________________
Shri Mahavir Jain Aradhana Kendra
wy
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટાકાર થવું એ ધર્મપરિણામ છે. અને ઘડો બનતા પહેલાં માટીના પિંડમાં (ઘડો) અનાગત (ભવિષ્ય)ના રૂપમાં રહેલો હતો, તેનું વર્તમાનરૂપમાં ઘટાકાર થવું અને ફરીથી વર્તમાનરૂપમાંથી તૂટીને અતીતરૂપમાં થવું એ લક્ષણ પરિણામ ક્રમ છે. અતીતનો ફરીથી આગળ ક્રમ નથી હોતો, કેમ કે પૂર્વ-પર ભાવ હોવાથી જ ક્રમ થાય છે. અવસ્થા-પરિણામ ક્રમ આ પ્રકારે - જે ઘડો અનાગત (ભવિષ્ય) દશામાંથી વર્તમાન દશામાં આવ્યો છે, તે એ વખતે નવીન હોય છે. કાળક્રમે તે જુનો થઈ જાય છે અને કેટલાક દિવસો પછી વધારે જુનો થઈ જાય છે. આ નવીનતાથી પુરાણાપણું એકદમ નથી થયું પરંતુ ધીરે ધીરે પ્રતિક્ષણ પરિણત થઈને થયું છે. આ અવસ્થા-પરિણામનો ક્રમ છે. એ ત્રણેય પરિણામો ધર્મ અને ધર્મનો ભેદ સ્વીકાર કરવાથી જ પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે. વાસ્તવમાં બધું જ ભૌતિક જગત પ્રકૃતિનો વિકાર છે માટે પ્રકૃતિ જ ધર્મી છે, અન્ય તેના ધર્મો છે. તેમછતાં વ્યવહારિક દષ્ટિથી માટી આદિને પણ ધર્મી માનીને ઔપચારિક રૂપે ધર્મ-ધર્મી ભાવ બતાવવામાં આવ્યો છે.
વ્યાસ-ભાષ્યમાં ભૌતિક પદાર્થોનાં ત્રિવિધ પરિણામો બતાવીને ચિત્તના ધર્મોનું પરિગણન કરવામાં આવ્યું છે. ચિત્તના પરિદષ્ટ (પ્રત્યક્ષ) અને અપરિદષ્ટ (પરોક્ષ) બે પ્રકારના ધર્મો બતાવ્યા છે. પરિદષ્ટ ધર્મ પ્રત્યયાત્મક જ્ઞાન કરાવનારી પ્રમાણ આદિ ચિત્તની વૃત્તિઓ પરિદષ્ટ=પ્રત્યક્ષ છે અને અપરિદષ્ટ ધર્મોનું જ્ઞાન અનુમાન આદિથી થાય છે. પ્રાચીન આચાર્યોએ અપરિદષ્ટ ધર્મોની સંખ્યા સાત (૭)ની બતાવી છે, જે નીચે પ્રમાણે છે – (૧) નિરોધ-અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સંસ્કારમાત્ર શેષ રહી જાય છે. ચિત્તના આ પરિણામને સામાન્ય મનુષ્ય આપ્ત પ્રમાણથી જાણી શકે છે. (૨) ધર્મ-ધર્મ તથા અધર્મનું ફળ જ શુભ-અશુભ હોય છે. શુભ-અશુભ ફળને જોઈને ધર્મ-અધર્મનો બોધ થાય છે. ધર્મ-અધર્મના અનુષ્ઠાન કાળમાં ચિત્ત ધર્મરૂપ અથવા અધર્મરૂપ થઈ જાય છે. એ ચિત્તનું ધર્મપરિણામ છે. અહીં ધર્મ શબ્દથી અધર્મનું પણ ગ્રહણ કરવું જોઈએ. (૩) સંસ્કાર - જે કંઈ પુરુષ કર્મ કરે છે, તેના સંસ્કાર ચિત્તમાં સ્થિત હોય છે. તેમનામાં પ્રસુખ, તન, વિચ્છિન્ન તથા ઉદાર આ સંસ્કારોની ચિત્તમાં વિભિન્ન સ્થિતિઓ છે. જે (યો. ૨/૪)માં વર્ણવેલી છે. એમનામાં જે સંસ્કાર કાર્યરત થાય છે, ચિત્ત પણ એવું જ થઈ જાય છે. એ ચિત્તનું સંસ્કારપરિણામ છે. (૪) પરિણામ-ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે અને વાળવૃત્તન પ્રમાણે ચિત્ત પ્રતિક્ષણ પરિણત (બદલાતું) થતું રહે છે. કયારેક સત્ત્વગુણપ્રધાન થાય છે, ત્યારે બીજા રજોગુણ અને તમોગુણ અભિભૂત રહે છે. કયારેક રજોગુણપ્રધાન થાય છે, ત્યારે સત્ત્વગુણ અને તમોગુણ અભિભૂત રહે છે. અને જયારે ચિત્ત તમોગુણ પ્રધાન હોય છે, ત્યારે સત્ત્વ અને રજસ અભિભૂત રહે છે. જે ગુણની મુખ્યતા (પ્રધાનતા) હોય છે, ૨૫૪
યોગદર્શન
For Private and Personal Use Only