________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાવર વૃક્ષ પધિ આદિના પરિણામસ્વરૂપ છે. આ પ્રકારે વિભિન્ન વસ્તુઓમાં વિભિન્ન વિકારોને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પરંતુ તેમની અભિવ્યક્તિ એક સાથે કેમ નથી થતી? એમાં (૧) દેશ=સ્થાનનો પ્રતિબંધ હોય છે. જેમ કે કેશર કાશ્મીરમાં જ પેદા થાય છે, બીજા ગરમ પ્રદેશોમાં નહીં. (૨) કાળનો પ્રતિબંધ હોય છે - જેમ કે તરબૂચ ઠંડી ઋતુમાં નથી થતું, ગરમ ઋતુમાં જ થાય છે. (૩) આકારનો પણ પ્રતિબંધ હોય છે, જેમ કે વિભિન્ન યોનિઓમાં આકાર પરમેશ્વરે બનાવ્યા છે, તેમાં મૃગ વગેરે મનુખાકાર નથી હોતાં અથવા મનુષ્ય મૃગ આદિ આકારવાળા નથી થતા. અથવા મનુષ્યકૃત ઘટ વગેરે પોતાના આકારને છોડીને બીજા આકારવાળા નથી થતા જે શાન્ત ધર્મવાળા ધર્મી છે. તેમનામાં વિભિન્ન ધર્મ કેવી રીતે રહે છે? તેનો ઉત્તર વ્યાસ-ભાગ્યમાં એ આપ્યો છે કે જાતિ અવિનાશ-ધર્મા છે. તે કદીપણ નાશ નથી પામતી. જો કોઈ ઘડો નાશ પામ્યો છે, તો તે ઘટ જાતિ અન્યત્ર નથી, એવું કદી પણ નથી હોતું. નાશ થયેલા ઘટ આદિમાં પણ કાળાન્તરમાં માટી રૂપ થતાં તે શક્તિ અનભિવ્યક્તરૂપે જોઈ શકાય છે. માટે બધા ધર્મીઓમાં તેમના પોતાના બધા જ ધર્મ રહે છે અને બધા જ ધર્મોમાં ધર્મી અનુગત હોય છે. આ નિયમમાં કોઈ દોષ નથી આવતો.
અહીં વ્યાસ-ભાખમાં ધર્મોથી ભિન્ન એક ધર્મીની સત્તા ન માનનારા ક્ષણિક વાદીઓના મતનું યુક્તિ સહિત ખંડન કરવામાં આવ્યું છે. એતદર્થ ચિત્તનું ઉદાહરણ આપ્યું છે કે ચિત્ત એક ધર્મી છે, કે જેનો સ્મૃતિ આદિ ધર્મ હોય છે. પૂર્વાનુભૂત વિષયની
સ્મૃતિ એટલા માટે જ થઈ જાય છે કે જેણે નેત્ર આદિથી જોયું, સાંભળ્યું, ચાનું અથવા સુંધ્યું હતું, તે હજી પણ વિદ્યમાન હોવાથી તેમની સ્મૃતિ કરી શકે છે. જો ધમ ક્ષણિક માનવામાં આવે તો એકે જોયેલી વસ્તુનું સ્મરણ બીજો કેવી રીતે કરી શકે છે? જોકે ચિત્ત પણ ચેતન આત્મા વિના કાર્ય નથી કરી શકતું, તેમ છતાં ચિત્તને ધર્મ માનીને તેનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે, કેમ કે ક્ષણિકવાદીઓના મતમાં ચેતન આત્માની કોઈ સત્તા જ નથી. આ જ પ્રકારે કર્મ કોઈકે કર્યા અને તેનાં ફળ બીજું ચિત્ત ભોગવે, એ પણ ક્ષણિકવાદમાં એક દોષ છે. માટે ધર્મોથી જુદી પરંતુ ધર્મોમાં અનુગત એક ધર્મની સત્તા માનવી અપરિહાર્ય છે. જે ૧૪ હવે – એક ધર્મીના વિભિન્ન પરિણામોનું કારણ -
માન્યતં પરિમાન્યત્વે હેતુ / ૧ / સૂત્રાર્થ માન્યત્વે ક્રમની ભિન્નતા (રિણામન્યત્વે ધર્મીના પરિણામોની ભિન્નતામાં હેતુ :) કારણ છે. ભાષ્ય અનુવાદ-એક ધર્મીનું એક જ પરિણામ હોવું જોઈએ એવો પ્ર=દોષ આવતાં ક્રમ ભિન્નતા જ પરિણામોની ભિન્નતામાં કારણ હોય છે. જેમ કે ચૂ-ગુંદેલી (પીસેલી) માટી, પિંડાકાર માટી, ઘટાકાર માટી, કપાલાકાર (ઠીકરાં)ની માટી અને કણરૂપ માટી, એમાં પાંચ પ્રકારનો માટી-સંબંધી ક્રમ છે. જે ધર્મ જે ધર્મ પછી=સમીપવાળો ધર્મ છે,
યોગદર્શન
૨પર
For Private and Personal Use Only