્કસ્થિત જ્યોતિ અર્થાત બ્રહ્મરંધમાં સંયમ કરવાથી (સિદ્ધ-ર્શનન) સિદ્ધ=ડ્યુલોક તથા મધ્ય અહીં-તહીં ગતિ કરનારા સૂક્ષ્મ અદશ્ય પદાર્થોનું દર્શન=સાક્ષાત્કાર થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - પૂર્ધન્યોતિષિ) માથાના કપાળની અંદર એક છિદ્ર ઘણું જ ચમતું પ્રકાશવાળુ છે જેને બ્રહ્મરંધ્ર કહે છે.]તેમાં સંયમ કરીને યોગીને (સિદ્ધદર્શનમ) ઘુલોક તથા પૃથ્વીલોકની વચમાં વિચરણ કરનારા પદાર્થનું વર્ણન = જ્ઞાન થાય છે. ભાવાર્થ-માથામાં બે કપાળોની વચમાં એક એવું છિદ્ર નાનું સ્થાન છે, કે જે ઘણું જ પ્રબળ પ્રકાશવાળું છે, જેને બ્રહ્મરંધ્ર કહે છે, આ મૂર્ધસ્થ જ્યોતિને સૂત્રકારે મૂર્ધજ્યોતિ કહી છે. * આ સ્થાન પર સંયમ કરવાથી સિદ્ધસૂક્ષ્મ નિત્ય પદાર્થોનો સાક્ષાત્કાર થઈ જાય છે, વ્યાસ ભાષ્યમાં “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા ઘુલોક તથા પૃથ્વી લોકની મધ્યમાં વિચરણ કરનારાથી કરી છે. બીજા વ્યાખ્યાકાર જેનો અર્થ દિવ્યયોનિવિશેષના દેવનિકાય કરે છે. પરંતુ દેવ તો મનુષ્યોના જ સ્તર વિશેષ હોય છે, જુદા યોનિવિશેષ નહીં. એટલા માટે અંતરિક્ષમાં ફરનારી દેવયોનિને માનવી જ નહીં. કેટલાક વ્યાખ્યાકાર આ મૂર્ધ0 જ્યોતિને જીવાત્મા માને છે. કેમ કે તેમની માન્યતા પ્રમાણે જીવાત્માનું નિવાસ આ જ સ્થાનમાં છે. જીવાત્મા જીવાત્મ-જ્યોતિમાં જ ધ્યાન અથવા સંયમ કરે, એ બુદ્ધિગમ્ય નથી. મહર્ષિ દયાનંદે જીવાત્માનું સ્થાન બે સ્તનોની મધ્યમાં નાભિથી ઊપર માન્યું છે. એતદર્થ યો. ૩/૩૪ સૂત્ર પર ટિપ્પણી દ્રષ્ટવ્ય છે. માટે આ મૂર્ધજ્યોતિમાં સત્ત્વગુણનો પ્રકાશ માનવો સંગત છે. તેમાં સંયમ કરવાથી સૂક્ષ્મ તથા અદશ્ય પ્રાકૃતિક પદાર્થોનો સાક્ષાત્કાર થવો જ યુક્તિયુક્ત તથા સંગત લાગે છે. દેવોના વિષયમાં વ્યાસ ભાખની સાક્ષી –
મહર્ષિભાસદેવોને મનુષ્ય-યોનિનો જ એક ભાગ માને છે. મનુષ્યોથી જુદી કોઈ યોનિવેશેષ નથી, આ વિષયમાં વ્યાસ-ભાષ્યની અંતઃસાક્ષી જાઓ - (ક)"સમૂદચરેવાપો મારે મનુષ્યાદ્રિતીયો માતા ગામેવામથીયાતે સમૂદ:(યોગ. ૩/૪૪નું ભાખ) અર્થાત દેવ અને મનુષ્ય એક જ યોનિના સ્તર વિશેષથી ભેદ છે. તેના જ સામાન્ય રૂપને મનુષ્ય તથા વિશિષ્ટ વિદ્યા વગેરે ગુણોના કારણે) સ્તરવાળાને દેવ કહે છે. કેમ કે વ્યાસ ભાગ્યમાં “સામાન્યવિશેષમુદ્દાયોત્ર દ્રવ્યY કહીને તેનું જ સ્પષ્ટીકરણ દેવ-મનુષ્યના ઉદાહરણથી આપ્યું છે. (4)"तत्र मधुमती भूभिं साक्षात् कुर्वतो ब्राह्मणस्य स्वामिनो देवा : सत्त्वशुद्धिमनुपश्यतः स्थानैरुपनिमन्त्रयन्ते मो इहाऽऽस्यतामिह रभ्यतां कमनीयोऽयं भोग : ।”
(યો. ૩/૪૧ ભાય) અર્થાત્ યોગસાધનામાં સંલગ્ન મનુષ્ય જયારે મધુમતીના સ્તરને પ્રાપ્ત કરી લે છે અને તેનું અંતઃકરણ અવિદ્યા આદિ લેશોના ક્ષીણ થવાથી શુદ્ધ થઈ જાય છે, ત્યારે
૨૭૪
યોગદર્શન
For Private and Personal Use Only