________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયામ= વિસ્તાર હોવાથી પ્રાણાયામ કહેવાય છે. સૂત્રકારે પણ (યો. ૧/૩૪)માં પ્રાણને ઉલ્ટીની જેમ બહાર કાઢવો તથા અંદર ધારણ કરવો તેને પ્રાણાયામ માન્યો છે. સસલા નોંધ – (૧) બ્રાહ્મણ-વસિષ્ઠ ન્યાયનો અભિપ્રાય એ છે કે યજ્ઞ આદિના અવસર પર વિદ્વાન બ્રાહ્મણોના વિષયમાં કોઈકે યજમાનને પૂછયું કે બ્રાહ્મણો આવ્યા કે નહીં ? ત્યાર પછી ફરીવાર પૂછે છે કે વસિષ્ઠ પણ આવ્યા છે કે નહીં? અહીં જો કે વસિષ્ઠ પણ બ્રાહ્મણ જ છે, તેમ છતાંય બ્રાહ્મણોમાં વિશિષ્ઠ હોવાથી બીજીવાર પૂછ્યું છે. પ્રાણાયામના ભેદ स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभि:
परिदृष्टो दीर्घसूक्ष्मः ॥५०॥ સૂત્રાર્થ-“અને એ પ્રાણાયામ ચાર પ્રકારથી થાય છે. (તુવાહ્ય.) અર્થાત્ એક બાહરનો બાહ્ય વિષય, બીજો આભ્યન્તર વિષય, ત્રીજો ખંભવૃત્તિ અને ચોથો જે બહાર અંદર રોકવાથી થાય છે.”
એ ચાર પ્રાણાયામ આ પ્રકારથી થાય છે કે જયારે અંદરથી બહાર શ્વાસ નીકળે ત્યારે તેને બહાર જ રોકી રાખવો, તેને પહેલો (બાહ્ય) પ્રાણાયામ કહે છે. જયારે શ્વાસ બહારથી અંદર આવે ત્યારે તેને જેટલો રોકી શકાય તેટલો અંદર જ રોકી રાખવો, તેને બીજો (આભ્યન્તર) પ્રાણાયામ કહે છે. ત્રીજો પ્રાણાયામ ખંભવૃત્તિ છે, કે ન તો પ્રાણને બહાર કાઢે કે ન તો બહારથી અંદર લેવામાં આવે, પરંતુ જેટલો વખત સુખથી રોકી શકાય, તેને જ્યાં હોય ત્યાં ને તેવો અને તેવો એકદમ રોકી દેવો. અને ચોથો પ્રાણાયામ એ છે જયારે શ્વાસ અંદરથી બહાર આવે ત્યારે બહાર જ થોડો થોડો રોકવામાં આવે અને જ્યારે બહારથી અંદર આવે ત્યારે તેને પણ થોડો થોડો રોકતા રહે તેને બાહ્યાભ્યત્તરાપી કહે છે અને એ ચારેયનું અનુષ્ઠાન એટલા માટે છે કે જેનાથી ચિત નિર્મળ થઈને ઉપાસનામાં સ્થિર રહે.” ' ( ભૂ. ઉપાસનાવિષય)
એક ‘બાહ્ય વિષય” અર્થાત બહાર જ વધારે રોકવો બીજો “આભ્યન્તર' અર્થાત્ અંદર જેટલો પ્રાણ રોકી શકાય તેટલો રોકવો. ત્રીજો “ખંભવૃત્તિ' અર્થાત્ એક જ વાર જ્યાં હોય ત્યાં જ પ્રાણને યથાશક્તિ રોકવો.
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાષ્ય-અનુવાદ - (વા) જે પ્રાણાયામમાં પ્રશ્વાસ-પૂર્વક = કોઠાના વાયુને બહાર કાઢી અત્યમવ ગતિવિચ્છેદ=ગતિને રોકવાની હોય છે, તેને “બાહ્ય પ્રાણાયામ' કહે છે. (માખ્યત્ત૬) જે પ્રાણાયામમાં શ્વાસ-પૂર્વક બહારના વાયુને અંદર લઈને ગતિનો અભાવ = રોકવાનો હોય છે, તે “આભ્યત્તર પ્રાણાયામ” છે. (ર્તમવૃત્તિ) ત્રીજો પ્રાણાયામ ખંભવૃત્તિ છે, જેમાં માનવ : = શ્વાસ તથા પ્રશ્વાસ બંને ગતિઓને રોકવાની હોય છે. એ “ગતિઓનો અભાવ' એક સાથે પ્રયત્નથી કરવાનો હોય છે. જેમ તતઃ - તપેલા પત્થર પર ઢોળેલુ પાણી બધી બાજુથી સંકુચિત થતું જાય છે, તે જ રીતે ૨૨૦
યોગદર્શન
For Private and Personal Use Only