________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાતાં, કેમ કે નિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ પરિણામોમાંથી પ્રત્યેક પરિણામ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ તથા અવસ્થા પરિણામવાળું હોય છે.
માટી અને ઘડાના ઉદાહરણથી ભૂતોમાં ધર્મ આદિ ત્રણેય પરિણામ સમજવા જોઈએ. માટીરૂપ ધર્મીનું પિંડરૂપ ધર્મને છોડીને ઘટરૂપ ધર્મમાં પરિવર્તિત થવું ધર્મપરિણામ છે. એક જ માટીના વિભિન્ન પ્રકારના ઘડા આદિવાસણ બનાવવામાં આવે છે. માટી ધર્મી બધા પાત્રોમાં જેવી છે તેવી જ રહે છે. ફક્ત તેના આકાર બદલાતા રહે છે. એમનામાં પહેલા પિંડરૂપ ધર્મનું તિરોહિત થવું (છુપાઈ જવું) અને બીજા ધર્મોનું પ્રકટ થવું ધર્મપરિણામ છે. જ્યાં સુધી ઘડો વગેરે આકાર બન્યા ન હતા, તે પહેલાં માટીમાં વિદ્યમાન હોવા છતાં તિરોહિત હતા અને નાશ થતાં ફરીથી તિરોહિત થઈ જશે. ઘટ આદિ ધર્મોનો માટીમાં અભાવ કયારેય ન હતો. ઘટ આદિરૂપે પ્રકટ થતાં પહેલાં માટી ધર્મીમાં અનાગત લક્ષણ પરિણામ વર્તમાન થતાં વર્તમાનલક્ષણ પરિણામ અને ઘટ આદિ ધર્મનું અતીત (ભૂતકાળ)માં નાશ થઈને છૂપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. માટીના ઘટરૂપ ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં આવતાં સુધી અને વર્તમાન લક્ષણથી અતીતલક્ષણમાં જતાં સુધી તેની અવસ્થામાં ક્રમશઃ જે દઢ તથા દુર્બળ કરવા રૂપે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે, તે ઘટધર્મનું અવસ્થા પરિણામ છે. તે જ પ્રકારે બીજા ભૂતોનાં અને પ્રાણીઓનાં શરીરોમાં ઈદ્રિયોના ધર્મ આદિ પરિણામ પણ જાણવાં જોઈએ. જેમ કે ધર્મી નેત્રનો પોતાનો ધર્મ નીલ7 (ભૂરાશ), પીતત્વ (પીળાશ), રક્તત્વ (રતાશ) આદિ વિષયોમાં એક રૂપને છોડીને બીજા રૂપને ગ્રહણ કરવું એ ધર્મપરિણામ છે અને ધર્મી નેત્રનો નીલત્વ આદિ પ્રકટ થતા પહેલાં અનાગત લક્ષણ-પરિણામ છે, વર્તમાનકાળમાં પ્રકટ થવું વર્તમાન લક્ષણ પરિણામ છે અને વર્તમાનકાળમાંથી અતીત કાળમાં છુપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. અને વર્તમાન લક્ષણ પરિણામમાં ગ્રાહ્ય નીલ આદિ વિષયનું સ્કુટ, સ્કુટર, તથા અસ્ફટ આદિ પ્રતીતિઓનું હોવું અવસ્થા પરિણામ છે. એ જ પ્રકારે ઘાણ આદિ ઈદ્રિયોનાં પરિણામ પણ જાણવાં જોઈએ. ૧૩ નોંધ- (૧) ધર્મમાં પૂર્વ ધર્મનું દબાઈ જવું અને બીજા ધર્મનું પ્રકટ થવું એને ધર્મ પરિણામ કહે છે. (૨) કાળ પરિણામને અહીં લક્ષણ પરિણામ કહે છે. (૩) એક ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં પ્રકટ થતાં સુધી અવસ્થાને દઢ કરવામાં અને વર્તમાન લક્ષણથી અતીત લક્ષણમાં જતાં સુધી તેની અવસ્થાને દુર્બળ કરવામાં જે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે તે અવસ્થા પરિણામ છે. (૪) યોગશાસનો એ સર્વતંત્ર સિદ્ધાંત છે કે સત્ પદાર્થનો સ્વરૂપ નાશ કયારેય નથી થતો અને અસતુ પદાર્થની ઉત્પત્તિ નથી થતી. (૫) માટીથી જેમ ઘડો બન્યો. એ ધર્મીની ધર્માન્તર અવસ્થા છે. અને માટીમાં પૂર્વતઃ વિદ્યમાન ઘટ આકાર ધર્મની વર્તમાન અવસ્થા થવી લક્ષણાંતર પરિણામ છે.
વિભૂતિપાદ
૨૪૯
For Private and Personal Use Only