________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન રહેતાં જે અતીત-લક્ષણ પરિણામવાળો છે, તે અનાગત તથા વર્તમાન લક્ષણોથી જુદો નથી હોતો. તે જ રીતે મનાત = અનાગત લક્ષણથી યુક્ત થતાં વર્તમાન અને અતીત લક્ષણથી વિયુક્ત નથી થતો. તે જ રીતે વર્તમાન = વર્તમાન લક્ષણ યુક્ત થતા અતીત તથા અનાગતના લક્ષણોથી વિમુક્ત નથી થતો. જેમ કે પુરુષ કોઈ એક સ્ત્રીમાં રક્ત (આસક્ત) હોવા છતાં પણ બીજી સ્ત્રીઓમાં વિરક્ત હોય એવું નથી થતું. લક્ષણ-પરિણામમાં દોપ-પરિહાર-લક્ષણ પરિણામમાં બધા માર્ગોનાં બધાં જ લક્ષણોથી સંબંધ હોવાના કારણે મધ્યસંર= માર્ગોનો સંકર દીપ પ્રાપ્ત થાય છે, એવો બીજા આચાર્યો આક્ષેપ કરે છે. તેનું સમાધાન એ છે - અભિભૂત, અતીત આદિ બધાં ધર્મોનો યુગપત (એક સાથે) ધર્મત્વ સિદ્ધ નથી કરી શકાતું. ધર્મત્વ થતાં લક્ષણ-ભેદ પણ કહેવો પડશે. વર્તમાન સમયમાં જ તેનું ધર્મત્વ નથી. (એને ઉદાહરણ આપીને સમજાવીએ છીએ) નહીંતર ચિત્ત રાગ ધર્મવાળું નહીં બની શકે. કેમકે ક્રોધ વખતે રાગ વર્તમાન નથી રહેતો અને ત્રણેય અતીત આદિલક્ષણોનું એક વ્યક્તિમાં એક સાથે હોવું શકય પણ નથી. ક્રમથી માનવાથી તો તેના પોતાના ચંનવ = (અભિવ્યક્ત=પ્રકટ કરનારા)ના સહયોગથી વ્યક્ત (પ્રકાશિત) થનારો ભાવ થઈ શકે છે. અને કહ્યું પણ છે - પતિશય અને વૃતિશય ગુણો પરસ્પર વિરોધી હોય છે. પરંતુ સામાન્ય ગુણ અતિશય પ્રકટ થયેલા ગુણોની સાથે પ્રવૃત્ત થાય છે. આ કારણથી સંકર દોષ નથી આવતો જેમ કે ક્યાંક સી વગેરેમાં રાગનું જ વર્તમાન હોવું, તે જ સમયે બીજી જગ્યાએ રાગનો અભાવ હોય એવું નથી હોતું. પરંતુ ફક્ત સામાન્યથી સંગત છે. માટે ત્યાં તેનો ભાવ છે, તે જ રીતે લક્ષણ પરિણામ સમજવું જોઈએ. ધર્મી ત્રણ માર્ગોવાળો નથી હોતો, પરંતુ ધર્મ ત્રણ માર્ગોવાળાં હોય છે. તે ધર્મ લક્ષિત હોય અથવા અલક્ષિત હોય તે અવસ્થાને પ્રાપ્ત થતાં અવસ્થા-ભેદથી ભિન્નતારૂપમાં દર્શાવવામાં આવે છે, દ્રવ્યાંતરથી નહીં. જેમ કે-એક રેખા (=એકડો) સોના સ્થાનમાં સો =૧૦૦), દશકના સ્થાનમાં દશ (=૧૦) અને એકમના સ્થાનમાં એક (=૧)ને જ બતાવે છે અથવા જેમ - સી એક હોવા છતાં પણ કોઈથી માતા, કોઈથી પુત્રી અને કોઈથી બહેન પણ કહેવામાં આવે છે. અવસ્થા પરિણામમાં નિત્યત્વ દોષનો પરિહાર - અવસ્થા પરિણામમાં કેટલાક લોકો દ્વારા સૂરસ્થ= નિત્ય_પ્રસક્તિનો દોષ કહેવામાં આવ્યો છે. કેવી રીતે? અતીત વગેરે લક્ષણોનું ફક્ત વ્યાપારથી જ વ્યવધાન થાય છે. જ્યારે ધર્મ પોતાના વ્યાપારને નથી કરતો ત્યારે અનાગત, જયારે કરે છે ત્યારે વર્તમાન અને જયારે કરીને નિવૃત્ત થઈ જાય છે ત્યારે અતીત=(ભૂતકાળ) થઈ જાય છે. આ પ્રકારે ધર્મ, ધર્મી, લક્ષણો તથા અવસ્થાઓની
સ્થતા = નિત્યતા પ્રાપ્ત થાય છે. આ બીજા દ્વારા દોષ ઉપજાવવામાં આવે છે. પરંતુ એ દોષ નથી કેમ કે Tી = ધર્મોના નિત્ય હોવાં છતાં ગુણોનું વિચિત્ર વર્તન અભિભવ અને ઉદયની વિલક્ષણતા જ હોય છે. જેમકે – વિનાશ = કાર્યરૂપ હોવાથી રૂપાંતર થનારા અને વિનાશ= કારણરૂપથી નાશ નહીં થનારા શબ્દ તન્માત્ર આદિનું ૨૪૬
યોગદર્શન
For Private and Personal Use Only