________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સમયે ચિત્ત તન્મય થઈ જાય છે. (એ ગુણવાળુ થઈ જાય છે) આ પરિણામ અનુમાનથી જાણી શકાય છે. (પ) જીવન - આ શરીરને ધારણ કરવાનો પ્રયત્નવિશેપ ચિત્તની સહાયથી ચાલતો રહે છે. કયારેક જીવનમાં ઉત્સાહ હોય છે, તો કયારેક નિરાશા. ક્યારેક શોક, દુઃખ, ભય વગેરેના કારણે પ્રયત્નમાં શિથિલતા પણ થઈ જાય છે. આ જીવનને ચલાવનારા પ્રયત્નવિશેપ ચિત્તનું પરિણામ છે. કે જે અનુમાનથી સમજી શકાય છે. (૬) ચેષ્ટા - શરીરના વિભિન્ન ઈદ્રિય આદિ પ્રદેશોમાં જે પણ શારીરિક ચેષ્ટા (પ્રયત્ન) થાય છે, તે બધામાં ચિત્તનો સહયોગ ઘણો જ જરૂરી છે. ચિત્તના સંપર્ક વગર નેત્ર જોવા છતાં પણ જોઈ નથી શકતાં. કાન સાંભળતા હોવા છતાં પણ નથી સાંભળતા. આચિત્તનો સંપર્ક પણ અનુમાનગણ્ય જ છે. (૭) શક્તિ-ચિત્તનું એક શક્તિરૂપ પરિણામ પણ છે. ચિત્તના સબળ થતાં મનુષ્ય વધારે કાર્ય કરે છે, નિર્બળ અથવા હતોત્સાહ દશામાં નહીં. એનાથી ચિત્તની શક્તિને કારણે થયેલ પરિણામનું જ્ઞાન પણ અનુમાનથી થાય છે. ૧૫ હવે - ત્રણે પરિણામોના સંયમનું ફળ - - પરિણાત્રયસંચમા તોતાનાતજ્ઞાનન ૨૬ / સૂત્રાર્થ - (TOTAત્રય યાત) ધર્મ-પરિણામ, લક્ષણ-પરિણામ અને અવસ્થા-પરિણામમાં સંયમ કરવાથી (તીતાડના તિજ્ઞાનમ) યોગીને અતીત = ભૂત અને અનાગત = ભવિષ્યનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - પરિણમત્ર સંયમ) ધર્મ-પરિણામ, લક્ષણ-પરિણામ અને અવસ્થા પરિણામમાં સંયમ કરવાથી યોગીઓને અતીત તથા અનાગતનું જ્ઞાન થઈ જાય છે. એક જ આલંબનમાં કરેલાં ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહે છે. આ કારણથી ધર્મ આદિ ત્રણેય પરિણામોનો સાક્ષાત્કાર કરનાર યોગીઓ ધ્યેય પદાર્થોમાં અતીત=ભૂત તથા ભવિષ્યનું જ્ઞાન સંપન્ન કરાવે છે. ભાવાર્થ-સંસારમાં જેટલા પણ પદાર્થો છે, તે ત્રણે કાળોમાં ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામોની અંતર્ગત આવી જાય છે. ઉપર ત્રણેય પરિણામોની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે અનાગત (ભવિષ્યત) શક્તિના રૂપમાં પ્રત્યેક પદાર્થમાં વિદ્યમાન છે. જયારે યોગી આ વસ્તુઓના પરિણામોમાં સંયમ કરે છે. તો તે પદાર્થોનાં અતીત-પરિણામ તથા ભવિષ્ય-પરિણામને જાણી લે છે. આનો અભિપ્રાય એ છે કે તે વસ્તુ કયા કયા પરિણામોમાંથી પસાર થઈને વર્તમાનમાં આવી છે અને કેટલો સમય લાગ્યો છે, તેના જ્ઞાનથી યોગીને તે વસ્તુના ભવિષ્યમાં થનારા પરિણામોનો પણ બોધ થઈ જાય છે. તે ૧૬ |
વિભૂતિપાદ
૨૫૫
For Private and Personal Use Only