________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__ नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥ २९॥ સૂત્રાર્થ - યોગી (નામ) નાભિચક્રમાં સંયમ કરીને નાયબ્દજ્ઞાનમ) શરીરના બૃહ = સ્થિતિક્રમનું જ્ઞાન કરે. ભાપ્ય અનુવાદ - યોગી નાભિચક્રમાં સંયમ કરીને વાયબ્દ્ર = શરીરના સ્થિતિક્રમનું જ્ઞાન કરે. (આ શરીરમાં) વાત, પિત્ત અને સ્નેH = કફ ત્રણ દોષ છે. અને ત્વચા, રક્ત, માંસ, સ્નાયુ, અસ્થિ, મજ્જા તથા શુક (વીર્ય) ધાતુઓ છે. આ ધાતુઓમાં પહેલાં પહેલાં કહેલી ધાતુ (પોતાનાથી પછી કહેલી ધાતુની સરખામણીમાં) વાહ્ય = બહારની છે. એ એમના સન્નિવેશનો ક્રમ છે. ભાવાર્થ - સૂત્રના ‘ધૂહ' શબ્દનો અર્થ વ્યાસ ભાખમાં વિન્યાસ (સન્નિવેશ) શબ્દથી સ્પષ્ટ કર્યો છે. સન્નિવેશનો આશય છે શરીરના અંગોની રચના તથા તેમનો યથાસ્થાન સમાવેશ. નાભિચક્ર શરીરના મધ્યમાં રહેલું છે. આ સ્થાનમાં પાંખડીઓની માફક બધી બાજુએ નાડીઓ ફેલાયેલી હોય છે. * એટલા માટે એમાં સંયમ કરવાથી યોગીને કાયવૂહજ્ઞાન શરીરના અવયવોના સન્નિવેશનું જ્ઞાન થઈ જાય છે. આ કાયવૂહને સમજાવવા માટે વ્યાસભાખમાં વાત વગેરે દોપો અને ત્વચા વગેરે સાત ધાતુઓનો સંનિવેશકમ બતાવ્યો છે. વાત, પિત્ત તથા કફ તેમની સમતા જ સ્વાથ્ય તથા વિપમતા જ શરીર સંનિવેશનું ધ્વસ્ત (નાશ) થવું આ છે. અને ત્વચા વગેરેને ધાતુ એટલા માટે કહે છે કે એ શરીરને ધારણ કરી રહી છે. ત્વચા વગેરે સાત ધાતુઓમાં પહેલી પહેલી ધાતુઓ પછીની ધાતુઓની સરખામણીમાં બાહ્ય છે. તાત્પર્ય એ છે કે શરીરમાં ત્વચા બધાંથી બહાર હોય છે. ત્વચા પછી અંદરની બાજુ રક્ત રહે છે, જે ત્વચાથી ભિન્ન માંસ વગેરેની અપેક્ષા બાહ્ય છે. એ બંને પછી માંસ રહે છે, જે ત્વચા અને રક્તની અપેક્ષાએ અંદર, પરંતુ સ્નાય આદિની અપેક્ષાએ બાહ્ય છે. એ ત્રણેયથી અંદર સ્નાયુ નસો હોય છે. જે ત્વચા વગેરેની અપેક્ષાએ અંદર, પરંતુ અસ્થિ આદિની અપેક્ષાએ બાહ્ય હોય છે. આ ચારેયથી અંદરની તરફ અસ્થિ હાડકાં હોય છે. જે ત્વચા આદિની અપેક્ષાએ અંદર, પરંતુ મજ્જા અને શુક્રની અપેક્ષાએ બાહ્ય હોય છે. આ પાંચેયથી અંદરની બાજુ મજ્જા ધાતુ છે, જે શુક્રની દૃષ્ટિએ બાહ્ય છે અને બધાથી અંદર વીર્ય રહે છે. એ ત્વચા વગેરે સાત ધાતુઓની શરીરમાં સ્થિતિ છે. [+ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિ માં છે.] ૧ ૨૯ હવે - કંઠકૂપમાં સંયમનું ફળ –
ઇઝરે ક્ષત્પિપાસાનિવૃત્તિ. / ર૦ . સૂત્રાર્થ - (૩) કંઠકૂપમાં સંયમ કરવાથી સુવાનિવૃતિ) ભૂખ અને તરસની નિવૃત્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (8) જીભની નીચે સૂતરના જેવી નસ છે. તેની નીચે કંઠ છે. ૨૭૨
યોગદર્શન
For Private and Personal Use Only