________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની છે, તેમના મતમાં ભો= કર્મફળના ભોગનો અભાવ પ્રાપ્ત થશે. બીજું કે વિજ્ઞાન =ચિત્ત દ્વારા કરાયેલાં કર્મના ભોક્તાના રૂપમાં બીજા વિજ્ઞાનનો અધિકાર કેવી રીતે હોઈ શકે? અને તેના મનમાં સ્મૃતિનો અભાવથશે, કેમકે એક દ્વારા જોવાયેલાં વિષયનું સ્મરણ બીજાને નથી થતું. (અનુભૂતિ વિષયક) વસ્તુની પ્રમજ્ઞા=સ્મૃતિથી સિદ્ધ થાય છે કે ધર્મી બધા ધર્મોમાં અનુગત થાય છે, જે ભિન્ન ધર્મવાળા થઈને (મૃતિ આદિથી) ઓળ ખી શકાય છે. એટલા માટે બધા જ પદાર્થ) અનુગતત્વથી રહિત ધર્મમાત્ર નથી. (બલ્લું બધા ધર્મોમાં અનુગત ધર્મી છે.) ભાવાર્થ-પૂર્વોક્ત સૂત્રમાં ધર્મ આદિ ત્રણ પરિણામ બતાવ્યાં છે. હવે તે જેના ધર્મ છે, તે ધર્મીનાં સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. પૂર્વ સૂત્રના વ્યાસ-ભાગ્યમાં ઉદાહરણ આપીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માટીનો ગોળો (પિંડ), વાસણ ઘડો વગેરે તથા કાળાન્તરમાં તેમના ટુકડા વગેરે જુદા-જુદા આકારવાળા થઈ ગયા છે, અથવા થશે એ બધા જ એક માટી ધર્મીના વિભન્ન ધર્મ છે. પહેલાં માટીના ચૂરાને પાણીમાં પલાળીને પિંડાકાર બનાવ્યો, પછી તેનાથી કુંભારે જુદાં જુદાં ઘડા આદિ વાસણો બનાવ્યાં, પછી તૂટી જતાં જુદા જુદા આકાર થઈ ગયા છે. એનાથી સ્પષ્ટ છે કે વિભિન્ન આકાર ઘટ વગેરે, જે એક બીજાથી જુદા જુદા છે, એ બધામાં એક ધર્મી માટી સમાનરૂપે અનુગત છે. તે ધર્મીના બધાં જ ધર્મોને આ સૂત્રમાં ત્રણ ભાગોમાં વહેચ્યાં છે - (૧) શાન્ત=જે પોતાના વ્યાપાર કરીને ઉપરત થઈ ગયા છે, તે શાન્ત અથવા અતીત ધર્મ હોય છે. (૨) ઉદિત એ ધર્મ છે કે જે વર્તમાનમાં કાર્યરત છે. (૩) અવ્યપદેશ્ય જે ધર્મ ધર્મીમાં શક્તિરૂપે સ્થિત છે, જેમનો નિર્દેશ નથી કરી શકાતો તે અવ્યપદેશ અનાગત ધર્મ છે. જેમ કે ઘડો, બનતા પહેલાં માટીમાં અવ્યપદેશ્યરૂપે હતો, ઘડો બન્યા પછી ઉદિત થઈ જાય છે અને તૂટી ગયા પછી શાન્તરૂપે હોય છે. ધર્મી માટી આ બધા જ ધર્મોમાં અનુગત હોય છે. અને એ બધાજ એક ધર્મી (તત્વ)ના છે. આ રીતે એક ધર્મમાં વિભિન્ન ધર્મ વિદ્યમાન રહે છે અને તે દેશ, કાળ આદિ ઉચિત નિમિત્ત મેળવીને પ્રકટ થઈ જાય છે. જે અભિવ્યક્ત ધર્મ નથી તે ધમમાં તિરોહિતરૂપે રહે છે. સામાન્યરૂપે અન્વિત ધર્મી વિશેષ ધર્મોના ઉદિત થતાં સામાન્ય- વિશેષવાળા કહેવાય છે.
અહીં વ્યાસ ભાષ્યમાં “અવ્યપદેશ્ય'ની વ્યાખ્યામાં સર્વ સર્વાત્મન્ બધા ધર્મી બધી શક્તિઓવાળા છે, એમ કહ્યું છે. તેનો આશય એ કદાપિ નથી કે બધા જ પદાર્થોમાં બધા પ્રકારની શક્તિઓ છે. અહીં યથા શક્તિ જ નિર્દેશ સમજવો જોઈએ. જે પદાર્થના જે ધર્મ અભિવ્યક્ત નથી, તેમને જ અહીંયાં સર્વ શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. નહીંતર બધાથી બધાંની ઉત્પત્તિ થવા લાગે. આજ આની જ વ્યાખ્યા જળ અને ભૂમિના પરિણામનાં વિવિધરૂપ બતાવીને કરી છે. સ્થાવર વૃક્ષ વગેરેમાં મધુર, અમ્લ, મૃદુ વગેરે વિવિધરૂપ જોવામાં આવે છે. એ બધાં જળ-ભૂમિના પરિણામ-સ્વરૂપ જ છે અને જંગમો ચાલતાં ફરતાં પ્રાણીઓના શરીરોમાં જે રૂ૫ આદિની વિવિધતા છે, તે
વિભૂતિપાદ
૨પ૧
For Private and Personal Use Only