________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ – અંતરંગ તથા બહિરંગ બંને શબ્દો સાપેક્ષ હોવાથી સંપ્રજ્ઞાત સમાધિમાં જે ધારણા આદિ અંતરંગ સાધન માનવામાં આવ્યાં છે, તે જ અસંપ્રજ્ઞાત સમાધિમાં બહિરંગ થઈ જાય છે. ધારણા, ધ્યાન, તથા સમાધિ સંપ્રજ્ઞાત યોગમાં અંતરંગ એટલા માટે છે કે એ વિષયની સમાનતાથી નજીક છે. પરંતુ ધારણા આદિ નિર્બેજ (અસંપ્રજ્ઞાત) યોગમાં બહિરંગ (દૂર) એટલા માટે થઈ જાય છે કે આ દિશામાં ચિત્તવૃત્તિ તો મતાધિાર= પોતાનું કાર્ય કરીને સમાપ્ત થઈ જાય છે. માટે ચિત્તવૃત્તિને નિરોધ કરનારાં ધારણા આદિ સાધનો બાહ્ય હોવાથી બહિરંગ થઈ જાય છે.
અસંપ્રજ્ઞાત સમાધિને નિબજ કહેવાનું પણ વિશેષ પ્રયોજન છે. સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિનો અધિકાર બનેલો રહે છે. જોકે આ સમયેવૃત્તિ ભોગાભિમુખ નથી રહેતી, તેમ છતાં કોઈપણ પ્રબળ કારણ ઉપસ્થિત થતાં ભોગો તરફ વળી જઈ શકે છે અને ભોગોનુખ થવું જ સંસાર-જન્મ મરણમાં બીજ=કારણ હોય છે. વ્યાસમુનિએ (યો. ૧/૪૬) સૂત્રના ભાગ્યમાં વીટ્યવસ્તુવીન: = બાહ્ય વસ્તુના આધાર વાળી કહીને તેને સબીજ કહી છે પરંતુ અસંપ્રજ્ઞાતયોગમાં ચિત્તવૃત્તિનો વ્યાપાર શાન્ત પ્રાયઃ થઈ જાય છે અને સંસ્કારોનો અભિભવ (પરાજય) થવાથી આ સમાધિને સૂત્રમાં નિર્બેજ કહીને સાર્થક શબ્દનો પ્રયોગ કર્યો છે. જે ૮ છે હવે-ગુણોનો સ્વભાવ ચંચળ હોય છે, એટલા માટે ચિત્તવૃત્તિનો જયારે નિરોધ થઈ જાય છે, તે સમયે ચિત્તનું પરિણામ કેવું હોય છે? -
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥९॥ સૂત્રાર્થ - ચિત્તવૃતિની નિરોધ દશામાં વ્યુત્થાન-નિરોધનં ) વ્યુત્થાન સંસ્કારો તથા નિરોધસંસ્કારોનો ક્રમવાર તમિમવપ્રાદુર્ભાવ) અભિભવ (દબાવું) તથા પ્રાદુર્ભાવ (પ્રકટ થવું) થાય છે. માટે નિરોધક્ષ વિત્તાવૈયા) નિરોધસમયના સંસ્કારોનો ચિત્તથી સંબંધ થવો જ (નિરોધ-પરિપIRનિરોધ પરિણામ કહેવાય છે. ભાખ-અનુવાદ - વ્યુત્થાન = ચિત્તની અસ્થિર દશામાં ઉત્પન્ન સંસ્કાર ચિત્તનો ધર્મ છે તે પ્રતિતિપ્રવૃત્તિરૂપ નથી. એટલા માટે પ્રત્યયઃ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરતાં આ વ્યુત્થાન સંસ્કારોનો વિરોધ નથી થતો અને નિરોધ = ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ઉત્પન્ન થનારા સંસ્કાર પણ ચિત્તનો ધર્મ છે. એ બંને પ્રકારના સંસ્કારોમાં (નિરોધકાળમાં) વ્યુત્થાન સંસ્કારોનો અભિભવ (દબાવું) થાય છે અને નિરોધ સંસ્કાર પ્રકટ થઈ જાય છે અને જયારે ચિત્ત નિરોધક્ષણથી મન્વિતઃ યુક્ત (જોડાયેલું) હોય છે અર્થાત નિરોધ દશામાં હોય છે, ત્યારે (નિરોધની સ્થિતિમાં) ચિત્તના સંસ્કારોનું પ્રતિક્ષણ પરિવર્તન થવું જનિરોધ-પરિણામ કહેવાય છે. તે સમયે ચિત્ત સંક્ષરશેષ નિરોધકાળના સંસ્કાર માત્રા શેષવાળું થઈ જાય છે, એ નિરોધસTધ ના = અસંપ્રજ્ઞાત સમાધિના પ્રસંગમાં (યો.
વિભૂતિપાદ
૨૪૧
For Private and Personal Use Only