________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તેનો ક્રમ છે. માટીનો પિંડ પોતાના સ્વરૂપથી નાશ થાય છે, અને ઘડો પેદા થઈ જાય છે, એ ધર્મ-પરિણામ ક્રમ છે. લક્ષણ પરિણામમાં ક્રમ એ છે કે જેમ ઘડાના અનાગત લક્ષણની સ્થિતિમાં વર્તમાન લક્ષણની સ્થિતિનો ક્રમ છે, તે જ રીતે પિંડના વર્તમાન લક્ષણની સ્થિતિમાં અતીત લક્ષણની સ્થિતિનો ક્રમ છે. અતીત લક્ષણનો ક્રમ નથી હોતો, કેમકે પૂર્વથી પશ્ચાત્ થતાં જ અવ્યવહિત પરવતા=અનન્તર સમીપતા હોઈ શકે છે અને તે (પૂર્વથી પરત નો ભાવ) અતીતનો નથી. એટલા માટે બે જ લક્ષણો (અનાગત અને વર્તમાન)નો ક્રમ હોય છે. તે જ રીતે અવસ્થા પરિણામમાં પણ ક્રમ હોય છે. જેમ કે નવીન ઘડાનું પ્રાન્ત-બન્યા પછીના કેટલાક કાળ પછી પુરાણાપણું દેખાવા લાગે છે અને તે પુરાણાપણું ક્ષણ પરંપરાનું અનુસરણ કરનારા ક્રમ દ્વારા પ્રકટ થતું અતિશય અભિવ્યક્તિને પ્રાપ્ત થાય છે અર્થાત્ પુરાણાપણું સર્વથા પ્રકટ થઈ જાય છે. આ ધર્મપરિણામ અને લક્ષણપરિણામથી જાદો ત્રીજા પ્રકારનો અવસ્થા નામનો) પરિણામ છે.
આ ક્રમ ધર્મ અને ધમના ભેદ હોવાથી જ સ્વરૂપને પ્રાપ્ત થયેલા હોય છે. અને ધર્મ પણ પોતાના બીજા ધર્મોનાં સ્વરૂપની અપેક્ષાથી ધર્મી થઈ જાય છે. પરંતુ જયારે પરમાર્થ રૂપમાં ધમમાં અભેદની દૃષ્ટિએ કથન કરવામાં આવે છે, ત્યારે અભેદોપચાર દ્વારા તે ધર્મી જ ધર્મ કહેવાય છે. તે સમયે આ ક્રમ (ક્રમિક વિકાસ) એક જ રૂપમાં (એક જ ધર્મીના ધર્મ પરિણામના રૂપમાં પ્રતિભાસિત થાય છે.
(જે પ્રકારે બાહ્ય પદાર્થોનાં વિભિન્ન પરિણામો બતાવ્યાં છે, એ જ પ્રકારે ચિત્તનાં પણ બતાવે છે.) ચિત્ત ધર્મીનાં બે પ્રકારનાં ધર્મ છે – પરિદષ્ટ (=પ્રત્યક્ષ) અને અપરિદ(=પરોક્ષ). તેમનામાં પ્રત્યયાત્મી=જ્ઞાન કરાવનારી પ્રમાણ વગેરે ચિત્તની વૃત્તિઓ અને જે ચિત્તમાં સ્વરૂપથી જ સ્થિત ધર્મ હોય છે તે અપરિદષ્ટ (પરોક્ષ) છે. તે સાત જ (૭) હોય છે, જેમને વસ્તુ સ્વરૂપ અનુમાનથી જ સિદ્ધ કરી શકાય છે. (નિરોધથRT :) અર્થાત્ નિરોધ, ધર્મ, સંસ્કાર, પરિણામ, જીવન, ચેષ્ટા અને શક્તિ એ ચિત્તના ધર્મો રનવર્જિત = અપરિદષ્ટ (પરોક્ષ) છે. ભાવાર્થ - પહેલા સૂત્રોમાં એક ધર્મના અનેક ધર્મોનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ એમાં શંકા થાય છે કે એક ધમનું એક જ પરિણામ હોવું જોઈએ, અનેક કેમ? તેનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. ક્રમના ભેદથી પરિણામોમાં ભિન્નતા થઈ જાય છે. જેમાં માટી એક ધર્મી છે, તેના ભિન્ન ભિન્ન ક્રમ થતા રહે છે. પહેલાં માટી ચૂર્ણ રૂપમાં હતી, પાણી મેળવવાથી પિંડરૂપ થઈ ગઈ, કુંભારે પિંડમાંથી ઘટાકાર વગેરે કરી દીધી, ઘડાના તૂટવાથી કપાલા (ઠીકરાં)નું રૂપ તથા તેમનું બારીક થવાથી કાળાન્તરમાં ફરીથી ચૂર્ણ રૂપમાં માટી થઈ જાય છે. આ પ્રકારે ક્રમભેદથી એક ધમનાં જુદાં જુદાં અનેક પરિણામ થઈ જાય છે.
ક્રમનો અભિપ્રાય છે-એક પરિણામનું કોઈ બીજા પરિણામની અનંતર=અતિશય નિટ (નજીક) ભાવથી હોવું તેનો ક્રમ છે. માટીના ચૂર્ણમાંથી પિંડઆકાર થવું, પિંડમાંથી વિભૂતિપાદ
૨૫૩
For Private and Personal Use Only