________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भूवनज्ञानं सूर्ये संयमात् ॥ २६॥ સૂત્રાર્થ - યોગી (સૂ) શરીરમાં રહેલી નાડીમાં સંયમ કરીને પૂવનજ્ઞાન) સમસ્ત બ્રહ્માંડનું જ્ઞાન કરી શકે છે. ભાપ્ય અનુવાદ-તે ભુવનનો વિસ્તાર સાત લોક છે. તેમનામાં નવ ભૂકેન્દ્રથી લઈને મેરુપર્વતની ઊપરી ધરાતલ સુધી ભૂલોક છે. મેરુપૃથી લઈને ધ્રુવ સુધી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી વિચિત્રિત અંતરિક્ષ લોક છે. તેના ઉપર પાંચ પ્રકારના સ્વર્લોક છે, જેમનામાં ત્રીજો લોક માહેન્દ્ર છે. ચોથો પ્રજાપતિનો મહઃ લોક છે, પછી આગળ બ્રહ્મના ત્રણ લોકો છે જેવાકે - જનલોક, તપલોક અને સત્યલોક, આલોક સપ્તકનો સંગ્રહ શ્લોક આ પ્રકારે છે –
ब्राह्मत्रिभूमिको लोक : प्राजापत्यस्ततो महान् ।
माहेन्द्रश्च स्वरित्युक्तो दिवि तारा भुवि प्रजा : ।। અર્થાત્ બ્રહ્મલોક ત્રણ ભાગોવાળો, પ્રજાપતિનો મહલોક, મહેન્દ્રનો સ્વર્લોક કહેવામાં આવ્યો છે. ઘુલોકમાં તારા છે, અર્થાત્ તારા તથા નક્ષત્રોવાળો લોક ઘુલોક છે અને ભૂલોકમાં પ્રજાઓનું સ્થાન છે.
એ સાત લોકોમાં ભૂલોકનું વર્ણન આ પ્રકારે છે - મવવિ = ભૂ-કેન્દ્રની નજીક રહેલી છ (૬) મહાનરક ભૂમિઓ છે, જે ક્રમશઃ ઘનમાટી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને અંધકારમાં રહેલાં અને મહાકાલ અંબરિષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિસ્ત્ર નામવાળા છે. જેમાં પોતાનાં કર્મોથી ઉપાર્જિત દુઃખનો ભોગ કરનારાં પ્રાણીઓ દુઃખપ્રદ લાંબા આયુષ્યમાં પડીને ઉત્પન્ન થાય છે અને પછી મહાતલ, રસાતલ, અતલ, સુતલ, વિતલ, તલાતલ અને પાતાળ એ સાત પાતાળલોક છે. આ ભૂમિ આઠમી છે. કે જે સાત દ્વીપોવાળી વસુમતી નામની ભૂમિ છે, જેના મધ્યમાં પર્વોંના રાજા સોનેરી સુમેરૂ પર્વત રહેલો છે. તેનાં શિખર (શૃંગ) = ચોટિઓ ચાંદી, વૈદૂર્યમણિ, સ્ફટિકમણિ અને સોનાની બનેલી છે. તે સુમેરુ પર્વતનો દક્ષિણ આકાશ ભાગ વૈદુર્યમણિની ચમકથી નીલકમલની પાંખડિયો સમાન શ્યામ રંગનો છે. પૂર્વનો આકાશીય ભાગ સફેદ, પશ્ચિમનો આકાશીય ભાગ નિર્મળ અને ઉત્તરની તરફ કુરંટક નામના ફૂલના જેવો સોનેરી કાન્તિવાળો છે. આ પર્વતના દક્ષિણ ભાગમાં જંબૂછે, જેથી આ જંબુદ્વિપ કહેવાય છે. તે સુમેરુની ચારેય તરફ સૂર્યકિરણપ્રસારથી રાત-દિવસ તેમાં જાડાયેલાં હોય તેવાં લાગે છે. તે સુમેરુ પર્વતની ઉત્તરની તરફ રહેલા, નીલ, ત તથા શ્રેગવાન નામના ત્રણ પર્વત છે કે જે બે હજાર (યોજન) થાન = વિસ્તારવાળા છે. તે પર્વોંની વચ્ચે વચ્ચે નવ નવ હજાર યોજન વિસ્તારવાળા ત્રણ વર્ષ કેશ = રમણક, હિરમય તથા ઉત્તરકુરુ નામના દેશ છે. તેની દક્ષિણમાં બે હજાર યોજન ક્ષેત્રફળવાળા નિપધ, હેમકૂટ અને હિમશેલ નામના પર્વત છે. એ પર્વતોની વચમાં વચમાં નવ નવ હજાર યોજન ક્ષેત્રફળવાળા હરિવર્ષ, કિમપુરુષ અને ભારત નામના ત્રણ વિભૂતિપાદ
૨૬૫
For Private and Personal Use Only