________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે - સંયમનો ઉત્તરવર્તી દશાઓમાં ઉપયોગ -
તસ્ય નિષ વિનિયો: I ૬ . સૂત્રાર્થ- (ત) એ પૂર્વ અવસ્થાઓમાં અભ્યસ્ત સંયમનો (પૂમિપુ) ઉત્તરવર્તી અતિશય ઉન્નત દશાઓમાં વિનિયોગ :) ઉપયોગ લેવો જોઈએ. ભાષ્ય અનુવાદ -એ સંયમની જેણે યોગસાધના નિ= અવસ્થાવિશેપને જીતી લીધી છેઃ અભ્યાસ કરી લીધો છે, તેનું મનન્તર=વ્યવધાન રહિત=અતિશય નિકટ ક્રમ પ્રાપ્ત આગળની અવસ્થાઓમાં વિયોગા= ઉપયોગ લેવો જોઈએ. કેમ કે નીચેની અથવા પ્રથમ પૂન = અવસ્થાઓને જીત્યા વિના તેનાથી ઉત્તરવર્તી (પછીની) ભૂમિનું ઉલ્લંઘન કરીને= જીત્યા વિના પ્રન્નમમ = અતિ ઉચ્ચ સૂક્ષ્મ ભૂમિઓમાં સંયમ નથી થઈ શકતો અને એ સંયમ વિના યોગીને પ્રજ્ઞાSS નો= સમાધિજન્ય બુદ્ધિનો પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? અને ઈશ્વરના અનુગ્રહથી જો યોગીએ ઉત્તરપૂમિ = ઉચ્ચ દશામાં સંયમનો અભ્યાસ કરી લીધો છે તો તેને તો નીચલી પરચિત્ત-જ્ઞાન આદિ અવસ્થાઓમાં સંયમ કરવો યોગ્ય નથી, અર્થાત ઉન્નત દશાને પ્રાપ્ત થઈને નીચલી દશામાં સંયમ કરવાનું વ્યર્થ જ છે. તેનું કારણ એ છે કે તે પ્રયોજનનું નીચલી ભૂમિમાં સંયમ કરવાનું સંયમથી જુદો (ઉપાય)= ઈશ્વરના અનુગ્રહથી જ બોધ અથવા સિદ્ધિ થઈ જાય છે. (અને એ જાણવાને માટે કે) આ મમિ દશાની પછી કઈ ભૂમિ છે, આ વિષયમાં યો1= યોગનો અભ્યાસ જ ઉપાધ્યાય-ગુરુ હોય છે એનું કારણ એવું કહ્યું છે કે –
યોગથી યોગને જાણવો જોઈએ. યોગના અભ્યાસથી યોગ પ્રવર્તિત= આગળ વધે છે. જે યોગી યોગ-સાધનોમાં પ્રમાદ નથી કરતો સદા નિરંતર અભ્યાસ કરે છે, તે થોડા = યોગાભ્યાસરૂપી ગુરુ દ્વારા યોગસાધનામાં દીર્ઘકાળ સુધી રમણ કરે છે. ભાવાર્થ – આ સૂત્રમાં યોગાભ્યાસીને નિર્દેશ કરવામાં આવ્યો છે કે યોગનો અભ્યાસ કરતાં કરતાં જયારે સંયમનો અભ્યાસ થઈ જાય, તો પોતાના કર્તવ્યની સમાપ્તિ ન સમજી લે. અથવા યોગના લક્ષ્યથી વિમુખ થઈને તેનો ઉપયોગ અન્યત્ર કદાપિ ન કરે, નહીંતર પૂર્ણ લાભ નહીં થાય. યોગીએ સંયમનો વિનિયોગ યોગની ભૂમિઓમાં જ કરવો જોઈએ. અહીં ‘ભૂમિ' શબ્દ યોગની વિશેષ અવસ્થાઓનો બોધક છે. જેમ ઉંચા મહેલમાં પહોંચવા માટે ક્રમવાર પગથિયાંથી જ જવું કલ્યાણકારી થાય છે અને સરળતાથી લક્ષ્ય પર પહોંચી જવાય છે. તે જ રીતે યોગાભ્યાસની ભૂમિઓ પર ક્રમવાર ચાલવું જોઈએ. નીચેના સ્તરોને જીત્યા વિના આગળની દશાઓમાં સફળતા પણ કેવી રીતે મળી શકે છે ? પરંતુ એ સામાન્ય નિયમ છે કે જે પૂર્વજન્મ આદિના વિશેષ સંસ્કારોવાળાં યોગીઓ હોય છે, તે જો આગળની દશાઓમાં ઈશ્વરના અનુગ્રહથી પહોંચી જાય છે, તેમને નીચેની દશાઓનો અભ્યાસ કરવાની જરૂરિયાત નથી.
યોગની ભૂમિ=વિભિન્ન દશાઓ કઈ છે? જો કે અહીં સૂત્ર તથા ભાગ્યમાં તેનો કોઈ સંકેત નથી, તેમ છતાં બીજા સ્થળે નિર્દેશ અવશ્ય કરવામાં આવ્યો છે. જેમ | વિભૂતિપાદ
૨૩૯
For Private and Personal Use Only