________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
) ચિત્તનું એકાગ્રતા પરિણામ છે. ભાપ્ય અનુવાદ - સમાધિને પ્રાપ્ત ચિત્તની પૂર્વપ્રત્યયઃ પૂર્વ પ્રતીતિ શાન્ત થઈ જાય છે અને આગળની પ્રતીતિ તેની જ સમાન ૩દ્રિત= પ્રકટ થઈ જાય છે. સમાહિત ચિત્ત બંને પ્રકારની પ્રતીતિઓથી સંબદ્ધ થાય છે અને પછી તે જ રીતે શાન્ત અને ઉદયનો ક્રમ સમાધિના પ્રેTeતૂટતાં સુધી ચાલતો રહે છે. એનિશ્ચયથી ધર્મી ચિત્તનું એકાગ્રતા-પરિણામ કહેવાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં પ્રસંગ અનુસાર ચિત્તના સમાધિ-પરિણામથી પરવત એકાગ્રતા-પરિણામનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સમાધિ દશામાં વ્યુત્થાન-દશાની વૃત્તિઓનો અભિભવ થતાં ચિત્ત એકાગ્ર થવા લાગે છે, ત્યારે પણ ચિત્તમાં જુદાજુદા પ્રકારની અનુભવાત્મક પ્રતીતિઓ શાન્ત અને પ્રકટ થતી રહે છે. એ પ્રતીતિઓમાં પૂર્વ પ્રતીતિના શાન્ત અને ઉત્તર (આગળની બીજી) પ્રતીતિનો ઉદય થવાનો ક્રમ સમાધિ-ભંગ થતાં સુધી ચાલતો રહે છે. એ પ્રતીતિઓ વ્યુત્થાન-દશાથી જુદી હોય છે. વ્યુત્થાન દશામાં એક વિષય ન હોતાં જુદા જુદા વિષય હોય છે. પરંતુ ચિત્તની આ દશામાં તુલ્ય પ્રત્યય=સમાન વિષયની જ પ્રતીતિઓ થતી રહે છે. આ પૂર્વ પ્રતીતિના શાન્ત અને ઉત્તર પ્રતીતિના ઉદયના સમયે ચિત્તનું “એકાગ્રતા-પરિણામ' હોય છે. હું ૧૨ છે હવે - ગત સૂત્રોમાં ચિત્ત પરિણામ કથનથી ધર્મ આદિ પરિણામનું કથન - एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा
વ્યાવ્યાત : / ૩ / સૂત્રાર્થ - તેન) આ ગત સૂત્રોમાં કહેલાં ચિત્તનાં પરિણામથી પૂપુિષ) પૃથ્વી આદિ ભૂતોમાં અને નેત્ર આદિ ઈદ્રિયોમાં ધર્મનક્ષMવસ્થાપરા ચારયાત ) ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામની વ્યાખ્યા જાણવી જોઈએ. ભાપ્ય અનુવાદ-એનાથી=પૂર્વોક્ત ચિત્તનાં (નિરોધ પરિણામ, સમાધિ પરિણામ તથા એકાગ્રતા પરિણામો ને જ અહીં બીજા શબ્દોમાં કહ્યાં છે) ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોથી મૂત = પૃથ્વી આદિ મહાભૂતો અને ઈદ્રિયો-નેત્ર વગેરેમાં ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ પણ કહ્યું છે. એમ સમજવું જોઈએ.
(ધર્મ પરિણામ) તે પરિણામોમાં (ધર્મીમાં) વ્યુત્થાન સંસ્કાર અને નિરોધ સંસ્કારોનો ક્રમશઃ અભિભવ (દબાઈ જવું) અને પ્રાદુર્ભાવ (પ્રકટ થવું) ધર્મપરિણામ છે અને ત્તસગપરિમ) લક્ષણ પરિણામ છે. નિરોધ ત્રણ લક્ષણોવાળો હોય છે. ત્રણેય માર્ગોથી યુક્ત હોય છે. તે સનાત નક્ષT = ભવિષ્ય લક્ષણરૂપ પ્રથમ માર્ગને છોડીને ધર્મભાવને ન છોડતાં વર્તમાન લક્ષણને પ્રાપ્ત કરે છે. જેમાં તેના સ્વરૂપની અભિવ્યક્તિ (પ્રકટતા) થાય છે, તે તેનો બીજો માર્ગ છે અને એ વર્તમાન લક્ષણરૂપ માર્ગ અતીત = ૨૪૪
યોગદર્શન
For Private and Personal Use Only