________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી રહેતો... જે પાપાણ વગેરે મૂર્તિઓને ન માનીને સર્વદા સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, ન્યાયકારી પરમાત્માને સર્વત્ર જાણે છે અને માને છે તે પુરુપ...કુકર્મ કરવાનું તો કયાંય રહ્યું પરંતુ મનમાં કુચેષ્ટા પણ નથી કરી શકતો”
(સ.પ્ર. ૧૧મો સમુલ્લાસ) (ગ) “ઉદયપુરના મહારાણાએ સ્વામી દયાનંદને પ્રશ્ન કર્યો કે - “જયારે કોઈ મૂર્તિમાન વસ્તુને ભલે તે ગમે તેવી હોય, આપ નથી માનતા તો ધ્યાન કોનું કરીએ ? સ્વામીજીએ ઉત્તર આપ્યો કે – “કોઈ ચીજ માનીને ધ્યાન ન કરવું જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન, સર્વસૃષ્ટિકર્તા, સૃષ્ટિને એક ક્રમમાં ચલાવનાર, નિયંતા, પાલનકર્તા અને આવા જ અનેક બ્રહ્માંડોના સ્વામી તથા નિયતા છે. એવી એવી તેમની મહિમાનું સ્મરણ કરીને પોતાના ચિત્તમાં તેમની મહાનતાનું ધ્યાન કરવું જોઈએ. અર્થાત્ આ જ પ્રકારે બધાં જ વિશેષણોથી યુક્ત પરમેશ્વરને સ્મરણ કરીને તેમનું ધ્યાન કરવું અને તેમની અપાર મહિમાનું વર્ણન કરવું... એ ધ્યાન છે.” ર છે
(આર્ય સાહિત્ય પ્રકાશન પૃ. ૫૫૬ ૫. લેખરામ કૃત જીવનમાંથી) હવે - સમાધિ કોને કહે છે? तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३॥ સૂત્રાર્થ - (તત વ) તે ધ્યાન જ અર્થમાત્ર નિર્માસમ) ધ્યેય વસ્તુ માત્રનું પ્રતીત થવું અને સ્વરૂપ શૂનિવ) પોતાના સ્વરૂપ પ્રતીતિથી શૂન્ય જેવું ભાન થવું (HTધ :) સમાધિ છે. ભાષ્ય અનુવાદ - (દેવ) તે જયારે ધ્યાન જ (અર્થાત્રનH) અર્થ gવ અર્થાત્રમ્, તસ્થવ નિર્માત: ભિંતત્ ધ્યેય આકાર જ પ્રતીત થતું, બેય = (પરમેશ્વર)ના સ્વભાવનો શ= પૂર્ણ હોવાથી પોતાના સ્વરૂપ પ્રતીતિથી શૂન્ય જેવું થાય છે, ત્યારે તેને સમાધિ કહે છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા -"(તહેવાર્થ) જેમ અગ્નિની વચ્ચે લોઢું પણ અગ્નિરૂપ થઈ જાય છે. એ જ પ્રકારે પરમેશ્વરના જ્ઞાનમાં પ્રકાશમય થઈ પોતાના શરીરને ભૂલી ગયેલા જેવું જાણી આત્માને પરમેશ્વરના પ્રકાશસ્વરૂપ આનંદ અને જ્ઞાનમાં પરિપૂર્ણ કરવાને સમાધિ કહે છે.
(% ભૂ. ઉપાસના) ધ્યાન અને સમાધિમાં તફાવત (અંતર) - (ક) “ધ્યાન અને સમાધિ” માં એટલો જ ભેદ છે કે ધ્યાનમાં તો ધ્યાન કરનારો, જે મનથી જે ચીજનું ધ્યાન કરે છે, તે ત્રણેય વિદ્યમાન રહે છે. પરંતુ સમાધિમાં ફક્ત પરમેશ્વરના જ આનંદ સ્વરૂપ જ્ઞાનમાં આત્મા મગ્ન થઈ જાય છે. તેમાં ત્રણેયનો ભેદ-ભાવ નથી રહેતો. જેમ મનુષ્ય પાણીમાં ડૂબકી મારીને થોડો સમય અંદર જ રોકાઈ રહે છે, તે જ રીતે જીવાત્મા પરમેશ્વરની વચમાં મગ્ન થઈને પછીથી બહાર આવે છે.” (ખ) “જયારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, એ ત્રણેયનો જુદો ભાવ ન રહે, ત્યારે જાણવું
યોગદર્શન
૨૩૬
For Private and Personal Use Only