________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ છે. તે સુમેરુ પર્વતની પૂર્વની તરફ રહેલા માલ્યવાન પર્વતની સીમાવાળો ‘ભદ્રાશ્વ' નામનો દેશ છે. પશ્ચિમમાં ગંધમાદન પર્વતની સીમાવાળો “કેતુમાલ' નામનો દેશ છે. સુમેરુ પર્વતની વચમાં (પર્વતની બરાબર નીચે) “ઈલાવૃત' નામનો દેશ છે. આ પ્રકારે આ જંબૂઢીપ સો હજાર યોજન ક્ષેત્રફળવાળો છે અને તેનાથી અડધા પચાસ હજાર યોજન ક્ષેત્રફળમાં ચારે તરફની દિશાઓમાં સુમેરુ પર્વત છે અને પચાસ હજાર યોજન ક્ષેત્રફળમાં દેશ છે)
તે આ સો હજાર યોજન ક્ષેત્રફળવાળો જબૂદ્વીપ' છે, કે જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળો મંડલાકાર તવનોદ = ક્ષાર સમુદ્રથી ઘેરાયેલો છે. તે જંબૂદીપથી બે ગણા વિસ્તારવાળો “શાકકીપ” કે જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ઇશુરસ-સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાકદીપથી બે ગણા વિસ્તારવાળો કુશદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા પરિમાણવાળા મંડલાકાર મદિરા-સમુદ્રથી ઘેરાયેલો છે. આ કુશદ્વીપથી બે ગણા ક્ષેત્રફળ વાળો કૌચઢીપ” છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ધૃત સમુદ્રથી ઘેરાયેલો છે. આ કૌચદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “શાલ્મલદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર દધિ-સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાલ્મલદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “મગધદ્વીપ” (ગોમેધ) છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ક્ષીર-સમુદ્રથી ઘેરાયેલો છે.
આ મગધદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “પુષ્કરદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર સ્વાદૂદકસમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને સમુદ્ર
ઉપરા=સરસોની જેમ વિચિત્ર તથા પર્વતોથી અલંકૃત છે. અને આ સાત દ્વીપ સાત સમુદ્રોથી ઘેરાયેલા કંકણની જેમ ગોળ આકાર-વાળા, “લોક-આલોક' નામના પર્વતોથી પરિવૃત અને પચાસ કોટિયોજન માપવાળા છે. આ પ્રકારે આ બધું ભૂમંડળ સુપ્રતિષ્ઠિત છે અને બ્રહ્માંડની વચ્ચમાં રહેલું છે. અને આ બ્રહ્માંડ પ્રકૃતિનો એવો જ એક લઘુતમ ભાગ છે, જેમ આકાશમાં વિદ્યોત્ત= જુગનૂન (ચમકનારા નાના પતંગ-કીટ) થાય છે.
તેમનામાંથી પાતાળમાં, સમુદ્રમાં અને આ પર્વર્તી પર અસુર, ગંધર્વ, કિન્નર, મિપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કુષ્માંડ અને વિનાયક નવ દેવગણ નિવાસ કરે છે. અને બીજા બધા દ્વીપોમાં દેવતા તથા મનુષ્ય પુણ્યાત્મા લોકો રહે છે. સુમેરુ પર્વત દેવતાઓની ઉદ્યાન ભૂમિ છે. ત્યાં મિશ્રવન, નંદન, ચૈત્રરથ અને સુમાનસ, એ ઉપવન છે અને ત્યાં સુધર્મા નામક દેવસભા, સુદર્શન નામક નગરી તથા વૈજયન્ત નામક મહેલ છે. ગ્રહ, નક્ષત્ર અને તારા તો ધ્રુવમાં બાંધેલા હોય તેમ વાયુ-વિક્ષેપના નિયમથી પ્રકટિત ગતિવાળા થઈને સુમેરુ પર્વતની ઉપસ્થિત થઈને અંતરિક્ષ લોકમાં (દ્વિતીય લોકમાં) ભ્રમણ કરે છે.
ત્રીજા માહેન્દ્ર નામક લોકમાં રહેનારા છ (૬) પ્રકારના દેવગણ છે (૧) ત્રિદશ (૨) અગ્નિસ્વાત્ત (૩) યાય (૪) તુષિત (૫) અપરિનિર્મિતવશવર્તી (૬) પરિનિર્મિત
યોગદર્શન
૨૬૬
For Private and Personal Use Only