________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે સમાધિ સિદ્ધ થઈ ગઈ.”
(દયાનંદ શાસ્ત્રાર્થ સં.) (ગ) “એ સાતેય અંગોનું ફળ સમાધિ છે”.
(ઋ.ભૂ. ઉપાસના) ભાવાર્થ – આ સૂત્રમાં સમાધિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સમાધિના સ્વરૂપને યોગાભ્યાસી તથા યોગશાસ્ત્ર શીખનારે સારી રીતે સમજવું અતિ આવશ્યક છે, કેમ કે આગળના સૂત્રમાં સંયમના સ્વરૂપમાં પણ તેની આવશ્યકતા છે અને સંયમને સમજ્યા વિના, યોગની સિદ્ધિઓ કેવી રીતે સમજમાં આવી શકશે? વ્યાસ મુનિએ સિદ્ધિઓનાં સૂત્રોમાં “સંયમ' પદની અનુવૃત્તિ કરી છે અને સંયમમાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય અપેક્ષિત છે. જો સમાધિમાં ફક્ત પરમાત્મતત્ત્વજ ધ્યેય હોય છે અને પરમાત્માના આનંદમાં યોગી એટલો બધો મગ્ન થઈ જાય છે કે પોતાના (ધ્યાતા)ના સ્વરૂપને પણ ભૂલી જાય છે, તો યોગ સિદ્ધિઓમાં બાહ્ય સૂર્ય, ધ્રુવ આદિ ભૌતિક પદાર્થોમાં સંયમ કેવી રીતે થઈ શકે છે? જેઓ તે સિદ્ધિસૂત્રોમાં સૂર્ય આદિને બાહ્ય-પદાર્થ માને છે, શું તે સમાધિ અને સંયમના લક્ષણને બિલકુલ ભૂલાવી દે છે? આથી સિદ્ધિ સંબંધી ભ્રાન્તિને દૂર કરવાને માટે સમાધિ તથા સંયમના સ્વરૂપને જરૂર સમજવું જોઈએ. નહીંતર સમાધિના સ્વરૂપમાં ફક્ત આત્મ તત્ત્વમાં મગ્નતા માનીને, પછી બાહ્ય સૂર્ય આદિમાં સંયમની સિદ્ધિ કહેવી નિતાન્ત પરસ્પર વિરોધી હોવાથી યુક્તિ સંમત નથી થઈ શકતી.
ધ્યાન અને સમાધિમાં ઘણું જ સૂક્ષ્મ અંતર છે. એક પ્રકારે ધ્યાનની એક વિશેષ અવસ્થા જ સમાધિ છે. સમાધિના સ્વરૂપને સમજવાને માટે સૂત્રકારનાં બે વિશેષણોને સમજવાં પરમ આવશ્યક છે – (૧) અર્થમાત્ર નિર્માણ અને (૨) અપશૂન્યમવ બંને વિશેષણો સમાધિને ધ્યાનથી જુદાં પાડી રહ્યાં છે. ધ્યાનમાં ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય (પરમાત્મ) તથા ધ્યાન (અભ્યાસ) ત્રણેયની પ્રતીતિ થાય છે. પરંતુ સમાધિમાં ફક્ત ધ્યેય અર્થ જ રહી જાય છે. ધ્યાતા પોતાના સ્વરૂપને પણ સમાધિમાં ભૂલી જાય છે. સમાધિ દશા પાણીમાં ડૂબકી લગાવવા સમાન અથવા અગ્નિમાં પડેલા લોખંડની સમાન હોય છે. કેમ કે એ દશામાં યોગી પરમેશ્વરના આનંદમાં મગ્ન અને પરમેશ્વરના જ્ઞાનથી પ્રકાશમાન થઈ જાય છે. તેની સાથે જ સૂત્રકાર તથા ભાયકારે આ ) શબ્દથી આ બ્રાન્તિનું પણ નિરાકરણ કરી દીધું છે કે સમાધિમાં જીવાત્માનો પરમાત્મામાં લય થઈ જાય છે અને જીવાત્મા જ પરમાત્મા થાય છે. નહીંતર સૂત્રકાર ‘ત્ર પદ ન લગાવતાં
સ્વરૂપનું શબ્દનો જ સૂત્રમાં પાઠ કરતે. એ ‘વ’ શબ્દ કેટલીક સદશતાને બતાવીને બંનેની ભિન્નતાને સ્પષ્ટ બતાવી રહ્યો છે. જે ૩ છે હવે – સંયમ કોને કહે છે?
त्रयमेकत्र संयमः ॥४॥ સૂત્રાર્થ - “(ત્રયમેત્ર.) જે દેશ (સ્થાન)માં ધારણા કરવામાં આવે, તેમાં જ ધ્યાન અને તેમાં જ સમાધિ અર્થાત્ ધ્યાન કરવા યોગ્ય પરમેશ્વરમાં મગ્ન થઈ જવું તેને સંયમ કહે છે, જે એક જ સમયે ત્રણેયનો મેળ થવો અર્થાત ધારણાથી સંયુક્ત ધ્યાન અને વિભૂતિપાદ
૨૩૭
For Private and Personal Use Only