________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યાપ = અભિનાકારરૂપ સ્મૃતિવાળો હોય છે. કે જે આ શબ્દ છે, તે જ આ અર્થ છે અને જે આ અર્થ છે, તે જ શબ્દ છે. આ પ્રકારે પરસ્પર અધ્યારોપ (એકબીજામાં ભળી ગયેલા) વાળા શબ્દ અને અર્થનો સંકેત હોય છે. એ શબ્દ, અર્થ અને જ્ઞાન પરસ્પર અધ્યાસના કારણે સંવકી = મિશ્રિત જેવા થઈ જાય છે. જેમ કે – “ શબ્દ છે : જ અર્થ છે અને ન જ જ્ઞાન છે. જે એના પ્રવિભાગને જાણે છે, તે સર્વવિદ્ = બધાં જ (પ્રાણીઓના) શબ્દોનો જ્ઞાતા થઈ જાય છે.
જેમ કે એક પદ સર્વાભિધાન શક્તિથી યુક્ત હોય છે, તે જ રીતે બધા જ પદોમાં વાક્ષાર્થનો બોધ કરાવનારી શક્તિ રહે છે. જેમ કે – “વૃક્ષ' એવું કહેતાં ‘તિ = છે. એવું “જ્ઞાન” થાય છે. કેમ કે કોઈપણ પદાર્થ સત્તા= વિદ્યમાનતાનું ઉલ્લંઘન નથી કરતો, તે જ પ્રકારે કારક વિના ક્રિયા થતી નથી અને એટલા માટે જ “પ્રવતિ = પકાવે છે,” એ કહેતાં બધા જ કારકોની સાક્ષેને = પ્રાપ્તિ થાય છે. ચૈત્ર નામની વ્યક્તિ ક્રિયાકર્તા, અગ્નિ પકાવવાની ક્રિયામાં કારણ અને ચોખાનું કર્મરૂપમાં કથન તો અર્થનું નિયમન કરવાને માટે અનુવાદ માત્ર છે અને પૂરા વાકયને માટે એક પદની રચના પણ જોવામાં આવે છે જેમ કે – “શ્રોત્રિયછન્ડોડધી “વેદનું અધ્યયન કરે છે.” આ વાકય અર્થમાં શ્રોત્રિય પદનું અને પ્રાણીને ધારત = “પ્રાણોને ધારણ કરે છે,” આ વાકય – અર્થમાં ‘નીવતિ પદનો પ્રયોગ થાય છે.
પ્રત્યેક વાકયમાં પદાર્થની અભિવ્યક્તિ હોય છે. એટલા માટે વાકયગત પદનો વિભાગ કરીને = બરાબર વ્યુત્પત્તિ કરીને જ સિદ્ધ કરવો જોઈએ કે તે પદ ક્રિયાબોધક છે અથવા કારકબોધક છે. નહીંતર મવતિ ‘મવું: ‘મનાય? વગેરે પદોમાં નામ તથા આખ્યાનું સમાનરૂપ હોવાના કારણે ક્રિયા અને કારકનું વિજ્ઞાન (જ્ઞાન) ન થવાથી કેવી રીતે વ્યાખ્યા થઈ શકે ? કેમ કે ઉક્ત ઉદાહરણોમાં પ્રત્યેક પદ ક્રિયાવાચક તેમજ કારકવાચક પણ છે. જેમ કે – “પટો મવતિ અહીં “મવતિ ક્રિયાવાચક અને મવતિ મિક્ષ દિ અહીં મવતિ નામ વાચક છે. વર્મ9 = તું ગયો અથવા તે શ્વાસ લીધો અહીં ‘મશ્વ:' પદ ક્રિયાવાચક છે. ‘મો ઘાવતિ = “ઘોડો દોડે છે' અહીં નામવાચક ‘અશ્વ' શબ્દ છે. અને એ જ પ્રકારે તન્મનાથ: શત્રન'તુ શત્રુઓને હરાવડાવે છે. અહીં ‘મનાપ:' શબ્દ ક્રિયાવાચક છે. પરંતુ અત્યન્ મનાય . fપવ તુ બકરીનું દૂધ પી, ત્યાં નામવાચક છે.
(તવિમા') તે શબ્દ, અર્થ અને જ્ઞાનના પ્રવિભાગ બતાવીએ છીએ. જેમ કે શ્વેતજો પ્રસાદુ = મકાન સફેદ થઈ રહ્યું છે... અહીં “શ્વેત પદ ક્રિયાર્થક છે. અને શ્વેત પ્રદુ: = મકાન સફેદ છે પદ કારક અર્થનો બોધક છે. “તને અને ત?' શબ્દોના અર્થ ક્રમવાર ક્રિયારૂપ અને કારકરૂપ છે. જ્ઞાન પણ ક્રિયારૂપ અને કારકરૂપ હોય છે. એમાં કારણ એ છે કે “રોય- તે આ છે આ પ્રકારના પરસ્પર એકાકાર સંબંધથી સંકેતકૃત એકાકાર જ જ્ઞાન થાય છે. જે આ “શ્વેત અર્થ છે, તે શ્વેત તથા “શ્વેત જ્ઞાન” વિભૂતિપાદ
૨૫૭
For Private and Personal Use Only