________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - અપરિગ્રહનો અર્થ છે - “વિષયામ અર્બન-રક્ષા-ક્ષય-inહિંસલોપર્શના અસ્વીરYિ (વ્યાસભાપ્ય યો. ૨/૩૦) અર્થાત વિપયર જે વિશેષરૂપથી બંધનનાં કારણ છે, એવા ધન, સંપત્તિ, ભોગ-સામગ્રી તથા બીજી શૃિંગારપૂર્ણ વસ્તુઓનો શરીરના રક્ષણ આદિ જરૂરિયાતથી વધારે, ફક્ત ભોગ કરવાને માટે સંગ્રહ કરવો, રક્ષણ કરવું, તેમનામાં આસક્ત થવું, તેમને મેળવવામાં પ્રાણીઓની હિંસા કરવી ઈત્યાદિ પરિગ્રહ-વૃત્તિ કહેવાય છે. તેમના સંગ્રહ, રક્ષણ, સંગ તથા પ્રાપ્તિમાં હિંસા વગેરે દોપોને જોઈને તેમનો સ્વીકાર ન કરવો = આસક્ત થઈને સંગ્રહ ન કરવો ‘અપરિગ્રહ' કહેવાય છે. યોગાભ્યાસીના માર્ગમાં પરિગ્રહવૃત્તિ ઘણી જબાધક હોય છે કેમ કે - (ક) "
મોસમવિવર્ધતે રા: કૌશતાનિ વેન્દ્રિયાળાનું (યો. ર/૧૫) (ખ) નાનુદિત્ય તાનિ ૩૫મો : મવતિ ” (યો. ૨/૧૫ વ્યાસ ભાય).
અર્થાત્ જેમ જેમ ઈદ્રિયોના વિષયોનો ભોગ કરવામાં આવે છે તેમ તેમ તેમના પ્રત્યે રાગ વધતો જાય છે અને ઈદ્રિયોની વિપયગ્રહણ-વૃત્તિ વધતી રહે છે. વિષયોનો ભોગ પ્રાણીઓને દુઃખ આપ્યા વિના કદાપિ નથી થઈ શકતો. એટલા માટે યોગી વિષયોનાં પરિણામ, તાપ તથા સંસ્કાર દુઃખોને જોઈને ભોગ્ય પદાર્થોનો સંગ્રહ કરવાનું છોડી દે છે. ભોગ્ય પદાર્થોના સંગ્રહસિવાય શરીરનો શણગાર કરવો વગેરે પણ પરિણામ આદિ દુઃખજનક હોવાથી પરિત્યાજ્ય છે.
આ પ્રકારે યોગી અપરિગ્રહના પાલનમાં જયારે સ્થિર=પૂર્ણ રીતે દઢ થઈ જાય છે, ત્યારે તેનું ફળ એ હોય છે કે – તે જન્મના કારણોને જાણી લે છે. પૂર્વ જન્મમાં હું શું હતો? આ જન્મના શું કારણો છે? અને ભવિષ્યમાં જન્મ કેવો હશે? આ જન્મ વિષયક જ્ઞાન યોગીને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ અપરિગ્રહનો આ જન્મ બોધની સાથે શું સંબંધ છે? એવી શંકા જરૂર ઉત્પન્ન થાય છે. કેમ કે એમાં કોઈ કાર્ય-કારણ-ભાવસ્પષ્ટ જોવામાં નથી આવતો. ભોગ્ય વસ્તુઓનો સંગ્રહ ન કરવાથી જન્મના કારણોનો બોધ થવો અયુક્તિયુક્ત જેવું જણાય છે. અહિંસા વગેરે બીજા યમોના ફળોમાં આવી અયુક્ત વાતો નથી. પરંતુ ઋષિઓની વાતોને શંકાના કારણે છોડી નથી શકાતી. તેના પર વિચાર કરવાથી અવશ્ય ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે = સંધ્યામાં અઘમર્ષણ મંત્રોથી પાપ ભાવનાનો પરિહાર સૃષ્ટિના નિયમોના ચિંતનથી થઈ જાય છે. અર્થાત આ સૃષ્ટિ પરમાત્માની રચના છે. તે એનો નિયતા છે. રાત દિવસની જેમ સૃષ્ટિ પ્રલયનું ચક્ર ચાલતું રહે છે. આ ઈશ્વરીય વ્યવસ્થા પર વિચાર કરવાથી ઉપાસક (ભક્ત) સૃષ્ટિના લોભાવનારા પદાર્થોના આકર્ષણથી અથવા લોભ આદિવૃત્તિઓથી વિમુખ થઈ જાય છે. કેમ કે તે વિચારે છે કે આ બધા સંસારનો નિયન્તા ઈશ્વર છે. હું નથી. અને આ બધું જ નશ્વર=સદા રહેનારૂં નથી અને નથી તો તેમાંની કોઈ વસ્તુ હું મારી સાથે લઈ જઈ શકતો. બરાબર આ જ પ્રકારે જયારે યોગી ભોગ્ય પદાર્થોના પરિણામ આદિ દુ:ખો તથા તેમના ૨૦૬
યોગદર્શન
For Private and Personal Use Only