________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - (યોગીનું) હાથી વગેરેના બળોમાં સંયમ કરવાથી હાથી વગેરેના જેવું બળ થઈ જાય છે. વૈનેતેય = ગરૂડના બળમાં સંયમ કરવાથી યોગી ચૈતેય = ગરૂડના બળવાળો થઈ જાય છે અને વાયુના બળમાં સંયમ કરવાથી વાયુના સમાન બળવાળો થઈ જાય છે. * [* = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ભાવાર્થ-સંયમની પરિભાષામાં ધારણા, ધ્યાન તથા સમાધિ ત્રણેયનું એકત્ર હોવું લખ્યું છે. વ્યાસ-ભાપ્ય તથા સૂત્રમાં હાથી અથવા ગરૂડ શબ્દોને જોઈને એવી શંકા થાય છે કે શું યોગી હાથી વગેરેની અંદર પ્રવેશ કરીને તેમના બળોમાં સંયમ કરે છે? પરંતુ આ ધારણા મિથ્યા તેમજ શાસ-વિરૂદ્ધ છે. કેમ કે યોગી સંયમ બાહ્ય વસ્તુઓમાં ન કરતાં પોતાની અંદર જ કરે છે. સંયમનું સ્વરૂપ પણ એવું જ છે અને વ્યાસભાપ્યમાં હાથી વગેરેની સાથે વાયુનું ઉદાહરણ આપ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે એ બાહ્ય સંયમ નથી, બલ્ક આંતરિક જ છે. કેમ કે સૂત્ર તથા ભાગ્યકારે હાથી આદિમાં સંયમ ન કહીને તેમના બળ-શક્તિમાં (સંયમ) કહ્યો છે. શક્તિમાં સંયમ અંદર જ કરી શકાય છે. (૩૨૫) સૂત્રથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે યોગી અંદરના સંયમથી જ દૂર રહેલી, છૂપાયેલી તથા સૂક્ષ્મ વસ્તુ (પદાર્થો)નું જ્ઞાન કરી લે છે. [ક = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે. = આ સિદ્ધિ આગળના સૂત્ર સાથે સંબંધ રાખે છે.] . ૨૪ હવે -મનની જ્યોતિષ્મતી પ્રવૃત્તિના આલોફ (પ્રકાશ)માં સંયમનું ફળ - प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम्॥२५॥ સૂત્રાર્થ – યોગીને પ્રવૃત્યાતો સાત) મનની જ્યોતિષ્મતી પ્રવૃત્તિમાં સંયમનો ચાસ= સ્થાપના કરવાથી (સૂક્ષ્મ-વ્યવદિત-વિપ્રyજ્ઞાનY) સંયમ કરેલી સૂક્ષ્મ, વ્યવધાયુક્ત (છૂપાયેલી) તથા દૂર રહેલી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - યોગદર્શનના (૧/૩૬) સૂત્રમાં મનની સત્ત્વગુણ પ્રધાન જ્યોતિષ્મતી પ્રવૃત્તિ કહેવામાં આવી છે, તેમાં જે માનો= પ્રકાશે છે, તેને યોગી સૂક્ષ્મ, વ્યવહિત = અંતરાયના કારણે છૂપાયેલી અથવા દૂર રહેલા પદાર્થો પર ફેંકીને તે પદાર્થની જાણકારી કરી લે છે. ભાવાર્થ- (યો. ૧૩૫-૩૬) સૂત્રોમાં મનને સ્થિર કરનારી વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં બીજી પ્રવૃત્રિજ્યોતિષ્મતીના આલોક (પ્રકાશ)માં સંયમ કરવાથી સૂક્ષ્મ તથા ઈદ્રિયાતીત પદાર્થોનું જ્ઞાન થવું બતાવ્યું છે, કે જેમનું બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ નથી થઈ શકતું. આજ પ્રકારે * વ્યવધાયુક્ત તથા દૂરસ્થ વસ્તુઓનું પણ જ્ઞાન થઈ જાય છે. જેમ સૂર્યના પ્રકાશથી ઘડા વગેરેનું પ્રત્યક્ષ થાય છે, તેજ રીતે જ્યોતિષ્મતીના પ્રકાશમાં સૂક્ષ્મ વગેરે વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. [+= આ સિદ્ધિ પરિક્ષા કોટિ માં છે.] . ૨૫ હવે - સૂર્યમાં સંયમનું ફળ
૨૬૪
યોગદર્શન
For Private and Personal Use Only