________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમત = પ્રથમ ધર્માત્ર = વિકારભૂત સંસ્થાન=આકૃતિવાળા તથા પૃથ્વી આકાશ વગેરે સ્થૂળભૂત છે, એ જ પ્રકારે નિર્દુ =મહત્તત્ત્વ વિનાશી = અભિભવ થનારા, અવિનાશી = કારણરૂપથી નાશ ન થનારા સત્ત્વ આદિ ગુણોનો માનિત = પ્રથમ માત્ર = વિકાર છે. આ રૂપાંતરની જ વિકાર સંજ્ઞા છે.
એ વિષયમાં આ ઉદાહરણ છે – ધર્મી માટી પિંડાકારરૂપ ધર્મથી બીજો ધર્મ (ઘડો આદિ)ને પ્રાપ્ત થતી ધર્મ દ્વારા ઘટાકારરૂપે પરિણત થઈ જાય છે. ઘટાકાર અનાગત લક્ષણને છોડીને વર્તમાન લક્ષણને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ધર્મ લક્ષણો દ્વારા પરિણત થઈ જાય છે અને ઘડો નવાપણું તથા પુરાણાપણાને પ્રતિક્ષણ પ્રાપ્ત કરતો અવસ્થા પરિણામને પ્રાપ્ત થાય છે. (જે પ્રકારે લક્ષણોનું અવસ્થાઓમાં પરિણામ થાય છે. તે જ રીતે ધર્મોનું પણ ધર્માન્તર થવું એક અવસ્થા છે અને ધર્મનું પણ લક્ષણાન્તર થવું એક અવસ્થા છે. આ પ્રકારે ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામોના રૂપમાં એક જ ધર્મીનું પરિણામ અવાજોર (અંદરના ભેદોના કારણે જુદું જુદું દેખાય છે. આ જ પ્રકારે (ધર્મી માટીના પરિણામોની જેમ) બીજા પદાર્થોમાં પણ પરિણામ ઘટિત કરી લેવા જોઈએ.
તે એ ધર્મ, લક્ષણ, અને અવસ્થારૂપ પરિણામ ધર્મીના સ્વરૂપનું અતિક્રમણ (ત્યાગ) નથી કરી શકતા. એટલા માટે વાસ્તવમાં એક જ પરિણામ આ બધાં જ (ધર્મ, લક્ષણ, અવસ્થારૂપ) વિશેષ પરિણામોના ભેદોને વ્યાપ્ત કરે છે. હવે આ પરિણામ શું છે? મવસ્થિત= પૂર્વતઃ વિદ્યમાન વસ્તુના પૂર્વધમાં નિવૃત્ત (તિરોભાવ) થઈ જતાં બીજા ધર્મોની ઉત્પતિ (આવિર્ભાવ) જ પરિણામ કહેવાય છે. ભાવાર્થ - જે પ્રકારે (યો. ૩/૯-૧૨) સૂત્રોમાં ચિત્તનાં ધર્મ, લક્ષણ તથા પરિણામ બતાવવામાં આવ્યાં છે. તે જ પ્રકારે પાંચ ભૂતો તથા ઈદ્રિયોનાં પણ પરિણામ સમજવા જોઈએ. જોકે ગત સૂત્રોમાં ચિત્તના પરિણામોનાં નિરોધ-પરિણામ, સમાધિ-પરિણામ તથા એકાગ્રતા-પરિણામ આપ્યાં છે, ધર્મ, લક્ષણ અને અવસ્થા નામ નથી આપ્યાં. અને પછી આ શબ્દોને પર્યાયવાચી પણ નથી કહી શકાતા, તો પછી વ્યાખ્યા સમજવાનો પ્રકાર કેવી રીતે જાણવામાં આવે? એનો ઉત્તર એ છે કે ચિત્તના જે નિરોધ, સમાધિ અને એકાગ્રતા પરિણામ બતાવ્યાં છે, તેમનામાંથી પ્રત્યેક આ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામનું સમવેત રૂપ છે. તાત્પર્ય એ છે કે ચિત્તના નિરોધ પરિણામમાં પણ ધર્મ, લક્ષણ તથા અવસ્થા રૂપ ત્રણેય પરિણામ થાય છે. તે જ પ્રકારે સમાધિ અને એકાગ્રતા પરિણામમાં ધર્મ વગેરે ત્રણેય થાય છે.
ધર્મ આદિ પરિણામોને સમજતા પહેલાં યોગ-શાસનો સિદ્ધાંત જાણવો ખૂબ જરૂરી છે. આ શાસ્ત્ર પ્રમાણે અસતની કદી ઉત્પત્તિ નથી થતી અને સતનો કદી પણ સ્વરૂપ નાશ નથી થતો. (ધર્મી)નો ફક્ત આકાર આદિ ધર્મ તથા અનાગત, વર્તમાન તથા અતીતના રૂપોમાં કાલિક પરિવર્તન થતાં રહે છે અને બદલાવાનું તાત્પર્ય નાશ થવો પણ કદાપિ નથી, પ્રત્યુત એક ધર્મનો અભિભવ દબાઈ જવું અને બીજા ધર્મનો આવિર્ભાવ= વિભૂતિપાદ
૨૪૭
For Private and Personal Use Only