________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકટથવું જ પરિવર્તન હોય છે. ધર્મ, લક્ષણ અને અવસ્થા ત્રણેય વસ્તુમાં (ધર્મીમાં) સદા વિદ્યમાન રહે છે. પરંતુ દબાતા-ઉભરતાં રહે છે અને ધર્મી (વસ્તુ) એ દબાનારાઉભરનારા ધર્મોમાં સદા અનુગત રહે છે. ધર્મ-પરિણામ - ધર્મીના અવસ્થિત રહેતાં પૂર્વ ધર્મની નિવૃત્તિ થતાં અને ધર્માન્તરના પ્રકટ થવાને ધર્મ પરિણામ કહે છે. ચિત્તમાં ધર્મ પરિણામ - (યો. ૩૯) સૂત્રમાં ચિત્તના નિરોધ-પરિણામમાં ધર્મ પરિણામ સમજાવવામાં આવ્યું છે. ધર્મ ચિત્તના વ્યુત્થાન સંસ્કારોનું દબાઈ જવું અને નિરોધ સંસ્કારોનું પ્રકટ થવું ચિત્તનું ધર્મ-પરિણામ છે. એ જ પ્રકારે (યો. ૩/૧૧) સૂત્રમાં ધમ ચિત્તનાં સર્વાર્થતા=બધા વિષયો તરફ ઝૂકવારૂપ ધર્મનું દબાઈ જવું અને એકાગ્રતા ધર્મનું પ્રકટ થવું એને ધર્મ પરિણામ કહ્યું છે. ચિત્તમાં લક્ષણ-પરિણામ - કાળ પરિણામને લક્ષણ પરિણામ કહે છે. તે ત્રણ માર્ગો (ભેદો) વાળું છે - અનાગત (ભવિય), ઉદિત (વર્તમાન=ચાલ) તથા અતીત (ભૂતકાળ), પ્રત્યેક ધર્મ આ ત્રણેય લક્ષણોવાળા હોય છે. જેમ ધર્મ પરિણામવાળા ચિત્તના ઉદાહરણમાં નિરોધ સંસ્કારનું પ્રકટ થતા પહેલાં ભવિષ્કકાળમાં છુપાયેલા રહેવું અનાગત લક્ષણ પરિણામ છે અને એ જ સંસ્કારોનું ભવિષ્યકાળને છોડીને વર્તમાનકાળમાં પ્રકટ થવું વર્તમાન લક્ષણ પરિણામ છે, તથા વ્યુત્થાન સંસ્કારોનું વર્તમાનકાળને છોડીને ભૂતકાળમાં છુપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. ચિત્તમાં અવસ્થા પરિણામ-એક ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં પ્રકટ થતાં સુધી તે ધર્મને દઢ કરવામાં અને વર્તમાન લક્ષણથી અતીત લક્ષણમાં જતાં સુધી પૂર્વધર્મને દુર્બળ કરવામાં જે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે, તે અવસ્થા પરિણામ છે. જેમ કે (યો. ૩/૧૦) સૂત્રમાં નિરોધ સમાધિના ભંગ થતા સુધી નિરોધ સંસ્કારોને પ્રતિક્ષણ, દઢ કરતા, સ્થિર કરતા અને ફરીથી વ્યુત્થાન સંસ્કારોના દુર્બળ થતાં સુધી પ્રશાન્ત પ્રવાહનું વહેવું છે, તે ચિત્તનું અવસ્થા પરિણામ છે. સ્થૂળ ભૂતો તથા ઈદ્રિયોમાં ધર્મ આદિ પરિણામ – ચિત્ત પરિણામની જેમ ભૂતેન્દ્રિય પરિણામ પણ સમજવાં જોઈએ. ભૂતેન્દ્રિય-પરિણામોને સમજતા પહેલાં તેમના કારણ કાર્ય ભાવને પણ જાણવા જરૂરી છે. પાંચ સ્થૂળભૂત તથા ઈદ્રિયો એ સૂક્ષ્મ ભૂતો તથા સાત્ત્વિક અહંકારના કાર્ય છે. મૂળ પ્રકૃતિથી લઈને ભૂતેન્દ્રિયો સુધી જે પરિણામો થાય છે, તે તત્ત્વોત્તર પરિણામ થાય છે. પરંતુ સ્થૂળભૂત ઈદ્રિયોનાં પરિણામોને તત્ત્વાન્તર ન કહેતાં ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામ જ કહેવામાં આવ્યાં છે. જો કે ભૂતેન્દ્રિયોથી પહેલાં પ્રકૃતિઓના પરિણામોમાં પણ ધર્મ આદિ પરિણામ થાય છે. પરંતુ એમાં તત્ત્વાન્તર પરિણામ પણ છે, અને ભૂતેન્દ્રિયોનાં ધર્મ આદિ પરિણામ જ થાય છે. બીજી બાબત એ પણ જાણવી જોઈએ કે ચિત્ત પણ બીજી ઈદ્રિયોની માફક અહંકારનું કાર્ય છે. ચિત્તના નિરોધ આદિ પરિણામોને ભૂતેન્દ્રિયોમાં થનારાં ધર્મ આદિ પરિણામ નથી કહી ૨૪૮
યોગદર્શન
For Private and Personal Use Only