________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી શકે છે. સર્વ = ઉપરના વિમાન = વિશેષ માનયુક્ત ગ્રહ-નક્ષત્રોમાં સંયમ કરીને તેમને જાણી શકે છે. ભાવાર્થ-આ સૂત્રમાં ‘સત્ શબ્દથી પૂર્વ-સૂત્રોક્ત તારા'નું ગ્રહણ છે. પ્રાયઃ વ્યાખ્યાકાર ધ્રુવ શબ્દ'થી ધ્રુવ તારાનું ગ્રહણ કરે છે. પરંતુ એ વ્યાખ્યા પરસ્પર વિરોધી તથા મિથ્યા હોવાથી માન્ય નથી. યોગનાં પહેલાં પાંચ અંગો બાહ્ય છે અને ત્રણ અંતરંગ છે. જેનાથી સ્પષ્ટ છે કે સંયમ કોઈપણ બાહ્ય વસ્તુમાં કરવો એ શાસ્ત્ર વિરુદ્ધ છે. (યો. ૩/૨૫થી ૨૭) સુધી સૂત્રોમાં સૂર્ય આદિ શબ્દોથી આંતરિક (શરીરની અંદરના) સૂર્ય આદિનું ગ્રહણ કરવું જોઈએ. આ ભૌતિક શરીરમાં ત્રણ નાડીઓ છે – ઈડા, પિંગળા અને સુષુમ્યા. એમના માંથી ઈડા કે જે શરીરના દક્ષિણ ભાગથી શરૂ થઈને ઉત્તરભાગ સુધી જાય છે, તે સૂર્ય છે. અને પિંગળા કે જે શરીરના ડાબા ભાગથી શરૂ થઈને ઉપર દક્ષિણ ભાગ સુધી જાય છે, તે ચંદ્ર છે. અને એ બંનેની મધ્યની નાડી, જે કરોડ રજુમાંથી ગઈ છે – ધ્રુવ કહેવાય છે. તેમનામાં સંયમ કરવાથી ભુવન, નક્ષત્ર તથા તેમની ગતિઓનું જ્ઞાન થાય છે. કેમ કે મનુષ્યનું શરીર બ્રહ્માંડનું સૂક્ષ્મરૂપ છે. સુપૃષ્ણા નાડી શરીરની મુખ્ય નાડી છે, અને જેટલાં સૂર્ય આદિ ચક્ર છે, તે બધાં એમાં જ છે. એટલા માટે એ નાડીમાં સંયમ કરવાથી સમસ્ત શરીરનું જ્ઞાન થઈ જાય છે. અને શરીરના જ્ઞાનથી બાહ્ય બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય છે. મહર્ષિ દયાનંદે આ વિષયમાં ઘણું જ સ્પષ્ટ કહ્યું છે – (૧) “ઈત્યાદિ સૂત્રોથી એ પ્રસિદ્ધ જાણી શકાય છે કે ધારણા વગેરે ત્રણ અંગ આભ્યન્તર (અંતરંગ) છે. માટે હૃદયમાં જ પરમાણુ પર્યત જેટલા પદાર્થો છે, તેમને યોગ- જ્ઞાનથી જ યોગી જાણે છે, બહારના પદાર્થોથી કિંચિત્માત્ર પણ ધ્યાનમાં સંબંધ યોગી નથી રાખતો, પરંતુ આત્માથી જ ધ્યાનનો સંબંધ છે બીજાથી નહીં. આ વિષયમાં જો કોઈ બીજું કહે તો તેનું કહેવું બધા સજ્જન લોકો મિથ્યા જ જાણે કેમ કે –
યોપિત્તવૃત્તિનિરોધઃ | (HI. ૨). તા 2 સ્વરૂશ્વત્થાનમ્ II (ામ, રૂ)
જયારે યોગી ચિત્ત વૃત્તિઓનો વિરોધ કરે છે, બહાર તથા અંદરથી તે જ વખતે દ્રષ્ટા, કે જે જીવાત્મા છે, તેના ચેતન સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે. બીજે નહીં.”
(દયાનંદ શાસ્ત્રાર્થસંગ્રહ) (૨) ઉપનિષદની સાક્ષી - છાન્દોગ્ય. પ્રા. ૮/મં.૧/મં. ૩ની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે –
હૃદયદેશમાં જેટલું આકાશ છે, તે બધુ અંતર્યામી પરમેશ્વરથીજ ભરેલું છે? અને એ જ હૃદયાકાશની વચમાં સૂર્ય આદિ પ્રકાશ તથા પૃથ્વી લોક, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર, વીજળી અને બધા જ નક્ષત્ર લોક પણ આવેલા છે. જેટલા દેખાય છે અને નથી દેખાતા પદાર્થ છે, તે બધા જ તેની જ સત્તાની વચમાં સ્થિર થઈ રહ્યાં છે. [૪ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.]
(ઋ. P. ઉપાસના) હવે - નાભિ ચક્રમાં સંયમનું ફળ -
વિભૂતિપાદ
૨૭૧
For Private and Personal Use Only