________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનથી સંયુક્ત સમાધિ થાય છે. તેમનામાં ઘણો જ સૂક્ષ્યકાળ (સમય)નો ભેદ રહે છે, પરંતુ જ્યારે સમાધિ થાય છે ત્યારે આનંદની વચમાં ત્રણેયનું ફળ એક જ થઈ જાય છે.”
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (ત્રયમ) જે એ ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેયનું પત્ર) એક * વિષયક થવું, તે સંયમ કહેવાય છે. આ ત્રણેય સાધનોની એક શાસ્ત્રીય પરિભાષા સંયમ છે અર્થાત્ યોગ-શાસ્ત્રમાં “સંયમ' શબ્દથી ધારણા, ધ્યાન અને સમાધિના સંમિલિત રૂપનો બોધ થાય છે. ભાવાર્થ - આગળ યોગની સિદ્ધિઓમાં “સંયમ' પદને વારંવાર ગ્રહણ કરવામાં આવ્યું છે. તે સૂત્રોમાં વારંવાર ધારણા, ધ્યાન અને સમાધિનું ગ્રહણ ન કરવું પડે, એટલા માટે સૂત્રકારે અહીં સંયમને ત્રણેય ધારણા વગેરેને બતાવતો શાસ્ત્રીય પારિભાષિક શબ્દ કહ્યો છે અને એ સંયમ શબ્દ જ યોગની સિદ્ધિઓને સમજવામાં ઘણો જ સહાયક છે. સિદ્ધિઓના યથાર્થ સ્વરૂપને તે જ વ્યક્તિ સમજી શકે છે, જેણે આ સંયમ શબ્દના પારિભાષિક સ્વરૂપને સમજી લીધું છે. જે ૪ હવે - સંયમના જય (પૂર્ણ અભ્યાસ)નું ફળ -
તનયજ્ઞનો / ૧ / સૂત્રાર્થ - (Mયાત) તે પૂર્વ સૂત્રોક્ત સંયમનો જય=સમ્યફ અભ્યાસ થવાથી (પ્રજ્ઞાતો) યોગીની સમાધિજન્ય પ્રજ્ઞા=બુદ્ધિનો આલોક=પ્રકાશ પ્રકટ થઈ જાય છે. અર્થાત્ સ્વચ્છ તથા સૂક્ષ્મ થવાથી પ્રજ્ઞા (બુદ્ધિ) વિકસિત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (
તયાત) તે પૂર્વસૂત્રોક્ત સંયમનો નય = જીતી લેતાં અભ્યાસ થવાથી (પ્રજ્ઞાતો ) HTTધપ્રજ્ઞા = સમાધિજન્ય પ્રજ્ઞા (બુદ્ધિ) નો આતો = પ્રકાશ (દીપ્ત) થઈ જાય છે અને જેમ જેમ સંયમનો સ્થિરપ= સારી રીતે અભ્યાસ થઈ જાય છે, તેમ તેમ ઈશ્વરના અનુગ્રહથી સમાધિજન્ય પ્રજ્ઞા વિશRી અત્યંત નિર્મળ તથા સૂક્ષ્મ વિષયનું પણ શીધ્ર ગ્રહણ કરનારી થઈ જાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં સંયમના જય (પૂર્ણ-અભ્યાસ)નું ફળ બતાવવામાં આવ્યું છે. જેમ બીજે વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે- “
યોયોનોપાધ્યાયઃ અર્થાત્ યોગનો યોગ શિક્ષક છે. આ તથ્યને આ સૂત્રમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યોગાભ્યાસીનો સંયમ પર વિજય થઈ જાય છે ત્યારે તેને પોતાના લક્ષ્ય તરફ આગળ વધારવાને માટે એક વિશેષ પ્રકારની પ્રજ્ઞાનો પ્રકાશ પ્રકટ થાય છે, કે જે ઘણો જ નિર્મળ અને ભ્રાન્તિ વિનાનો હોય છે અને એ પ્રજ્ઞા આલોક યોગીને ઈશ્વરીય પ્રસાદ=પરમેશ્વરની કૃપાથી મળે છે. જેમ પિતા પોતાના અબોધ બાળકને યોગ્ય માર્ગદર્શન આપીને તેને આગળ વધારવા પ્રોત્સાહિત કરે છે, તે જ રીતે પરમપિતા પરમેશ્વર યોગના જટિલ માર્ગ પર ચાલવાને માટે પ્રજ્ઞાલોક આપીને યોગીનું માર્ગદર્શન કરીને તેને પ્રોત્સાહિત કરે છે. જે ૫ ૨૩૮
યોગદર્શન
For Private and Personal Use Only