________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧/૧૮) સૂત્રમાં કહેવામાં આવ્યું છે. ભાવાર્થ-અસંપ્રજ્ઞાત યોગમાં કેમ કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ચંચળ હોય છે. માટે ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ચિત્તનું પરિણામ કેવું હોય છે? એનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. જો કે અસંપ્રજ્ઞાત યોગમાં ચિત્તનું પોતાનું કાર્ય પૂરું કર્યા પછી શાન્ત થવાનું કહ્યું છે, તેમ છતાંય વૃત્તિનિરોધના સમયે ચિત્તના પરિણામના વિષયમાં આ જ સમાધાન કર્યું છે કે આ અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થવાથી ચિત્ત અસમર્થ થઈ જાય છે અને વ્યુત્થાન દશાની ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થવાથી તેમના સંસ્કાર અભિભૂત દબાઈ જાય છે. અને કાર્યરત નથી થઈ શકતા. એટલા માટે નિરોધ ક્ષણોમાં જેવી ચિત્તની દશા હોય છે, તેવી જ આગળ પણ રહે છે, તેને જ સૂત્રકાર ચિત્તનો નિરોધ કહે છે. એ જ બાબત (યો. ૧/૧૮) સૂત્રમાં સંસ્કારો : કહીને સ્પષ્ટ કરી છે. કેમકે બધી જ વૃત્તિઓનો નિરોધ થતાં તેમના સંસ્કાર જ બાકી રહે છે. ૯ છે નોંધ - (૧) જો કે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરોધ એ પાંચ દશાઓ હોય છે, પરંતુ અહીં નિરોધ પહેલાંની બધી જ દશાઓના સંસ્કારોને વ્યુત્થાન સંસ્કાર કહ્યા છે.
(૨) નિરોધ સમાધિ=અસંપ્રજ્ઞાત સમાધિના સંસ્કારોનું પ્રકટ થવું અને વ્યુત્થાન સંસ્કારોનું દબાઈ જવું જ નિરોધ પરિણામ છે.
(૩) વ્યુત્થાન અને નિરોધ બંનેય ચિત્તના સંસ્કાર છે. જેમાં એકનો ઉદય થવાથી બીજો અસ્ત થઈ જાય છે. ચિત્તનાં ત્રણ પરિણામ થાય છે. ૧) નિરોધ પરિણામ ૨) સમાધિ પરિણામ ૩) એકાગ્રતા પરિણામ. આ સૂત્રમાં ચિત્તનું નિરોધ પરિણામ બતાવવામાં આવ્યું છે. બાકીનાં બે પરિણામો આગળના સૂત્રમાં કહ્યાં છે. હવે - સંસ્કારથી ચિત્તની પ્રશાન્ત વાહિતા -
तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥१०॥ સુત્રાર્થ - (તણ) નિરોધસંસ્કારોવાળા ચિત્તની #YTH) અસંપ્રજ્ઞાત દશામાં નિરોધસંસ્કારોની દઢતાથી (પ્રશાન્ત-વાદિતા) પ્રશાન્ત પ્રવાહરૂપે સ્થિતિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-(સંસ્કારીત) નિરોધ સંસ્કારોનો માસ= વારંવાર કરવાથી જે પાટવ = પટુતા = કુશળતા અથવા દઢતા આવી જાય છે, તેનાથી ચિત્તની પ્રશાન્તવાહિતા સ્થિતિ થઈ જાય છે અને આ દિશામાં પણ પ્રમાદવશ) નિરોધ સંસ્કારો મંદ થતાં જ વ્યુત્થાન ધર્મવાળા સંસ્કારોથી નિરોધ-ધર્મ સંસ્કાર દબાઈ જાય છે. ભાવાર્થ – અસંપ્રજ્ઞાત યોગમાં બધી જ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સંસ્કાર શેપ રહી જાય છે અને આ સંસ્કારોનો અભિભવ નિરોધસંસ્કારોના પૂર્ણ અભ્યાસ કરવાથી થઈ જાય છે. જો યોગાભ્યાસી આ ઉચ્ચતમ દશામાં પહોંચીને પણ થોડો પ્રમાદ કરી બેસે છે,
૨૪૨
યોગદર્શન
For Private and Personal Use Only