________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. યોગીથી ભિન્ન વ્યક્તિઓ પણ આયુર્વેદ વગેરેમાં કહેલા મૃત્યુના ચિહનો (અરિષ્ટો) દ્વારા મૃત્યુનું જ્ઞાન કરી લે છે. વ્યાસભાપ્યમાં આધિભૌતિક અરિષ્ટોમાં યમદૂતોને જોવા, અને મૃત પિતરોને જોવાનું લખ્યું છે. આ બાબતોને સત્ય ન માનવી જોઈએ કેમ કે અરિષ્ટનો અભિપ્રાય જ વિપરીત ચિહન પ્રકટ થવું એ છે. મૃત્યુનો સમય આવતાં જીવાત્માની શક્તિઓ ધીરે ધીરે સંકુચિત થવા લાગે છે અને તે વખતે વિક્ષિપ્ત જેવી દશા થવાથી વિપરીત જ કાર્ય દેખાય છે. માટે આ વિક્ષિપ્ત દશાના કાર્યોમાં વિશ્વાસ કરવાનું કદી પણ સત્ય નથી હોઈ શકતું. [૪ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૨૨ છે હવે મૈત્રી આદિ ભાવનામાં સંયમ કરવાનું ફળ
મૈયાવિ૬ વનનિ / રરૂ I સૂત્રાર્થ-(યતિપુ) મૈત્રી, કરૂણા વગેરેમાં સંયમ કરવાથી વિજ્ઞાન) યોગીને મૈત્રી વગેરે શક્તિઓ પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - (ઐશ્યાતિપુ.) મૈત્રી, કરુણા, મુદિતા એ ત્રણ ભાવનાઓ છે. યોગી તેમાંથી સુખી પ્રાણીઓમાં મૈત્રીની ભાવના કરીને મૈત્રી બળ પ્રાપ્ત કરે છે, દુઃખી પ્રાણીઓમાં કરૂણાની ભાવના કરીને કરૂણા બળ પ્રાપ્ત કરે છે અને પુણ્ય આત્માઓમાં Fરિત = પ્રસન્નતાની ભાવના કરીને મુદિતાબળ (પ્રસન્નતાનું બળ) પ્રાપ્ત કરે છે. ભાવનાઓથી જે સમાધિ થાય તે સંયમ છે, તેનાથી અવય્યવીર્ય = વ્યર્થ ન જનારું અદમ્ય મૈત્રી આદિ બળ ઉત્પન્ન થાય છે. (યો. ૧/૩૩) સૂત્રમાં ચાર ભાવનાઓમાંથી અહીં ન કહેલી ઉપેક્ષાના વિષયમાં પાપીઓ પ્રત્યે ઉપેક્ષા હોય છે, ભાવના નહીં. માટે તેમાં (ઉપેક્ષામાં) સમાધિ નથી હોતી. એટલા માટે ઉપેક્ષાથી બળ પ્રાપ્ત નથી થતું કેમ કે તેમાં સંયમનો અભાવ હોય છે. ભાવાર્થ-જો કે યોગીને માટે (યો. ૧/૩૩) સૂત્રમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે. તેમ છતાં પણ જેની ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે, તેમાં સંયમ કેવી રીતે થશે? આ કારણથી સૂત્રમાં ઉપેક્ષાને છોડી દીધી છે. * યોગી-પુરુષ સુખી મનુષ્યોમાં મૈત્રી, દુઃખી પ્રાણીઓમાં કરુણા અને પુણ્યાત્માઓ પ્રત્યે પ્રસન્નતાની ભાવના કરવાથી અને તદનુસાર સંયમથી અદમ્ય શક્તિ સંપન્ન થઈ જાય છે. અર્થાત્ આ ભાવનાઓવાળી વ્યક્તિ અકુતોભય થઈને પ્રાણીમાત્રને માટે હિતની ઈચ્છાથી અલૌકિક કાર્યો કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિમાં છે.] ૧ ૨૩ હવે - હાથી વગેરેના બળોમાં સંયમનું ફળ -
વનેષ તિવનવિનિ / / ર૪ . સૂત્રાર્થ - (વત્તેT) યોગી હાથી વગેરેના બળોમાં સંયમ કરીને તરતાનિ) હાથી વગેરે ના જેટલા બળને પ્રાપ્ત કરી લે છે. વિભૂતિપાદ
- ૨૬૩
For Private and Personal Use Only