________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે (યો. ૧૪૨-૪૪) સૂત્રમાં સવિતર્ક, નિર્વિતક, સવિચારા, નિર્વિચારા આદિનામોથી યોગની વિભિન્ન દશાઓનું કથન કરવામાં આવ્યું છે. | હવે - ધારણા, ધ્યાન અને સમાધિની અન્તરંગતા –
त्रयमन्तरगं पूर्वेभ्य: ॥७॥ સૂત્રાર્થ - પૂર્વે... :) સપ્રજ્ઞાત સમાધિના યમ-નિયમ આદિ પહેલાં પાંચ સાધનોની અપેક્ષાએ ત્રયમ) એ પછીથી કહેવામાં આવેલાં ધારણા, ધ્યાન અને સમાધિ, ત્રણ સાધન અંતરંગ છે.
યમ આદિક પાંચ અંગોથી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગછે. અને યમ આદિક બહિરંગ છે.”
(શાસ્ત્રાર્થ સંગ્રહ) ભાપ્ય અનુવાદ – (પૂર્વM :) સંપ્રજ્ઞાત-સમાધિમાં યમ નિયમ આદિ પહેલાં પાંચ સાધનોની અપેક્ષાએ (ત્રમ) બાદમાં કહેલાં ધારણા,ધ્યાન, અને સમાધિ એ સાધન અંતરંગ છે. ભાવાર્થ-અંતરંગ તથા બહિરંગ બંને શબ્દો સાપેક્ષ છે. તેમને ક્રમશઃ આંતરિક તથા બાહ્ય પણ કહી શકાય છે. પરંતુ જેમ અંતિક (નજીક) તથા દૂર શબ્દ સાપેક્ષ હોય છે. તેમની કોઈપણ સીમા નિર્ધારિત નથી કરી શકાતી, તે જ રીતે એ શબ્દો સાપેક્ષ છે. જેમ કે મનુષ્ય પ્રાતઃ ઉઠીને પહેલાં પોતાના શરીર સંબંધી કાર્ય કરે છે, પછી પરિવારવાળાઓના કાર્ય કરે છે અને ત્યાર પછી ઈષ્ટ-મિત્રોના કાર્ય કરે છે. તેમાં પરિવારવાળાની અપેક્ષાએ પોતાનું કાર્ય અંતરંગ છે અને મિત્રોની અપેક્ષાએ પરિવારનું કાર્ય અંતરંગ હોય છે.
અહીં યોગાંગોમાં પણ પહેલાં પાંચ અંગોને બહિરંગ તથા ધારણા આદિને અંતરંગ એટલા માટે કહ્યાં છે કે યોગના લક્ષ્ય સુધી પહોંચવામાં ધારણા આદિ અતિશય સમીપ છે અને યમ નિયમ આદિ અંગ તો ધારણા આદિ સુધી પહોંચવામાં ચિત્તની શુદ્ધિ તથા એકાગ્રતા કરાવીને સહાયક થાય છે અને એ અંતરંગ આદિનો નિયમ સંપ્રજ્ઞાત સમાધિને માટે કહ્યો છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં તો ધારણા આદિ પણ બહિરંગ સાધન થઈ જાય છે. એ આગળના સૂત્ર (૩૮)માં સ્પષ્ટ કર્યું છે. જે ૭ છે હવે - નિબજ સમાધિમાં ત્રણેયની બહિરંગતા –
तदपि बहिरङ्ग निर्बीजस्य ॥८॥ સૂત્રાર્થ - (તરપિ) સંપ્રજ્ઞાત યોગમાં અંતરંગરૂપે કહેલાં ધારણા આદિ ત્રણેય સાધનો પણ (નિવગ હ્ય) અસં પ્રજ્ઞાત યોગના (દા) બહિરંગ બહારના અંગ (અપ્રધાન) જ છે. ભાપ્ય અનુવાદ - (તત્T) તે સંપ્રજ્ઞાતયોગમાં અંતરંગ કહેલાં ધારણા, ધ્યાન તથા સમાધિ એ ત્રણ સાધન .1 યોગા = અસંપ્રજ્ઞાત યોગમાં બહિરંગ હોય છે. કેમ કે તમાá= ધારણા આદિનો અભાવ=અતિક્રમણ (નિવૃત્તિ) થતાં નિબજ સમાધિ થાય છે. ૨૪૦
યોગદર્શન
For Private and Personal Use Only