________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશવર્તી. આ બધા જ દેવગણ સિદ્ધસંકલ્પ, અણિમા વગેરે ઐશ્વર્યોથી યુક્ત, કલ્પ સુધી જીવનારા,વૃંદારક નામથી કહેવાતા, કામ અને ભોગના કારણે સ્વાભાવિક શરીરવાળા અને ઉત્તમ અપ્સરાઓથી સેવા કરાવનારા છે.
ચોથા પ્રાજાપત્ય લોકમાં (મહનામક લોકમાં) પાંચ પ્રકારના દેવગણ રહે છે. - (૧) કુમુદ (૨) ભુ (૩) પ્રતર્દન (૪) અંજનાભ અને (૫) પ્રચિતાભ. આ બધા જ દેવગણ પંચમહાભૂતોને વશમાં કરનારા, ધ્યાનજન્ય તૃમિનો આહાર કરનારા એક હજાર કલ્પ પર્યત જીવનારા છે.
પાંચમા લોક-બ્રહ્માના પ્રથમ જનલોકમાં ચાર પ્રકારના દેવગણ છે – (૧) બ્રહ્મપુરોહિત (૨) બ્રહ્મકાયિક (૩) બ્રહ્મમહાકાયિક (૪) અમર. આ બધા જ દેવગણ પંચમહાભૂતો તથા ઈદ્રિયોને વશમાં કરેલા અને ક્રમશઃ બેગણાં-બેગણાં આયુષ્યવાળા છે. અર્થાતુ બે હજાર કલ્પાયુવાળા બ્રહ્મપુરોહિત છે. ચાર હજાર કલ્પાયુવાળા બ્રહ્મકાયિક છે, આઠ હજાર કલ્પાયુવાળા બ્રહ્મમહાકાયિક છે, અને સોળ હજાર કલ્પાયુ વાળો અમરદેવ છે.
છઠ્ઠાલોકમાં - (બ્રહ્માના બીજા) તપોલોકમાં ત્રણ પ્રકારના દેવગણ છે - (૧) અભાસ્વર (૨) મહાભાસ્વર (૩) સત્યમહાભાસ્વર. આ બધા જ દેવ પંચમહાભૂતો, ઈદ્રિયો તથા પ્રકૃતિને વશમાં કરનારા ક્રમશઃ બેગણાં બેગણાં આયુષ્યવાળા છે. અર્થાત અભાસ્વર બત્રીસ હજાર કલ્પ, મહાભાસ્વર ચોસઠ હજાર ક૫ અને સત્યમહાભાસ્કર એક લાખ અઠયાવીસ હજાર કલ્પપર્યત આયુષ્યવાળા, ધ્યાનાહાર કરનારા, ઊર્ધ્વરેતા, ઉચ્ચસ્તરનું અખંડ જ્ઞાન રાખનારા અને નીચેના લોકોનું પણ યથાર્થ જ્ઞાન રાખનારા છે.
સાતમા લોકમાં – (બ્રહ્માના ત્રીજા) સત્યલોકમાં ચાર પ્રકારના દેવગણ છે – (૧) અય્યત (૨) શુદ્ધનિવાસ (૩) સત્યાભ (૪) સંજ્ઞાસંજ્ઞી. તે દેવગણ કોઈ પ્રકારના ભવન વગેરેની ઇચ્છા ન રાખનારા, પોતાનામાં પ્રતિષ્ઠાવાળા ઊપર-ઊપર જ રહેનારા, પ્રકૃતિના સ્વામી તથા કલ્પપર્યત આયુષ્યવાળા છે. તેમનામાંથી અશ્રુત નામક દેવગણ સવિતર્ક સમાધિજન્ય સુખમાં મગ્ન રહેનારા છે. શુદ્ધનિવાસ નામક દેવગણ સવિચારસમાધિજન્યસુખમાં મગ્ન રહેનારા છે. સત્યાભ નામક દેવગણ આનંદાનુગતસમાધિજન્ય સુખમાં મગ્ન રહે છે. અને સંજ્ઞાસંજ્ઞી નામક દેવગણ અસ્મિતાનુગતસમાધિજન્ય સુખમાં મગ્ન રહે છે. તે બધા દેવો ત્રણેય લોકોના મધ્યમાં રહેલા છે.
તે આ સાતલોક બધા જ બ્રહ્મલોક કહેવાય છે. વિદેહ અને પ્રકૃતિલીન તો મોક્ષમાં હોય છે. એટલા માટે તેમને લોકોની મધ્યમાં જ રાખવામાં આવ્યા છે. યોગીને (આ સમસ્ત ભૂવનના) સૂર્યદ્વારમાં સંયમ કરીને સાક્ષાત્કાર કરવો જોઈએ. અને યોગી સૂર્યથી બીજા પદાર્થોમાં પણ આ જ પ્રકારના સંયમનો અભ્યાસ ત્યાં સુધી કરતો રહે, જયાં સુધી એ બધું સાક્ષાત્ જોઈ લીધું ના હોય. ભાવાર્થ - આ સૂત્રમાં સૂર્યમાં સંયમ કરવાથી યોગીને ભુવનજ્ઞાન થવાનું લખ્યું છે. વિભૂતિપાદ
૨૬૭
For Private and Personal Use Only