________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય ન હોવાના કારણે તાતન) આલંબન સહિત પરચિત્તને તેની સાક્ષાત્ નથી કરતો. ભાપ્ય અનુવાદ - (પૂર્વસૂત્રોક્ત પરચિત્તને જાણનારો યોગી) બીજાના રાગયુક્ત ચિત્તના જ્ઞાનને જાણે છે. પરંતુ તે અમુક આલંબનમાં અનુરક્ત છે, એ નથી જાણતો કેમ કે બીજાના પ્રય = જ્ઞાનનું જે આલંબન આશ્રય સ્ત્રી વગેરે છે તે યોગીના ચિત્તના આલંબનના વિષય નથી બનાવાયા. બીજાનું પ્રત્યય = બાહ્ય જ્ઞાન જ તો (સંયમ કરનાર) યોગીના ચિત્તનું માનવન = સંયમનો વિષય હોય છે. ભાવાર્થ - યોગીને (૩/૧૮) સૂત્ર પ્રમાણે જેમ પોતાના ચિત્તના સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મના દેશ, કાળ, નિમિત્ત વગેરેનું જ્ઞાન થાય છે, તે જ રીતે શું પરચિત્તના સંસ્કારોનું દેશ આદિનું જ્ઞાન થઈ જાય છે? એ આશંકાનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે. (૩/૧૯) સૂત્રમાં જે પરિચિત્તના જ્ઞાનની વાત કહી છે, તે ફક્ત બીજાની ચિત્તવૃત્તિ આદિને જોઈને જ કહી છે, જેનાથી યોગી એટલું જ જાણી શકે છે કે તેના ચિત્તની વૃત્તિ રાગવાળી અથવા પ વાળી છે. પરંતુ રાગ અથવા પનું આલંબન કોણ છે? એ યોગીને જ્ઞાન નથી થઈ શકતું. યોગીના સંયમનો વિષય પ્રત્યય = પરચિત્તનું જ્ઞાન હોય છે. આલંબન નહીં, પરચિત્ત કયા દેશ, કાળ તથા કયા નિમિત્તથી રાગી છે અથવા વિરક્ત છે, તે યોગીના સંયમનો વિષય નથી બની શકતો. મે ૨૦ હવે - શરીરના રૂપમાં સંયમ કરવાનું ફળ -
कायरूपसंयमात्तद्पग्राह्यशक्तिस्तम्भे
चक्षुष्प्रकाशाऽसंयोगेऽन्तर्धानम् ॥ २१॥ સુત્રાર્થ - (વપસંયતિ) શરીરના રૂપમાં સંયમ કરવાથી તદ્ધિવિરૂસ્તમે) તે રૂપની ગ્રાહ્ય શક્તિ રોકાઈ જતાં (વધુઃ પ્રકાશાસંયો) નેત્રના પ્રકાશનો સંયોગ ન થતાં અન્તર્ધાનY) યોગીને “અન્તર્ધાન = છુપાઈ જવું' નામની સિદ્ધિ થાય છે. ભાપ્ય અનુવાદ - #Tયરૂપસંયમ) દેહના રૂપમાં સંયમ કરવાથી રૂપની જે (નેત્ર ઈદ્રિય દ્વારા) કાર્ય કરવા યોગ્ય શક્તિ છે, તેને યોગી રોકી દે છે અને રૂપગ્રહણ કરવાની શક્તિનું ખંભિત થતાં નેત્રપ્રકાશનાં સંયોગ ન થવાથી યોગીને “અંતર્ધાન' નામની સિદ્ધિ થાય છે. આ રૂપાંતર્ધાનની માફક શબ્દ આદિનું પણ અંતર્ધાન જાણવું જોઈએ. ભાવાર્થ –આંખ રૂપનું ગ્રહણ કરવામાં સાધન છે અને રૂપ ગ્રાહ્ય છે. ચક્ષુ અને રૂપનો સંયોગ થતાં જોવાનું કાર્ય થાય છે પરંતુ ગ્રહણ-શક્તિ તથા ગ્રાહ્યશક્તિ બંનેમાંથી એક શક્તિ અટકી જતાં જોવાનું કાર્ય નથી થઈ શકતું. યોગી પોતાના શરીરના રૂપમાં સંયમ કરીને ગ્રાહ્ય-શક્તિને રોકી દે છે, આ કારણે બીજા દા પુરુષોની ગ્રહણ-શક્તિ નેત્રો બરાબર હોવા છતાં પણ તેઓ તે યોગીના શરીરને જોઈ નથી શકતા. * આ જ યોગીનું અંતર્ધાન–છૂપાઈ જવું છે. જો એ વખતે યોગીના શરીરનો સ્પર્શ કરવામાં આવે તો ત્વમ્ વિભૂતિપાદ
૨૬૧
For Private and Personal Use Only