________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોકે ધારણા વગેરે પણ યોગનાં જ અંગો છે, માટે બધાં જ યોગનાં અંગોનું એક જ સાથે કરવાનું જ યોગ્ય હતું તેમ છતાં આ ત્રણેને વિભૂતિપાદમાં શા માટે રાખવામાં આવ્યાં છે, એવી શંકા થવી વાચકોને માટે સ્વાભાવિક છે. આનું સમાધાન (યો. ૩૭) સૂત્ર તથા તેના ભાયમાં પ્રાપ્ત થાય છે. યમ નિયમ વગેરે સાધનોની અપેક્ષા યોગસાધનામાં ધારણા આદિ ત્રણ સાધનો અંતરંગ છે. યમ નિયમ આદિ સાધનોને બહિરંગ કેમ કહેવામાં આવ્યાં છે? કેમ કે એ અંગો, ચિત્તને, અવિદ્યા આદિ લેશોની શુદ્ધિ કરવાથી યોગને માટે ઉપયોગી બનાવનારાં છે, જેનાથી ચિત્તની વૃત્તિ એકાગ્ર થઈને યોગમાં લાગી શકે. જેમ ખેડૂત બીજ વાવતા પહેલાં ભૂમિને ખેડીને સ્વચ્છ અને ઉપજાઉ બનાવે છે, તે જ રીતે બહિરંગ સાધનોથી ચિત્ત સ્વચ્છ તથા સૂક્ષ્મ વિષયોને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. માટે આ ધારણા આદિ યોગનાં સાક્ષાત મુખ્ય સાધનો છે અને યોગાંગોમાં પણ આઠમું અંગ પણ સમાધિ પહેલાંના અંગોનું ફળ હોવાથી વિભૂતિ છે અને એ વિભૂતિની પ્રાપ્તિમાં ધારણા અને ધ્યાનનો સાક્ષાત્ સંબંધ છે. માટે એ ત્રણેયને વિભૂતિપાદમાં રાખવામાં આવ્યાં છે. વિમર્શ – ચિત્તને શરીરના કોઈપણ નાભિ ચક્ર આદિ અંગ-વિશેપમાં વિપયાન્તરથી હટાવીને બાંધી દેવું રોકવું અથવા સ્થિર કરવાનો અભ્યાસ કરવો ધારણા કહેવાય છે. પરંતુ એ દેશબંધ શરીરની અંદર જ થવો જોઈએ, બહાર કોઈપણ પદાર્થ અથવા સ્થાનમાં નહીં. આ સૂત્રના વ્યાસ ભાયમાં વહેવાવિક લખ્યું છે. તેનો ઘણાંખરાં વ્યાખ્યાકારો શરીરની બહાર કોઈપણ સ્થાન અથવા પદાર્થમાં ચિત્તને રોકવાનો અર્થ કરે છે, પરંતુ એ અર્થ અહીં સંગત નથી. મહર્ષિ દયાનંદે બાહ્યનો અર્થ પ્રણવ જપ અને તદર્થ ભાવના કરવી લીધો છે, જે પ્રકરણને સંગત છે. યોગશાસ્ત્રમાં પ્રણવજંપનું વિધાન કર્યું છે. ધારણાનો સંબંધ ધ્યાન અને સમાધિથી છે. અને એ ત્રણેય યોગાંગ અંતરંગ છે, એ (૩૭)માં સૂત્રકારે સ્વયં માન્યું છે. અંતરંગ શબ્દ આ વિષયમાં ઘણું જ સ્પષ્ટ કરી રહ્યો છે કે ધારણા પણ અંતરંગ હોવાથી શરીરની અંદર જ કરવી જોઈએ, બહાર નહી અને તે અર્થ વ્યાવહારિક પણ નથી. કેમ કે જ્યારે ઈદ્રિયો બાહ્ય કાર્ય કરી રહી હશે ત્યારે મનનો સંબંધ પણ ત્યાં જ હશે. અને મન બાહ્ય સાન્ત પદાર્થોમાં કદી પણ બંધાઈ નથી શકતું. એટલા માટે અંદર જ પ્રણવ ઉપાસના દ્વારા તેને રોકી રાખી શકાય છે. અને જયાં ધારણા કરવામાં આવશે, ત્યાં જ ધ્યાન લગાવવું પડશે, એ વાત સૂત્રકારે (૩૨) સૂત્રના સૂત્ર પદથી સ્પષ્ટ કરી છે. ધારણા બહાર હશે તો ધ્યાન પણ બહાર હશે. પરંતુ બાહ્ય ધ્યાનમાં પ્રત્યયૅકતાનતા=ચિત્તવૃત્તિની એકાગ્રતા કદાપિ સંભવ નથી. એટલા માટે ધારણા શરીરથી બહાર કરવી સૂત્રકાર તથા ભાધ્યકાર બંનેના આશયથી વિરુદ્ધ હોવાથી અસંગત છે. | ૧ હવે – ધ્યાન કોને કહે છે?
૨૩૪
યોગદર્શન
For Private and Personal Use Only