________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ આ સૂર્ય બાહ્ય ભૌતિક (સૂર્ય) નથી. બલ્ક શરીરમાં રહેલી ઈડા નામક નાડીનું જ નામ સૂર્ય છે. આ વિષયમાં (યો. ૩/૨૮) સૂત્રનો ભાવાર્થ દ્રષ્ટવ્ય છે. ત્યાં સપ્રમાણ આ વિષયને જુઓ.
વ્યાસ ભાખમાં સાત લોકોનું પર્યાપ્ત વિસ્તારથી વર્ણન કર્યું છે. એ બધું સત્ય છે જ અથવા અસત્ય એ કહેવું ઘણું જ કઠિન છે. કેમ કે તેમાં વધુ પડતું વર્ણન અપ્રસિદ્ધ છે, અને જે પ્રસિદ્ધ છે તે તો સત્ય જણાય છે. પરંતુ તે પણ અનુસંધાનને યોગ્ય છે અને વિશિષ્ટ યોગીઓથી પ્રકાશ કરવા યોગ્ય છે. આ ભાષ્યને જોવાથી એવું જરૂર જણાય છે કે એમાં અર્વાચીન કાળના લોકોએ કાલ્પનિક વાતોનું મિશ્રણ કરવાનો વધારેમાં વધારે પ્રયત્ન કર્યો છે. તેમનામાંથી નિમ્નલિખિત વાતો પૌરાણિક કાળની દેણ હોવાથી સત્ય નથી કહી શકાતી જેમ કે – (૧) એમાં પૃથ્વીની ઉપર છ લોક (અંતરિક્ષલોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક તથા સત્યલોક) તથા નીચે ચૌદ લોક માન્યા છે, જેમાં સાત નરક (અવીચિ, મહાકાલ, અંબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિસ્ત્રી અને સાત પાતાળ લોક છે (મહાતલ, રસાતલ, અતલ, સુતલ, વિતલ, તલાતલ અને પાતાલ). આ નીચે ઉપરનું કથન ભૂગોળ તથા ખગોળની વિદ્યાથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું. કેમ કે આ સમસ્ત બ્રહ્માંડ સૂર્યની ચારે તરફ ઘૂમી રહ્યું છે, અને એવા એવા સૂર્યો પણ ખબર નથી કે કેટલા હશે. આ આપણી પૃથ્વી જ્યોતિષ પ્રમાણે વર્ષમાં સૂર્યની ચારે તરફ ઘૂમી જાય છે. તે જ પ્રકારે બીજા લોક લોકાંતરો પણ છે. જેને અહીં ધુલોક માન્યો છે કે જેમાં તારા તથા નક્ષત્રો છે, શું તે પૃથ્વીના નીચેના ભાગમાં રહેનારાંને નથી દેખાતાં? જેમ આપણી અપેક્ષાએ (સરખામણીમાં) અમેરીકા ભૂમિના નીચલા ભાગમાં છે, તો ઊપરના ધુલોક અમેરીકાવાળાને ન દેખાવા જોઈએ. પરંતુ એવું પ્રત્યક્ષની વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું અને જયારે ઘુલોક ઉપર માનો છો તો ભૂમિના નીચલા ભાગમાં ઘુલોકના સૂર્ય આદિનો પ્રકાશ ન પહોંચવો જોઈએ? અથવા બીજા સૂર્યની કલ્પના કરવી પડશે. આવી વિજ્ઞાન વિરુદ્ધની વાતોને કોઈક આંખની આંધળી બુદ્ધિ વગરની વ્યક્તિ જ સ્વીકાર કરી શકે છે, બીજા બુદ્ધિજીવી નહીં. (૨) પૃથ્વીની નીચે સાત નરક અને સાત પાતાળોની વાત પણ કાલ્પનિક જ છે. કેમ કે એ ચૌદેય લોક નીચે ઉપર ક્રમશઃ જ માનવામાં આવ્યા છે. એમના મધ્યમાં કંઈક તો અવકાશ હશે. પછી આટલા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા લોકોને આજના વિજ્ઞાનના યુગમાં બેઠેલો વૈજ્ઞાનિક ન જાણી શકે એ કેમ સંભવ છે? અને જે આંજના વૈજ્ઞાનિકો ઉપગ્રહોને આકાશમાં છોડી રહ્યા છે, કે જે પૃથ્વીની ચારેતરફ વેગથી ઘૂમી રહ્યાં છે, શું તેમને આ ચૌદ લોકોનું જ્ઞાન ન થઈ શકે? અથવા આ ઉપગ્રહો તે લોકોથી ટકરાતા કેમ નથી? જો ભૂમિની નીચે હોય તો જરૂરથી ટકરાય, પરંતુ ભૌતિક વિજ્ઞાનથી તદ્દન અજાણ અને ભૂગોળ-ખગોળની વિદ્યાથી શૂન્ય લોકોએ આવી વિદ્યા-વિરોધીવાતો લખીને ઋષિઓના
૨૬૮
યોગદર્શન
For Private and Personal Use Only