________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથોમાં પ્રક્ષેપ (મિશ્રણ) કરી દીધી, તેનાથી વધારે મોટું જઘન્ય-કૃત્ય કર્યું હોઈ શકે ? (૩) ભૂમિથી નીચેના સાત નરકોની કલ્પના પણ વિચિત્ર જેવી છે. આ નરકોમાં મહાકાલ નરક માટી પત્થરોવાળું છે, અંબરીપ નરક જળથી ભરેલું છે, રૌરવ નરક અગ્નિથી પૂર્ણ છે, મહારૌરવ નરક વાયુથી ભરેલું છે, મહાસુત્ર નરક અંદરથી ખાલી છે, (આકાશથી ભરેલું છે), અંધતામિત્ર નરક અંધકારથી વ્યાપ્ત છે અને આ નરકોમાં પોતાના દુષ્કર્મોથી લાંબાકાળ સુધી દુઃખ ભોગવવા માટે પ્રાણી જન્મ લે છે. આ પણ બુદ્ધિ તથા વિદ્યા વગરનાનું મોટું ગપ જ છે, કેમ કે તેઓએ સ્વર્ગ-નરક શબ્દોના શાસ્ત્રીય અર્થોને ન સમજીને આવી મિથ્યા વાતો લખી દીધી છે. જયારે કોઈ પ્રાણી મરી જાય છે, ત્યારે તેનું ભૌતિક શરીર તો અહીં જ પાંચ તત્વોમાં મળી જાય છે, પછી એ નરકોમાં, જે જળમય, અગ્નિમય વગેરે બતાવ્યાં છે, તે શરીર વિના કેવી રીતે દુઃખો ભોગવી શકે? આ તો એવી કલ્પના છે કે જેમ – શરીરધારીને સમુદ્રમાં અથવા અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવે, અને તે તડપી તડપીને મરી જાય. પરંતુ શરીર વિનાના જીવાત્માને આ અગ્નિ આદિ પદાર્થો દુ:ખ કેવી રીતે આપી શકે ? અને જો દુઃખ ભોગવવાનાં આ નરક સ્થાન વિશેપ બનાવી દીધાં હોય, તો આ પૃથ્વી પર મનુષ્પોથી જે જુદી યોનિઓ છે, તે શું છે? શું તે દુઃખ ભોગવવાની યોનિઓ નથી ? અને માનવ જીવનમાં એવાં એવાં દુઃખ ભોગવાતાં જોવામાં આવે છે, કે જેમને જોઈને એમ જ કહી શકાય કે તે પોતાના કોઈક દુષ્કર્મનું ફળ ભોગવી રહ્યો છે. તો પછી ભૂલોક (પૃથ્વીને) ને પણ નરકલોક શું કામ નથી માનવામાં આવ્યું? વગેરે અનેક શંકાઓ આ મિથ્યા માન્યતાઓથી ઉત્પન્ન થાય છે, જેમનો આ નરકોને માનવાવાળા પૌરાણિકોની પાસે કોઈ ઉત્તર નથી. (૪) પાતાલે નતથી પર્વતેલ્વેષ દેવાનિયા' અર્થાત્ પાતાળમાં, સમુદ્રમાં અને પર્વતો પર દેવગણો રહે છે, જેમાં અસુર, ગંધર્વ, કિનર, કિંગુરુષ, યક્ષ,, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્માર, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કુખાંડ તથા વિનાયક ગણાવ્યા છે. આ કેવા દેવો છે? જેમાં રાક્ષસ, પિશાચ, ભૂત તથા પ્રેત પણ સંમિલિત છે. એ બધાંને દેવ માનતાં દુષ્કર્મ કરનારાં પ્રાણીઓનું શું નામ હશે? શું દેવ શબ્દની કોઈ નવી પરિભાષા કરી દીધી છે? અને આજ વ્યાસભાપ્યમાં, ખગોલવર્તી મહેન્દ્ર આદિ લોકોમાં દેવોનો નિવાસ માન્યો છે, અને પાતાળોમાં પણ. શું તેમાં એક જ જાતના દેવો રહે છે? અથવા દેવોની પણ ઉત્તમાધમ તથા મધ્યમ આદિ જુદી જુદી શ્રેણીઓ છે, કે જે લોકવિશેપોમાં જુદા જુદા રહેવાનું માન્યું છે ? અને શું દેવ પણ મનુષ્યોની જેમ શરીરધારી થઈને પોત-પોતના કર્મો પ્રમાણે આ વિભિન્ન લોકોમાં ફળ ભોગવી રહ્યા છે ? (૫) પૌરાણિક જગતમાં મૃતક શ્રાદ્ધમાં અગ્નિસ્વાત્ત વગેરે પિતર માન્યા છે, જેમને અહીં ઊપર મહેન્દ્રલોકમાં માન્યા છે અને ભૂત, પ્રેતોનો નિવાસ પાતાળલોકમાં શું ભૂતપ્રેતોથી પિતર ભિન્ન છે ? અથવા તેમની વિભિન્ન શ્રેણીઓ છે ? અને જો ભૂતપ્રેતોનો નિવાસ પાતાળ લોકમાં હોય તો તેઓ ભૂતપ્રેતને માનવાવાળા આ પૃથ્વી
વિભૂતિપાદ
ર૬૯
For Private and Personal Use Only