________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈદ્રિયથી યોગીની સ્પષ્ટ પ્રતીતિ થાય છે. કાયરૂપ સંયમની જેમ યોગી શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ એ ગ્રાહ્ય-શક્તિઓ પર પણ સંયમ કરી શકે છે. તે વખતે યોગીને સ્પર્શથી પણ નથી જાણી શકાતો. એ જ પ્રકારે શબ્દ વગેરે વિષયોમાં જાણવું જોઈએ. [ક = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] | ૨૧ છે હવે - સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં સંયમનું ફળ -
सोपक्रम निरूपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥२२॥ સત્રાર્થ - ( i) ઉપક્રમસહિત = આરંભ સહિત = તીવ્રવેગવાળા () અને (નિરૂપમH) ઉપક્રમરહિત=આરંભરહિત=મંદ વેગવાળા (4) બે પ્રકારનાં કર્મ હોય છે. (તëયHR) તે કર્મોમાં સંયમ કરવાથી યોગીને (માન્તિજ્ઞાનH) મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે. (વા) અથવા (9િ]:) આયુર્વેદમાં કહેલાં મરણસૂચક અશુભ ચિહનોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - (સોપ%નંનિરૂપમન્વે) આયુષ્યરૂપ ફળ આપનારાં કર્મ સમૂહ બે પ્રકારનાં હોય છે-સૌપક્રમ અને નિરૂપક્રમ. તેમનામાંથી સોપક્રમ કર્મ એવાં જ શીઘ્ર ફળ આપનારાં હોય છે જેમ - ભીનું વસ્ત્ર ફેલાવવાથી થોડા જ વખતમાં સૂકાઈ જાય છે. અને જેમ - તે જ ભીનું વસ્ત્ર લપેટેલું હોવાથી લાંબા વખત પછી સૂકાય છે, તે જ રીતે નિરુ ક્રમ લાંબા ગાળે ફળ આપનારું હોય છે. અથવા જેમ - અગ્નિ સૂકાં લાકડાના સમૂહમાં નાંખવાથી ચારે તરફથી વાયુથી યુક્ત થઈને ટૂંક સમયમાં જ લાકડાંને બાળી નાંખે છે, તે જ રીતે શીધ્ર ફળ આપનારાં કર્મ સોપક્રમ હોય છે. અને જેમ-તે જ અગ્નિ તણખલાનાં ઢગલામાં ક્રમશઃ અવયવો = થોડા થોડા ભાગો પર નાંખવામાં આવે તો મોડેથી સળગશે તે જ રીતે નિરુપક્રમ કર્મ વિલંબથી ફળ આપનારાં હોય છે. તે એક જન્મમાં ફળ આપનારા આયુષ્યના નિમિત્ત કર્મ-સમૂહબે પ્રકારનાં છે. સોપક્રમ અને નિરૂપક્રમ. તેમાં સંયમ કરવાથી મરીન = મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં કર્મનાં બે વિશેષણો આવ્યાં છે – સોપક્રમ અને નિરુપક્રમ. જે કર્મોનું ફળ જલ્દી મળે છે, તે સોપક્રમ છે અને વિલંબથી ફળ આપનારાં કર્મ નિરુપક્રમ કહેવાય છે. આયુષ્ય આ કર્મોનું જ ફળ હોય છે. વ્યાસ-ભાષ્યમાં આ કર્મોના તફાવતને બે ઉદાહરણો આપીને સ્પષ્ટ કર્યું છે. જેમ ભીના વસ્ત્રને નીચોવીને ફેલાવવામાં આવે તો જલ્દી સુકાઈ જાય છે અને તે જ વસને ફેલાવ્યા સિવાય જ નાંખી દેવામાં આવે તો મોડેથી સુકાય છે. અથવા સૂકા લાકડાના ઢગલામાં પડેલો અગ્નિ વાયુના સંયોગથી જલ્દી સળગાવી દે છે અને તણખલાંના ઢગલામાં (ભૂસામાં) ક્રમશઃ લાગેલો અગ્નિ વાયુનો સંયોગ ન થવાના કારણે વિલંબથી બાળે છે. તે જ રીતે આયુષ્યનું ફળ આપનારાં બે પ્રકારનાં કર્મ ઉપર બતાવ્યા છે, કે યોગી એ કર્મોમાં સંયમ કરીને મૃત્યુનું જ્ઞાન કરી લે ૨૬ર
યોગદર્શન
For Private and Personal Use Only