________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું આલંબનીભૂત છે. કેમ કે તે અર્થ પોતાની અવસ્થાઓથી વિકૃત થતો ન તો શબ્દની સાથે સંગત થાય છે અને ન તો જ્ઞાનની સાથે સંગત થાય છે. આ જ પ્રકારે શબ્દ અને જ્ઞાન એક બીજાની સાથે સંગત થતા નથી. તેનાથી સ્પષ્ટ છે કે શબ્દ જુદો છે અને અર્થ જુદો છે અને જ્ઞાન પણ જુદુ છે. આ ત્રણેયનો વિમ= ભેદ છે. આ પ્રકારે શબ્દ, અર્થ તથા જ્ઞાન ત્રણેયના પ્રવિભાગોમાં સંયમ કરવાથી યોગીને બધા પ્રોણીઓની બોલીનું જ્ઞાન થઈ જાય છે. ભાવાર્થ- શબ્દ વાચક હોય છે, જેને કંઠ વગેરેથી બોલાય છે અને કાનથી સંભળાય છે. અર્થ વાચ્ય હોય છે કે જે શબ્દ દ્વારા જાણવામાં આવે છે. અને પ્રત્યય = જ્ઞાન અર્થાત ચિત્તની વૃત્તિનું વિપયાકાર થવું, જે શબ્દ અને અર્થ બંનેને મેળવીને જ્ઞાન કરાવે છે. આ ત્રણેય શબ્દ, અર્થ અને જ્ઞાન પરસ્પર એકબીજાથી જુદા છે. અને પોત પોતાની જુદી સત્તા રાખે છે. અર્થાત ગાય શબ્દ વક્તાની વાકુ ઈન્દ્રિયમાં છે'. :” શબ્દનો અર્થ સાસ્નાદિમાન્ પશુવિશેપમાં રહે છે. અને ગૌ શબ્દનું જ્ઞાન મનમાં રહે છે. પરંતુ સામાન્યજનોના નિરંતર અભ્યાસના કારણે એ ત્રણેય મળેલા હોય તેવાં જણાય છે. વ્યવહારમાં એ જોવામાં આવે છે કે જયારે આપણે કોઈને કહીએ છીએ કે ગાયને ચારો આપી આવો, અથવા પાણી પીવડાવો, તો તે વ્યક્તિ ત્રણેયને એકાકાર સમજીને કાર્ય કરવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ જ વાકય આપણે કોઈ વિદેશીને કે જે “ગૌ”ના અર્થને નથી જાણતો તેને કહીએ, તો તે ત્રણેય (શબ્દ, અર્થ, અને જ્ઞાન) પર વિચાર કરીને પહેલાં ત્રણેયના ભેદ જાણવાનો પ્રયત્ન કરશે પછી તેનો વ્યવહાર કરી શકશે.
આ પ્રકારે વ્યવહારમાં સાધારણ વ્યક્તિ શબ્દ, અર્થ અને જ્ઞાનનું સાંકયૂ બનાવી રાખે છે – શબ્દમાં અર્થનો, અર્થમાં શબ્દનો, શબ્દમાં જ્ઞાનનો, જ્ઞાનમાં શબ્દનો, અર્થમાં જ્ઞાનનો અને જ્ઞાનમાં અર્થનો અધ્યાસ = એકાકાર કરીને આ ત્રણેયનો લોકમાં વ્યવહાર થાય છે. આ અભેદ સ્થિતિને જ સૂત્રમાં સંકર' શબ્દથી કહેવામાં આવી છે. એ જ પ્રકારે પશુ-પક્ષી જે શબ્દ બોલે છે, તેમનામાં શબ્દ, અર્થ તથા જ્ઞાન ત્રણેય હોય છે, પરંતુ સામાન્યજન નથી જાણી શકતા. યોગી પુરૂપ આ ત્રણેયને જુદા જુદા વિભાગો પર સંયમ કરીને એક સમાધિજન્ય (યો. ૩/૫) વિશેષ પ્રજ્ઞાને પ્રાપ્ત કરી લે છે, જેનાથી તે મનુષ્યોના શબ્દોનું જ નહીં, બલ્ક બધાં પ્રાણીઓના શબ્દ, અર્થ, તથા જ્ઞાનના સૂક્ષ્મ વિભાગોને સમજી લે છે અને આ પ્રકારે બધાં પ્રાણીઓની ધ્વનિઓ (અવાજ)ને સમજી લે છે.
તે સિવાય વ્યાસ ભાગ્યમાં સ્ફોટવાડ= જેનાથી અર્થ કુટ થાય છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વર્ષોના મેળથી પદ અને પદોના મેળથી જે વાકય બને છે, જેનાથી આપણને શબ્દ, અર્થ તથા તેમનાથી જ્ઞાન થાય છે, તેમના પ્રવિભાગો પર વિચાર કરવામાં આવ્યો છે. કયાંક એક પદથી જ પૂરા અર્થનો બોધ થઈ જાય છે, તો કયાંક એક પદ પૂરા વાકયનો અર્થ બતાવી દે છે, ક્યાંક એક જ શબ્દ ક્રિયાનો બોધક હોય છે પરંતુ ૨૫૮
યોગદર્શન
For Private and Personal Use Only